Madhya Gujarat

ભાલેજમાં વકીલને ફી બાબતે વકીલને મારતાં ગુનો નોંધાયો

આણંદ: સામાન્ય રીતે કાયદાકીય ચૂંગલમાં કે ગુના માં  ફસાયા બાદ અસીલ વકીલની ગાય હોય તેમ જ વર્તતા હોય છે.વકીલ કહે તે પ્રમાણે જ અને તે કહે તેટલું જ કરતા અસીલ ક્યારેક ક્યારેક વકીલનો ફી ની લેવડ દેવડ મુદ્દે રકઝક કે આનાકની કરતા હોય તો પણ એકબીજાની જરૂરિયાતને લઈ ફી બાબતે ભાગ્યે જ જાહેર ઝગડો થતો હોય છે. હાલ ભાલેજ માં એક અસીલે પોતાના જ વકીલ ને ઝૂડી નાખતા વકીલ આલમમાં ચકચાર મચી છે.અને જાન થી મારી નાખવાની ધમકી આપતા વકીલે ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ભાલેજ ગામે દરગાહની બાજુમાં રહેતા ઐયુબખાન સીકંદરખાન પઠાણ 16 વર્ષોથી વકીલાત કરે છે. તેઓ ગામના મહમંદઅસીમ કમાનુદીન અન્સારીના નેગો એક્ટ 138 મુજબનો કેસ આણંદ કોર્ટમાં ચાલે છે અને આ કેસમાં તેઓ વકીલ છે.

ગત રાત્રીના પોણા આઠેક વાગ્યાના સુમારે વકીલ  ઘરે હતો આ સમયે અસીલ મહમદઅસીમ કમાનુદ્દીન અંસારી તથા પત્ની તથા તેના સસરા,કાકા સસરા સાથે વકીલના ઘરે પહોંચી હલ્લો મચાવ્યો અને મોટો ઝગડો કર્યો હતો. તેઓ ઉશ્કેરાઈને બોલતા હતા આણંદ કોર્ટમાં નેગો એક્ટ 138 મુજબનો કેસ 2500 રૂપિયા ફી કેમ વધારે લીધેલ છે તેમ કહી વકીલ સાથે ગાળા ગાળી કરવા લાગેલા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા.

આ મુદ્દે ઝગડો અને બુમાબુમ થતા વકીલના પત્ની તથા ભાઇ ઇમરાન તથા તેની પત્ની વચ્ચે પડી વકીલને વધુ મારમાંથી છોડાવ્યા હતા.જોકે આ ઝપાઝપીમાં વકીલની પત્નીના ગળામાં પહેરેલ સોનાનો દોરો કાંક પડી ગયેલ છે.વળી  આ ભારે હોબાળામાં આજુબાજુના ઘણા માણસો ભેગા થઇ જતાં  મહમદઅસીમ કમાનુદ્દીન અંસારી તથા પત્ની તથા તેના સસરો ,કાકો સસરા વકીલને ગાળો બોલી માર મારી આજે તો તમો બચી ગયા છો ફરીથી તમોને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા આપતા જતા રહ્યા હતા.

જેથી આ મહમદએ સીમે કમાન્દીન અંસારી નાઓ તથા તેની પત્ની, તથા તેના સસરા, તથા કાકા સસરાનાઓએ મારી સાથે તમોએ કેસ ફી ના પૈસા કેમ વધારે લીધેલ છે તેમ કહી ગાળા ગાળી તેમજ ઝપા ઝપી કરી મને તથા મારી પત્ની તેમજ મારા ભાઇ ઇમરા નની પત્નીને ગડદા પાટુનો માર મારેલ હોય મારી તેઓના વિરૂધ્ધ ભાલેજ પોલીસ માં કાયદેસર તપાસ ફરિયાદ કરતા ભાલેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top