ત્રિપુરામાં ફૂડ, ફર્નિચર, રબર અને કાપડ ઉદ્યોગ ક્ષેત્રે વેપારની વિપુલ તકો: ચેમ્બર

સુરત: સુરત (Sruat)ના કેટલાક ઉદ્યોગકારો (Industrialist) ચેમ્બર (Chamber of commerce)ના નેતૃત્વમાં હાલમાં જ ત્રિપુરા (Tripura)માં રહેલી વેપાર (Business)ની સંભાવનાઓ જોવા માટે ગયા હતાં. ડેલીગેશને પરત આવ્યા બાદ દ્વારા ત્રિપુરામાં રહેલી વેપારની શક્યતાઓ વિશે જણાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયા (Dinesh navadiya), ક્રેડાઈના ભૂતપૂર્વ ચેરમેન વેલજી શેટા, યુરો કંપનીના મનહર સાસપરા અને સૌરાષ્ટ્ર ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ દિપક શેટાએ ત્રિપુરામાં ફૂડ, ફર્નિચર, રબર અને કાપડ ઉદ્યોગ ક્ષેત્રે વેપારની વિપુલ તકો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. દેશના તમામ રાજ્યોનો વિકાસ થાય અને નવા ઉદ્યોગકારો સુરત કે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ વેપારની સંભાવનાઓ જોઇ રોકાણ કરે તે માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh mandaviya)ના માર્ગદર્શન હેઠળ શહેરના ઉદ્યોગ આગેવાનો ત્રિપુરાની મુલાકાતે ગયા હતા ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ સહિતના વેપાર ક્ષેત્રોનો ત્રિપુરામાં અભ્યાસ કર્યો હતો.

આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ કહ્યું કે, ત્રિપુરામાં ફૂડ પાર્ક, હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ, બામ્બુ પ્રોસેસિંગ, ટી એસ્ટેટ, રબર પ્રોસેસિંગ અને અગરવુડ પ્લાન્ટેશન ઈન્ડસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો. ડેલીગેશને જણાવ્યું હતું કે આ તમામ ક્ષેત્રોમાં વેપારની વિપુલ તકો રહેલી છે. ત્રિપુરાની સરકાર દ્વારા અનેક રાહત સબસીડીઓના આકર્ષણ આપવામાં આવી રહ્યાં છે. સુરતના ઉદ્યોગકારો ત્રિપુરામાં એકમો સ્થાપે તે માટે ત્યાંના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેબ અને સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેટ જીએસટીમાં સંપૂર્ણ મુક્તિ, લેબર ટ્રાન્સપોર્ટેશન ઉપરાંત એકમ શરૂ કરવા 4 કરોડ સુધીની સહાય આપવા ત્રિપુરા સરકાર તૈયાર છે.

ઉદ્યોગકારોનો અભિપ્રાય જાણવા આગામી દિવસોમાં મીટિંગ કરવામા આવશે
આગામી દિવસોમાં સુરતના અનેક ઉદ્યોગકારો ત્રિપુરામાં વ્યક્તિગત કે સામૂહિક ધોરણે એકમો સ્થાપે તે માટે મિટીંગો કરવામાં આવશે. ક્રેડાઈના માજી પ્રમુખ વેલજી શેટાએ કહ્યું કે, ત્રિપુરામાં અગરવુડના વૃક્ષ મોટા પ્રમાણમાં ઉપલ્બ્ધ છે. એક વૃક્ષ પાછળ 15 હજારનું રોકાણ કરી 1.50 લાખ કમાઈ શકાય છે. તેના ઓઈલમાંથી પરફ્યૂમ પણ તૈયાર થાય છે. વૃક્ષનો ઉપયોગ દવાના ઉત્પાદનમાં પણ કરી શકાય છે. સૌરાષ્ટ્ર ટેક્સટાઈલ ટ્રેડર્સ એસો.ના દિપક શેટાએ કહ્યું કે, 4 કરોડ સુધીની એકમ શરૂ કરવા મળતી સબસીડી આકર્ષણરૂપ છે. ચોક્કસપણે કાપડ ઉદ્યોગના એકમો સ્થાપવા પણ વિચારણા કરી શકાય.

Related Posts