Charchapatra

ખેતર છે પણ રસ્તા નથી, રસ્તાના નકશા બનાવો

અત્યારે ખેડ  વાવણીની ઋતુ છે પણ માત્ર ખેડૂતો જ સમજી શકે એવી એક સમસ્યા છે તેની પર ધ્યાન દોરું છું. પહેલાંના સમયમાં બે ખેતર વચ્ચે સેઢા હતા. હવે ખેડૂતો એ સેઢા ખાઈ ગયા છે અને તેનાથી તકલીફ એ થાય છે કે પોતાના ખેતરમાં જવું હોય તો રસ્તા જ નથી. રસ્તા નથી તો ખેતરમાં જવું કઇ રીતે? એટલે લાગતાવળગતા સત્તાવાળાઓને વિનંતી છે કે રસ્તાના નકશા બનાવે. જેમ જમીનના નકશા છે તેમ જમીન પર ચાલવાનાં ય નકશા જરૂરી છે. નકશા નથી એટલે ઘણી વાર ખેડૂત-ખેડૂત વચ્ચે ઝગડા થાય છે કે તું મારા ખેતરમાંથી કેમ જાય છે? આ સ્થિતિ ત્યારે બદલાશે જયારે રસ્તાના નકશા બનશે. નાના ખોસાડિયા       – જયંતિલાલ ર. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top