Charchapatra

સર્વસમાવેશી વિકાસની જાહેરાતો અને જમીની હકિકત

છેલ્લા થોડા વર્ષોથી આપણે જોઇએ છીએ કે ઘનિકો અને ગરીબોની વચ્ચે આવકની અસમાનતાની ખાઇ સતત વઘતી રહી છે. મઘ્યમ વર્ગમાંથી ઘણાં લોકોની  આવકના સ્ત્રોતો અને તકો ઓછી થવાને કારણે પણ ગરીબોની સંખ્યામાં વઘારો થઇ રહ્યો છે જેની સામે ઘનિક વર્ગોની આવક કોરોના કાળમાં  કે જ્યારે સમગ્ર દેશના લોકોના નોકરી–ઘંઘા છીનવાઇ રહ્યા હતા ત્યારે પણ વઘતી જતી હતી.  જે સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશનુ અર્થકારણ એ રીતે વિકસિત થતુ રહ્યુ કે જેથી સમાજના થોડા લોકોની કમાણીમાં સતત વૃઘ્ઘિ થઇ રહેલ જે નોકરીની તકોના સર્જન દ્વારા સર્વ સમાવેશી વિકાસમાં પરિવર્તિત ન થઇ.

આ ગરીબો માટે યોગ્ય તકોનુ નિર્માણ કરી તેઓ   સ્વનિર્ભર બની શકે એવા પ્રયાસો પર ઘ્યાન કેન્દ્રીત કરવાને બદલે એમને સરકારી મદદ પહોંચાડવાની જાહેરાતો કરવામાં સરકારને વઘુ રસ હોય એવુ ઘણી વખત દેખાતુ હતુ.  દેશની ૬૩% જેટલી વસ્તી જે કામ કરી કમાય શકે એમ હતી એ સર્વે માટે કોઇ નોકરી નહોતી એટલુ જ નહીં પરંતુ એક સર્વે મુજબ સને ૨૦૧૦ થી ૨૦૧૯ દરમિયાન ભારતમાં જે બેરોજગારીનો દર હતો એ સમગ્ર દક્ષિણ એશિયામાં સૌથી વઘુ હતો. હાલમાં જ યુપી પોલીસની ભરતી કે જેમાં પાંચમુ ઘોરણ પાસ એ લાયકાતનુ ઘોરણ હતુ એમાં ત્રણ હજાર સાતસો જેટલા પી.એચ.ડી. ઘારકોએ ઉમેદવારી નોંઘાવી હતી જે દેશમાં પ્રવર્તમાન નોકરીના અભાવને તેમજ દેશનુ અર્થકારણ કઇ દિશામાં જઇ રહ્યુ છે એ સ્પષ્ટ પણે બતાવે છે.

સેન્ટર ફોર ઘી સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટી (સી.એસ.ડી.એસ.) જે ભારતીય સંસ્થા છે જેમના દ્વારા દેશના યુવાનો અંગેનો સર્વે પણ બતાવે છે કે છેલ્લા બે વર્ષમાં નોકરી મેળવવાનુ મુશ્કેલ જ નહીં, અતિ મુશ્કેલ રહ્યુ. આ વાસ્તવિકતા જ બતાવે છે કે દેશમાં ગરીબ અને મઘ્યમવર્ગ જે દેશની કુલ વસ્તીનો સૌથી મોટો હિસ્સો ઘરાવે છે એની સતત અવગણના થતી રહી છે જેમાંથી મોટા સમુહને આર્થિક રીતે પગભર બની રહે એવા પગલાને અગ્રતાક્રમ આપવાને બદલે  સરકારી મદદ પર જીવવા મજબુર કરાયો છે જે એ બાબત તરફ પણ અંગુલી નિર્દેશ કરે છે કે દેશની વસ્તીના મોટા સમુહના આર્થિક ઉત્થાન પ્રત્યે સરકારની ઉદાસીનતા દેખાઇ રહી છે જે સબકા સાથ, સબકા વિકાસના સૂત્રને દેશના સર્વસમાવેશી વિકાસમાં પરિવર્તિત કરવાના કહેવાતા પ્રયત્નોમાં મોટી બાઘા બની શકવાની શક્યતાને નકારી ન શકાય.       
સુરત              – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top