Charchapatra

‘અચ્છે દિન’ની આશા ન રાખો

તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે પોતાના અણઘડ વહીવટથી બગડેલી છબી સુધારવા મંત્રીમંડળનું વિસ્તરણ કરી પોતાના નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. ‘ગુજરાતમિત્ર’ તા. 10/7 ના ફ્રન્ટ પેજના અહેવાલ મુજબ મોદીજીના મંત્રીમંડળના 77 સભ્યોમાંથી 33 સામે ક્રિમીનલ અર્થાત્ ગુનાહિત કેસો નોંધાયેલા છે. એટલે કે મોદીજીની સરકારના 40 ટકા સભ્યો ગુનેગારીમાં સંડોવાયેલા છે અને એ 33 જેટલા નોંધાયેલા ક્રિમીનલમાં પાછા 24 તો હત્યા કેસમાં નોંધાયેલા પોલીસ ચોપડે ચડી ચૂકયા છે. આજ મોદીજી 2014 માં પ્રજાને ‘અચ્છે દિન’ના મોટા મોટા ગુલાબી ખ્વાબ બતાવી સત્તા ઉપર આવ્યા હતા. પ્રજા કોંગ્રેસી રાજના ભવાડાઓથી થાકી હતી તે મોદીજીના જુઠ્ઠા વાયદાઓમાં ભેરવાઇ ગઇ છે.

હવે મોદીજી ‘વિશ્વગુરુ’ નામનું નવું નાટક લાવ્યા છે. તેઓ પ્રજાને કહે છે આપણે ‘વિશ્વગુરુ’ બનીશું! કઇ રીતે? એ તો મોદીજી અને ભાગવતજી જાણે કે આ ગુનેગારોને મંત્રી બનાવી આપણે વિશ્વને શું સંદેશો આપી શકીશું? મોદીજીને 12 કરોડ બીજેપી સભ્યોમાંથી અને ભાગવતજીને 3 કરોડ જેટલા સંઘ પરિવારના સભ્યોમાંથી કોઇ ઉત્તમ માણસો મળતા જ નથી? તે આ છપાયેલાં કાટલાં જેવા ગુનેગારોને ભારત માતા ઉપર ‘બળાત્કાર’ કરવા પ્રજાના માથે મારે છે! પ્રજાએ હવે મોંઘવારી ભ્રષ્ટાચાર-ગુનાખોરી હટે અને ‘અચ્છે દિન’ આવે તે માટે પ્રભુ રામચંદ્રને ભજવા જરૂરી છે. રામચંદ્ર કહે ગયે સિયાસે ઐસા કલયુગ આયેગા…. સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top