ગોધરા: મોરવા હડફ તાલુકાના વાડોદર-૨ના પાટીયા પાછળ આવેલી જંગલની જમીન ખેડુત ખેડતો હતો તેના પર વન વિભાગદ્વારા અચાનક કાર્યવાહી હાથ ધરવામા આવી...
સુખસર, ફતેપુરા: ફતેપુરા તાલુકાના તમામ વિસ્તારોમા સરકારી-ગૌચરની જમીનો આવેલી છે.તે જમીનો ઉપર કેટલાક તકવાદી તત્વોએ પોતાનો કબજો જમાવી જમીનો હડપ કરી છે....
દાહોદ: ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજ નો જથ્થો અગાવ ઓરડામાંથી ચોરી થયેલા નું જાણ થતાં ચાકલીયા પોલીસે...
વડોદરા: શહેરમાં બની રહેલો જન મહેલ નહિ પણ જળ મહેલ છે જે ડોક્ટર વિનોદ રાવની ભેટ છે. પહેલા જ વરસાદમાં જન મહેલમાં...
સુરત: મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Mumbai crime branch) દ્વારા મડ આઈલેન્ડમાં રાજ કુંદ્રા (Raj kundra) દ્વારા ચલાવવામાં આવી રહેલા પોર્ન ફિલ્મ મેકિંગ (pornography)નો...
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારમાં કોર્પોરેશનના નિયમ વિરુદ્ધ વેપારીઓ પેટા ભાડુઆત રાખી તગડું ભાડું લેતા હોય છે. એટલું જ નહીં...
વડોદરા: વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ માં મરણ પથારી પર રહેલા દર્દીના સ્પર્મ હાઇકોર્ટની સુનાવણી બાદ લેવામાં આવ્યા હતા. દર્દીના અનેક અવયવો કામ કરતા...
સુરત: સુરત (Surat)માં આજે ફિલ્મી ડ્રામા (Filmy drama) સર્જાયો હતો. આ ડ્રામાની શરૂઆત વેસુ વિસ્તારમાંથી થઈ હતી. જ્યારે નવસારી (Navsari)ના બોરિયાચ ટોલનાકા...
નડિયાદ: ખેડા તાલુકાના ગાંધીપુરા તેમજ મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી અને શત્રુંડા નજીક વિતેલા ચોવીસ કલાક દરમિયાન માર્ગ અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવો બન્યાં હતાં....
આણંદ: સામાન્ય રીતે કાયદાકીય ચૂંગલમાં કે ગુના માં ફસાયા બાદ અસીલ વકીલની ગાય હોય તેમ જ વર્તતા હોય છે.વકીલ કહે તે પ્રમાણે...
સુરત: સુરત (Sruat)ના કેટલાક ઉદ્યોગકારો (Industrialist) ચેમ્બર (Chamber of commerce)ના નેતૃત્વમાં હાલમાં જ ત્રિપુરા (Tripura)માં રહેલી વેપાર (Business)ની સંભાવનાઓ જોવા માટે ગયા...
આણંદ: આજે સાંજે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદના નેતા પ્રવીણભાઈ તોગડીયાએ આણંદની મુલાકાતે આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ વડોદરા અને આણંદ થઈ તેઓ...
નડિયાદ: વસો તાલુકાના બામરોલી ગામમાં રહેતાં અને વસો પોલીસમથકમાં જી.આર.ડી સભ્ય તરીકે ફરજ બજાવતાં યુવકે પોતાની પત્નિ સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો...
વડોદરા: મહાનગરપાલિકાએ વનીકરણ કરવા આપેલા 46 ગ્રીન બેલ્ટ પ્લોટમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી. શહેરના સાંસદ ને લેડીસ ક્લબના નામે પ્લોટ...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic problem) હલ થાય એ માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન (Mass transportation)ની સુવિધા શરૂ કરવામાં આવી છે....
મહીસાગરમાં સંતરામપુરમાં ધોળા દિવસે એક મકાનમાં ગર્ભપાત કરાવાતો હોવાના વીડિયો બાદ પાટણના સિદ્ધપુરમાં તાવડિયા ગામની સીમમાં ઝાડી નજીક એક પ્લાસ્ટિકની બોટલમાંથી 13...
સુરત શહેરના કુખ્યાત ગેંગસ્ટર સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠીની હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીની ગુજરાત એટીએસે અમદાવાદમાંથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. ૨૦૧૫ માં સ્થપાયેલી આ ભક્તિ કવિ નરસિંહ મહેતા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે આમ આદમી પાર્ટી, ઔવેસીની પાર્ટીની ઉપરાંત હવે એનડીએના કટ્ટર વિરોધી મમતા દીદીની ટીએમસીની...
ઓલિમ્પિકમાં સ્પોર્ટસ ઇવોલ્વ થઈ રહ્યું છે અને તેમાં મહત્ત્વનો ભાગ ટૅક્નોલોજી ભજવી રહી છે. ટૅક્નોલોજી ધરમૂળથી બદલાઈ રહી છે. ભારતીય દર્શકો ઓલિમ્પિક...
જેમાં આશરે ત્રણ કરોડ ભાવિકો ભાગ લેવાના હતા તે કાવડયાત્રા સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરીને કારણે બંધ રાખવાની ઉત્તર પ્રદેશની સરકારને ફરજ પડી છે,...
અત્યારે ખેડ વાવણીની ઋતુ છે પણ માત્ર ખેડૂતો જ સમજી શકે એવી એક સમસ્યા છે તેની પર ધ્યાન દોરું છું. પહેલાંના સમયમાં...
તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે પોતાના અણઘડ વહીવટથી બગડેલી છબી સુધારવા મંત્રીમંડળનું વિસ્તરણ કરી પોતાના નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. ‘ગુજરાતમિત્ર’ તા. 10/7...
સાહિત્યસમ્રાટ સ્વ. પી.કે. અત્રેનું મરાઠી નાટક ‘તો મી નવ્હેચ’ના સળંગ 1500 પ્રયોગ મુંબઇમાં થયા. નાટકનો નાયક લખોબા લોખંડે, અલગ પ્રકારની આઠ આઠ...
કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરોના મોંઘવારી ભથ્થાં પર ગયા વર્ષથી રોક લગાવી દેવાઇ હતી. જાન્યુ. 20, જુલાઇ 20 અને જાન્યુ....
આદિ માનવ જંગલમાં ભટકતો ત્યારે જંગલી સર્પ ડંખ દેવાથી મૃત્યુ નિપજતું. સર્પથી ડરીને એણે પથ્થરમાં સર્પની આકૃતિ કોતરીને પૂજા કરવા લાગ્યો. સમયાંતરે...
ડો શાહ એક સફળ માનસશાસ્ત્રી. તેમની પાસે એક હતાશ નિરાશ બહેન આવ્યાં. થોડો જાણીતો ચહેરો લાગ્યો અને પુછતાછ કરતાં જૂની ઓળખાણ નીકળી....
ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનીસ્તાનમાં તાલિબાનોએ કરેલી હત્યાએ ભારત માટે મોટો પડકાર બની શકે તેવી છેલ્લામાં છેલ્લી કટોકટી આપણા ધ્યાન પર...
આપણે કાયમ માટે આપણા ગમા-અણગમાને આધારે કોઈ પણ માણસનું મૂલ્યાંકન કરતાં હોઈએ છીએ. આપણને ગમતી વ્યકિતના જીવન અને વ્યવહારમાં એકસો વાંધા હોય,...
ભારતના રાજકારણમાં અપરાધી તત્વોની બોલબાલા એ હવે કોઇ નવી વાત રહી નથી. આઝાદી પછી થોડા વર્ષો સુધી ભારતનું રાજકારણ કંઇક સ્વચ્છ રહ્યું,...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
ટ્રમ્પની ભારત મુલાકાતથી બદલાશે ભારત-અમેરિકાના સંબંધો! વેપાર,સંરક્ષણ,વિઝા અને ટેકનોલોજી ક્ષેત્રે થઈ શકે ઐતિહાસિક નિર્ણયો
ગુજરાતના GAS અધિકારીઓ માટે મોટી તક! આગામી બે વર્ષમાં 50 જેટલા અધિકારીઓને IAS કેડરમાં પ્રમોશન મળવાની શક્યતા
‘હું તને ખૂબ પ્રેમ કરતી હતી, તો મને છોડીને કેમ ચાલ્યા ગયા?’ સિયા ગોયલની ભાવુક પોસ્ટ પાછળ છુપાયેલી ભયાનક માનસિકતા
પાણીની લીકેજની ફરિયાદ કરવી ભારે પડી! મંડાળા ગામે સરપંચ સહિત ચાર સામે હુમલાનો ગુનો
ભારત-અમેરિકા સંબંધોમાં આવશે નવો સુવર્ણ યુગ! ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં કરશે ભારતની મુલાકાત
શોએબ અખ્તરના ભાઈના જનાજામાં લશ્કર આતંકી પહોંચતા પાકિસ્તાનમાં મચ્યો વિવાદ
શ્રેયસ અય્યરની કેપ્ટન્સીની ખરાબ શરૂઆત! આયર્લેન્ડ સામે ભારતને 34 રને ઐતિહાસિક હાર
અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી કાંડમાં મોટો ખુલાસો! SITના રિપોર્ટમાં CCTV કંટ્રોલ રૂમના અધિકારી પણ તપાસના ઘેરામાં
રામ મંદિર ચઢાવા વિવાદની સંપૂર્ણ ક્રોનોલોજી: સોશિયલ મીડિયા પર આરોપોથી લઈને SIT તપાસ
ગુજરાતમાં ચોમાસા પહેલા શાળાઓ માટે સરકારની કડક ગાઈડલાઈન જાહેર
194 વર્ષના ‘જોનાથન’ સાથે મળશે PM મોદી: કોણ છે દુનિયાનું સૌથી વૃદ્ધ જીવિત સ્થલીય પ્રાણી
ઓલપાડ પોલીસ ફરી સવાલોના ઘેરામાં: ગાંધીનગર SMCએ દાભારીમાં નશાના કારોબાર પર દરોડો પાડી રૂ. 13.37 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
સિંધુ જળ સંધિથી હવે ‘નેરેટિવ વોર’ સુધી પહોંચ્યો ભારત-પાકિસ્તાન વિવાદ
બિહારના ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક
ગુજરાતમાં થશે સૌથી મોટું રાજકીય પુનઃસીમાંકન?
અમેરિકા-ઈઝરાયલ-લેબનાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી, પરંતુ હિઝબુલ્લાહનો સ્પષ્ટ ઈન્કાર
પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં મોટો ખુલાસો: હત્યા પહેલાં અને પછી તમામ ડિજિટલ પુરાવા મિટાવ્યા
અયોધ્યા રામ મંદિર ચઢાવા કૌભાંડમાં મોટો ખુલાસો
‘હું બ્રાહ્મણ છું એટલે મને પ્રથમ હરોળમાં બેસવા દીધું નહીં’: ભાજપના રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણીનો પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અભિમન્યુ પવાર પર ગંભીર આરોપ
અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો: મિસાઈલ-ડ્રોન બેઝને બનાવ્યા નિશાન
વેનેઝુએલામાં ભૂકંપ પહેલા જ ગૂગલે મોકલી ચેતવણી! જાણો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
ભારતને વધુ એક ઝટકો! ઇન્ડિયન ઇકોનોમિક ઝોનની જમીન પર હવે ચીન કરશે મોટું રોકાણ
ઓમાન નજીક વેપારી જહાજ પર ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી રોક
મિશન 2027 માટે ભાજપનું માસ્ટર પ્લાન તૈયાર! પંકજ ચૌધરીની નવી ટીમ જાહેર, જાતિ અને પ્રાદેશિક સમીકરણો પર ખાસ ભાર
ધ્યાન શિબિરમાં ગયેલી કન્નડ અભિનેત્રીના ફ્લેટમાં 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
અમેરિકાની નવી શરત સામે ઈરાનનો સ્પષ્ટ ઈનકાર! ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ફંડને લઈને વધ્યો વિવાદ’
દેશભરમાં ચોમાસાએ પકડી ગતિ: દિલ્હીથી લઈને બિહાર-ઝારખંડ સુધી ભારે વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં એલર્ટ
15 વર્ષની ઉંમર, 140 કરોડ ભારતીયોની આશા,બેલફાસ્ટમાં ઈતિહાસ રચવા તૈયાર વૈભવ સૂર્યવંશી, ભારતીય ક્રિકેટના નવા યુગની થશે શરૂઆત?
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો વળાંક: 8 સામે FIR, ચંપત રાયનું નામ ગાયબ થતાં રાજકીય ઘમાસાણ
લગ્ન પહેલા જ રચાયું હત્યાનું કાવતરું? સિયા-ચેતનના ચેટથી ચોંકાવનારા ખુલાસા
ગોધરા: મોરવા હડફ તાલુકાના વાડોદર-૨ના પાટીયા પાછળ આવેલી જંગલની જમીન ખેડુત ખેડતો હતો તેના પર વન વિભાગદ્વારા અચાનક કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.વન વિભાગે ખેડુતનુ કાચુ મકાન દુર કરીને કબજો મેળવ્યો હતો. જ્યારે ખેડુત દ્વારા આ જંગલની જમીન મળી હોવાનુ રટણ કરવા સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરનાર છે. પંચમહાલ જીલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતા મોરવા હડફથી સંતરામપુર તરફ જવાના માર્ગ ઉપર આવેલ વાડોદર- ૨ નાપાટીયા પાછળ આવેલી જંગલની જમીન ખેડુત લક્ષ્મણભાઈ માનાભાઈ ખાંટ અને તેમનો પરિવાર પાછલા કેટલાક વર્ષોથી ખેતી કરીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતા હતા.

વનવિભાગ દ્વારા થોડા દિવસ પહેલા આં જંગલની જમીન ઉપર ખેડુતનુ કાચુ મકાન જેસીબી મશીન દ્વારા તોડી પાડતા ખેડુત અને તેનો પરિવાર ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. વનવિભાગ દ્વારા બે હેકટરથી વધુ જમીન પર કબજો કરવા સાથે સંરક્ષણ દિવાલ બનાવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. જયારે ખેડુત લક્ષ્મણભાઈ ખાંટ દ્વારા નસીરપુર ખાતે પાનમ જળાશયમા મારા પરીવારની જમીન ડુબાણમાં જતા તે વખતે પુનઃવસવાટ માટે જમીન અમને આપવામા આવતા મારો પરિવાર આ જમીન પર વર્ષોથી વસવાટ કરવાની સાથે ખેતી કરી રહયા છે.
ઉલ્લેખનિય છે કે વનવિભાગ દ્વારા અચાનક વર્ષો પછી રોડથી અડીને આવેલી જંગલની જમીન ખેડુત જે ખેડતો હતો.તેના પર કાર્યવાહી કરવામા આવતા હાલ તાલુકા પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.વનવિભાગ દ્વારા આ બે હેકટર કરતા વધુ જંગલની જમીન પર બામ્બો વાંસનુ પ્લાન્ટેશન કરવામા આવનાર છે. ખેડુત લક્ષ્મણભાઈ ખાંટ આં જંગલની જમીન તેમની હોવાનુ રટણ કરી રહ્યા છે.ત્યારે વનવિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ શુ કાર્યવાહી હાથ ધરશે તે જોવુ બની રહ્યુ છે.

લક્ષ્મણભાઈ ખાંટ જણાવે છે કે આ જંગલની જમીન વર્ષોથી અમે ખેડાણ કરવા સાથે વર્ષોથી વસવાટ કરીએ છે. થોડા દિવસપહેલા વન વિભાગ સ્ટાફ અહી આવીને અમારૂ ઝુપડુ જેસીબી મશીન દ્વારા તોડી પાડ્યુ હતુ. જે ખેડુત વર્ષોથી જંગલની જમીન ખેડતો હોય તેને સરકાર દ્વારા આપવામા આવતી હતી. અને મારા પરીવારની જમીન વર્ષો પહેલા નસીરપુર ખાતે પાનમ જળાશયમાં ડુબાણમાં જતા અમને પુનઃવસવાટ માટે હેઠળ મળી છે.વનવિભાગ દ્વારા ખોટી રીતે આંજગલની જમીન પર કબજો જમાવી દેવામા આવ્યો છે. જમીન પરત મેળવા માટે જીલ્લા કલેકટરથી લઈને ઉચ્ચ અધિકારી સુધી લેખીત અને મૌખિક રજુઆત કરનાર છે જો પરત નહી મળે તો અમે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરીશુ.
વનવિભાગના આરએફઓ પ્રવિણભાઈ પરમાર જણાવ્યુ હતુ કે ખેડુત દ્વારા અમારી બે હેકટરથી વધારે જંગલની જમીન પર ગેરકાયેદસર રીતે કેટલાક વર્ષોથી ખેતી કરવામા આવી રહી હતી. અમારા દ્વારા ખેડુતને આ જમીનપર ખેતી કરતા અટકાવા સાથે કાચુ ઝુપડુ દુર કરવામા આવ્યુ હતુ. આ જંગલની જમીન પર બામ્બુ વાંસનુ પ્લાન્ટેશન કરવામા આવનાર છે.વનવિભાગ દ્વારા તાલુકામાં આવેલી જંગલની જમીન પર કોઈ પણ વ્યકિતએ દબાણ કર્યુ હશે. તેની સામે નિયમોનુસાર ની કાર્યવાહી કરાશે.