Vadodara

ગુજરાત હાઈ કોર્ટમાં NRI પત્નીનો અનોખો કેસ આવ્યો

વડોદરા: વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ માં મરણ પથારી પર રહેલા દર્દીના સ્પર્મ હાઇકોર્ટની સુનાવણી બાદ  લેવામાં આવ્યા હતા. દર્દીના અનેક અવયવો કામ કરતા બંધ થાય હોવાથી પત્ની દ્વારા હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં મરણ પથારીએ પડેલા પતિના સ્પર્મ દ્વારા આઇવીએફ સિસ્ટમથી સગર્ભા બનવા માટે કરી ઈચ્છા કરતી અરજી કરી હતી. જેને કેસની અગત્યતા જોતા માત્ર 7 મિનિટમાં સ્પર્મ લેવાની પરવાનગી આપી હતી.

સ્ટર્લિંગ હોસ્પિટલના સંચાલકો દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદ યોજીને સમગ્ર મામલે માહિતી આપી હતી.  ઝોનલ  ડાયરેકટર ડો. અનિલ નામ્બિયાર, ચીફ મેડીકલ ઓફિસર ડો જ્યોતિ પાટણકર અને ડો. મયૂર  ડોડીયા એ સમગ્ર ઘટના સંદર્ભે પાયરકારોને માહિતી આપી હતી. 20 જુલાઇએ ગુજરાત હાઇકોર્ટમાં અનોખો કેસ સામે આવ્યો હતો. આ કેસ આજના સમયના દરેક યુગલો માટે પ્રેરણારૂપ છે, જેમાં પતિ પ્રત્યેનો પ્રેમ જીવંત રાખવા માટે એક પત્નીએ બહુ મોટું પગલું ભરતા  હાઇકોર્ટમાં એક વિશેષ માગણી સાથે પિટિશન દાખલ કરી હતી. જેમાં અરજદારના પતિ કોરોના પોઝિટિવ આવતાં તેમના બચવાની આશા ડોક્ટરે છોડી દીધી હતી.

એવામાં અરજદારે IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેનીગંભીરતા જોતા નામદાર કોર્ટે ગણતરીના સમયમાં સુનાવણી કરી હતી .ડોક્ટરે દર્દી પાસે 24 કલાક જ હોવાનું જણાવતાં કોર્ટે દર્દીના સ્પર્મ લેવા  પરવાનગી આપી હતી પરંતુ આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેને પ્લાન્ટ ન કરવા ઓર્ડર કર્યો હતો. IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી અનિવાર્ય છે, પરંતુ પતિ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોનર તરીકે તેમની મંજૂરી મળી શકે એમ ન હતું, આથી હોસ્પિટલના તબીબોએ તેમને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. પરિણામે, પત્નીએ કોર્ટમાં આ માટેની મંજૂરી માગી હતી. નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતાં 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ લેવાનો આદેશ કર્યો હતો. વધુમાં કોર્ટે ઓર્ડર કર્યો હતો કે આ સ્પામને જ્યાં સુધી કોર્ટ આગામી સમયમાં યોજાનારી સુનાવણીમાં આદેશ ન કરે ત્યાં સુધી પ્લાન્ટ ન કરવા.

અમદાવાદમાં રહેતી યુવતી કેનેડા ગઈ હતી. ત્યાં તેને કેનેડાનો પીઆર(પર્મનન્ટ રેસિડન્સી) મળ્યો. મૂળ ભરૂચના યુવાન સાથે પ્રેમમાં પડી. એ યુવાન પણ જૂન 2018થી કેનેડાનો પીઆર ધરાવતો હતો. બન્ને એકબીજાને બેહદ પ્રેમ કરતાં હતાં. અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ગત ઓક્ટોબર 2020માં કોવિડનાં નિયંત્રણો હોવા છતાં કેનેડામાં બન્નેએ લગ્ન કર્યાં અને પતિ-પત્ની એકબીજાની સાથે રહેતાં. પણ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું હોય છે એ કોઈ કળી શકતું નથી. ફેબ્રુઆરી 2021માં તે યુવાનના પિતાને હૃદયની ગંભીર બીમારી થઈ અને ડૉક્ટરે તેમને ઓપરેશન કરાવવાની સલાહ આપી, આથી તે યુવતી પતિ સાથે માર્ચ 2021માં ભારત પાછી આવી ગઈ અને પતિના પિતા અને માતાની સંભાળ લેવાનું શરૂ કર્યું.

પતિ રોજ હૉસ્પિટલ જતો અને પિતાની સેવા કરતો. તેમનું હૃદયનું ઓપરેશન સફળ થયું અને તેઓ ઝડપથી સાજા થવા માંડ્યા, પરંતુ કુદરતે કંઈક જુદું જ ધાર્યું હતું. પિતા સાથે સતત હૉસ્પિટલમાં સમય વિતાવનાર પુત્રને કોરોનાનું ઇન્ફેક્શન લાગી ગયું હતું. તેની સ્થિતિ ન સુધરતાં ગત 10 મેના રોજ તેને હૉસ્પિટલમાં એડમિટ કરવા પડ્યો. ત્યારથી એ યુવતી પતિ સાજો થાય એ માટે સતત ઈશ્વરને પ્રાર્થના કરતી હતી, પરંતુ ડૉક્ટરોના ભારે પ્રયાસો છતાં યુવકની સ્થિતિ કથળતી જતી હતી. એનાં બન્ને ફેફસાંમાં કોરોના પ્રસરી ચૂક્યો હતો.

આખરે તેને ઍક્મો (ecmo) સપોર્ટ પર મૂકવો પડ્યો અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરની સ્થિતિ આવી. પોતાના પતિને બેહદ પ્રેમ કરતી એ યુવતીને તેના જ સંતાનની માતા બનવું હતું, આથી તેણે આઇવીએફ પ્રોસિઝર અપનાવવાનો નિર્ણય કર્યો હતો.અભૂતપૂર્વ એવા આ કેસની સુનાવણી દરમિયાન અલૌકિક પ્રેમની આ ઘટનાથી ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ હતી. ચુકાદા દરમિયાન યુવતીને પતિનાં સ્પર્મનાં સેમ્પલ મેળવવાની મંજૂરી આપ્યા બાદ હાઇકોર્ટના જજ ભાવુક થઈ ગયા હતા.

ગુજરાત હાઇકોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત જ હૉસ્પિટલમાં મૃત્યુશય્યા પર પડેલા પતિના સ્પર્મનાં સેમ્પલ મેળવીને તેના દ્વારા માતા બનવા માટે પત્ની દ્વારા અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે ગંભીરતા પારખીને વિશેષાધિકારની રૂએ ગણતરીની મિનિટમાં ચુકાદો આપ્યો હતો.હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના સ્પર્મના સેમ્પલ લેવાની મંજૂરીનો ચુકાદો આપ્યો. એટલું જ નહીં, સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી, જેથી હૉસ્પિટલની ટીમ ઝડપથી સેમ્પલ મેળવી શકે.

Most Popular

To Top