Gujarat

રાજ્યમાં 27 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જોકે સોમવારે નવા 24 કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે છેલ્લા 24 કલાકમાં પાંચ કેસના વધારા સાથે કુલ 29 નવા કેસ નોંધાયા હતા. આજે 61 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી 8,14,059 દર્દીઓ સાજા થયા છે. જેથી રાજ્યનો સાજા થવાનો રિકવરી રેટ 98.73 ટકા છે.

જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 6, સુરત મનપા અને વડોદરા ગ્રામ્યમાં 4-4, વડોદરા મનપામાં 3, દાહોદ અને જામનગરમાં 2-2, જ્યારે બનાસકાંઠા, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ ગ્રામ્ય, કચ્છ, નવસારી, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં એક-એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 411 થયા છે, જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

જ્યારે 406 દર્દીઓ સ્ટેબલ છે. મંગળવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,12,499 વ્યક્તિને રસી આપવામાં આવી છે. મંગળવારે 151 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 15,353ને બીજો ડોઝ તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 2,22,538 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 11,428 વ્યક્તિને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 72,146 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 90,901 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 4,12,499 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,01,46,996 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top