કેન્દ્રની મોદી સરકાર ભલે વિકાસના અનેક દાવાઓ કરે પરંતુ જો સત્ય હકીકત જોવામાં આવે તો ભારતમાં ભૂખમરા અને કુપોષણની સ્થિતિ ચિંતાજનક સ્તરે...
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ કરનારા મુંબઈ પોલિસની નશાકારક દ્રવ્યોવિરોધી શાખાના વડા સમીર વાનખેડે વિવાદાસ્પદ અધિકારી છે. ચમરબંધીની પણ પરવા...
2022ની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની નેતાગીરી તૈયારીઓ શંકરસિંહ બાપુને સાથે રાખીને કરી રહી હોય તેવો માહોલ શુક્રવારે પાટણમાં જોવા મળ્યો હતો. ખાસ...
JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સમગ્ર દેશમાં ટોપ 100 વિદ્યાર્થીમાંથી ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓ છે. જ્યારે અમદાવાદના 3 વિદ્યાર્થીઓ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત મનપા અને વલસાડમાં કોરોનાના 3-3 કેસ સાથે કુલ 14 નવા કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે આજે વધુ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું...
Boss…. આજે આપણે બોસ વિષે વાત કરીશું. અરે સલમાનખાનવાળા બિગબોસની નહિં પણ ‘લાડલા’ ફિલ્મમાં શ્રીદેવીના કેરેકટર જેવી જબરજસ્ત લેડી બોસ વિશેની… આજે...
આજે દેશમાં JEE ADVANCED નું રિઝલ્ટ જાહેર થયું છે. સુરતના એક યુવાને આ પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કર્યો છે. લિસન કડીવાલે શહેર, રાજ્યમાં...
લખમીપુર ખેરીમાં ખેડૂતો પર મંત્રીના દીકરાએ કાર ચઢાવી દેવાની બનેલી હિંચકારી ઘટના જેવી જ ઘટના છત્તીસગઢમાં બની છે. અહીંના જસપુરમાં શુક્રવારે સાંજે...
ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં કેદ આર્યન ખાને (Aryan Khan) પિતા શાહરૂખ અને માતા ગૌરી ખાન (Shah Rukh Khan And Gauri Khan)...
નોર્વેના એક નાના શહેર કોંગ્સબર્ગમાં ગઇ રાત્રે તીર કામઠા વડે લોકો પર હુમલા કરવામાં આવ્યા હતા જેમાં પાંચ જણા માર્યા ગયા હતા...
ભરૂચ: ભરૂચના હાથીખાના વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થતો હોવાના આક્ષેપ સાથે મંદિર વેચવાનું છે એવા વિવાદી બેનર લગાવતાં સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા...
ઈન્ડિયન આઈડલ અને બિગ બોસ ફેઈમ સિંગર રાહુલ વૈદ્યને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ ભાંડી રહ્યાં છે. કેટલાંક લોકો તો રાહુલને જાનથી...
સુરત : શહેરના કાપડ ઉદ્યોગની કાપડ મિલોને તાળાં મારવાની નોબત આવી છે. કોલસાના વધતા ભાવોના લીધે મિલમાલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ઉત્પાદનખર્ચમાં...
માનવામાં નહીં આવે, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશો કરતાં પણ ભારતમાં ભૂખમરો વધારે છે. આવું એક વૈશ્વિક રિપોર્ટ જણાવે છે....
ખેડૂત આંદોલનના મંચ નજીક સિંધુ બોર્ડર પર એક યુવકની હત્યા કરીને લટકાવી દેવાયેલી લાશના મુદ્દે રાજકારણ ગરમાયું છે. યુનાઈટેડ કિસાન મોરચાએ નિહાંગો...
સુરત : 1 વર્ષ અગાઉ શરૂ થયેલી હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસના જહાજનો શાફટ દહેજ જેટી પાસે કાપમાં ટકરાઈને વાંકો વળી જતાં ફેરી...
આજે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર કંઈક અલગ જ યુદ્ધ છેડાયું છે. ટ્વીટર હેન્ડલ પર વડાપ્રધાન...
વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી...
વડોદરા : શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના 4 વિસ્તારમાંથી 7...
સુરત: આજે દશેરાના શુભઅવસરે શુક્રવારે સવારે 11 કલાકે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા બોયઝ...
વડોદરા : ત્રણ વર્ષ સુધી પ્રેમમાં ગળાડૂબ પ્રેમી પંખીડા સચીન – મહેંદીની જોડી હત્યા પ્રકરણીથી ખંડિત થઇ ગઇ. અમદાવાદા પોલીસના રિમાન્ડ પુરા...
વડોદરા : નવરાત્રી તેમજ વિજયાદશમીના પર્વ નિમીત્તે ફાફડા,જલેબી ,બેસન,ઘી વિગેરેનું ટેસ્ટીંગ પાલિકાના આરોગ્ય વિભાગની ફુડ સેફટી ઓફીસરોની ટીમ દ્વારા વડોદરા શહેરનાં ખંડેરાવ...
વડોદરા : સોટી પોલીસે ફતેપુરા ચાર રસ્તા પાસેથી ઇન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ અને કોલકતા કનાઈટ રાઇડરની વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર...
ગોધરા: નવરાત્રિના આઠમા નોરતે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ખાતે આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં...
વડોદરા : જિલ્લા કલેકટર આર.બી.બારડ દ્વારા ભૂસ્તશાસ્ત્રીની કચેરીને ખનિજોનું બિન અધિકૃત ખોદકામ અને વહન અટકાવી,આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવા...
આણંદ : અમદાવાદના દસક્રોઇ તાલુકાના ગત્રાડ ગામેનો યુવક 2019માં રાસ્કા ગામે માંડવીના પ્રસંગમાં આવ્યો હતો. જ્યાં તેણે એક સગીરાને લગ્ન કરવાની લાલચ...
આણંદ : તારાપુર ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અમીબેન જયેશભાઈએ પુત્રને જન્મ આપ્યો હતો. જન્મ બાદ નવજાત બાળકની તપાસ કરવામાં આવતા મળ ત્યાગ...
આણંદ : આણંદ શહેરની યુવતી સંજોગો વસાત વડોદરામાં પ્લાયવુડના વેપારીને ત્યાં નોકરીએ લાગી હતી. જોકે, વેપારીએ આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગાંધર્વ લગ્ન...
શહેરા : શહેરા તાલુકા વિકાસ અધિકારી સહીત ૩ કર્મચારીઓ ACB ના હાથે લાંચ લેતા ઝડપાતા તાલુકાના સરપંચો,તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો સહિત...
ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો: આંદામાનમાં પાણીની અંદર સૌથી મોટો ત્રિરંગો લહેરાવ્યો, ગિનિસ બુકમાં સ્થાન
સુરતમાં બમ્પ બન્યો જીવલેણ: કાકાના હાથમાંથી પટકાયેલા માસૂમનું કરુણ અંત
IPL 2026માં હૈદરાબાદ 165 પર ઓલઆઉટ, કોલકાતાએ 7 વિકેટે જીતી મેચ
પરિણામ પહેલા જ મુખ્યમંત્રી હટાવવું સંકેત કે સંયોગ? CM વિજયનનો બાયો બદલાવથી ચર્ચા ગરમ
મોબાઈલ છોડો, મેદાનમાં આવો: સુરતમાં સમર કેમ્પમાં દેશી રમતોની વાપસી
કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા જોઈ દિલજીત દોસાંઝે કોન્સર્ટને રાજકારણથી દૂર રાખવાની કરી અપીલ
ચેન્નાઈમાં ઇમરજન્સી એક્ઝિટ ખોલી પેસેન્જર ચાલતા વિમાનમાંથી કૂદી પડ્યો, પાયલટે કર્યું આ કામ
ઈરાન હુમલા બાદ અમેરિકા ઈમેજ બચાવમાં વ્યસ્ત, સૈન્ય નુકસાન છુપાવવા સેટેલાઇટ કંપનીઓને વિનંતી કરવાનો આરોપ
મિત્તલ પરિવાર અને પૂનાવાલાએ રાજસ્થાન રોયલ્સ ટીમને 15,653 કરોડમાં ખરીદી
તામિલનાડુમાં પરિણામ પહેલા જ કિલ્લેબંધી: વિજયના ધારાસભ્યો રિસોર્ટમાં રહેશે
રીલ બનાવવા જર્જરિત ટાંકી પર ચઢયા પાંચ મિત્રો, સીડી તૂટી પડતા એકનો જીવ ગયો, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્યુ
નિશાંત પિતા નીતિશ કુમારના પગલે: ચંપારણથી ‘સદ્ભાવ યાત્રા’ શરૂ કરી, JCB થી ફૂલોનો વરસાદ
અભિષેક બેનર્જીનો પડકાર: ભાજપ ફાલતામાં પોતાના દિગ્ગજ ઉતારે- ગુજરાતી ગેંગ માટે દસ જનમ..
દક્ષિણ એશિયામાં અમેરિકાની પકડ ઢીલી પડી રહી છે? નેપાળ બાદ માલદીવે પણ દૂતને ન આપ્યો સમય
ભાજપ 500થી 700 જેટલા ઓછા મતના અંતરથી આગળ હોય ફરી ગણતરી કરાવજો, TMC એજન્ટોને મમતા બેનરજીએ ચેતવ્યા
અમેરિકામાં સફળતાનું શિખર સર કરનાર અમરેલીના સવાણી ભાઈઓને 40 વર્ષની જેલસજા
ભિલાડ દારૂ કેસમાં બુટલેગર મિહિર ચૌહાણને રાહત નહીં: વાપી એડિશનલ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી
મિડલ ઈસ્ટ યુદ્ધનો ભારે પ્રભાવ: 30 વર્ષમાં પહેલીવાર કુવૈતનું ઓઈલ એક્સપોર્ટ શૂન્ય
કેનેડાનો ચોંકાવનાર નિર્ણય: ભારત ‘જાસૂસી ચિંતાઓ’ની યાદીમાં
પારડીના ઓરવાડ ગામે દિવસ દરમિયાન મકાનનું તાળું તોડી ચોરી: ₹1.80 લાખના સોનાના દાગીના લઈ તસ્કર ફરાર
સુરત ગ્રામ્યમાં LCBની મોટી કાર્યવાહી
ડાંગના વઘઇમાં બળાત્કાર કેસમાં આરોપી ઝડપાયો
શિનોર તાલુકામાં ચકચાર: પૂર્વ સરપંચ પતિ સામે પરિણીતાની છેતરપિંડી બાદ બળાત્કારનો ગુનો
ફરી શરૂ થશે મહાજંગ? ટ્રમ્પનો ઈરાનને કડક સંદેશ
‘Raja Shivaji’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે
સુરત મહાનગરપાલિકામાં વહીવટી શિસ્તનો નવો અધ્યાય
એમજી રોડ પર વહેલી સવારે હિટ-એન્ડ-રન: કારની અડફેટે વૃદ્ધ મહિલાનું મોત, ચાલક ફરાર
હિન્દી ફિલ્મ જગતની પહેલી મહિલા સ્ટંટ બોડી ડબલ: Reshma Pathanની હિંમતભરી સફર
દિલ્હી વિવેક વિહારમાં ભીષણ અગ્નિકાંડ
Siwan: હર્ષ સિંહ હત્યા કાંડમાં પોલીસનું મોટું એક્શન મુખ્ય આરોપી સોનુ યાદવ એનકાઉન્ટરમાં ઠાર

કેન્દ્રની મોદી સરકાર ભલે વિકાસના અનેક દાવાઓ કરે પરંતુ જો સત્ય હકીકત જોવામાં આવે તો ભારતમાં ભૂખમરા અને કુપોષણની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી જવા પામી છે. હાલમાં જ જાહેર થયેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ-2021માં ભારત સતત બીજા વર્ષે પાછળ ધકેલાઈ ગયું છે. આ ઈન્ડેક્ષની યાદીમાં 116 છે તેમાં ભારતનો ક્રમ અગાઉ 94 હતો પરંતુ હાલમાં તે ક્રમ ઉતરીને 101 પર પહોંચી જવા પામ્યો છે. આ ઈન્ડેક્ષ પ્રમાણે ભારતમાં તો પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ નેપાળ કરતાં પણ ભૂખમરાની સ્થિતિ ખરાબ છે. અગાઉ હંગર ઈન્ડેક્ષમાં ભારતનો ક્રમ 102 હતો પરંતુ 2020માં હંગર ઈન્ડેક્ષમાં તેમા સુધારો થઈને ભારતનો ક્રમ 94 થયો હતો પરંતુ ફરી આ વર્ષે તે ક્રમ ઉતરી જતાં ચેતવણીજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
આઈરિક્ષ સંસ્થા કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ નામની વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં આખા વિશ્વમાં ભૂખમરો તેમજ કુપોષણની સ્થિતિ શું છે તેની પર રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ ઈન્ડેક્ષમાં 116 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ચીન, બ્રાઝિલ તેમજ કુવૈત સહિત 18 દેશ એવા છે કે જેને પાંચથી ઓછો સ્કોર આપીને ટોચની રેન્કમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હબંગર ઈન્ડેક્ષ સ્કોર ગણવા માટે કુપોષણ, પાંચ વર્થી નાના બાળકોનું ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન, પાંચ વર્ષથી નાના બાળકોની વયના પ્રમાણમાં ઓછી ઊંચાઈ અને બાળ મૃત્યુદરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો હંગર ઈન્ડેક્ષ પ્રમાણે ભારતની સ્થિતિ જોવામાં આવે તો વર્ષ 2020માં ભારતનો હંગર ઈન્ડેક્ષ 107 દેશમાં 94 હતો. અગાઉ વર્ષ 2000માં હંગર ઈન્ડેક્ષનો સ્કોર 38.8 ટકા હતો. પરંતુ ત્યારબાદ 2012થી 2021 વચ્ચે આ સ્કોર ઘટીને 28.8થી 27.5ની વચ્ચે આવી ગયો હતો.
હંગર ઈન્ડેક્ષનો જે અહેવાલ છે તે જોતા સને 1998-2000માં ભારતમાં બાળકોની તેમની ઊંચાઈના પ્રમાણમાં વજનનું પ્રમાણ 17.1 ટકા હતું. જે 2016થી 2020 વચ્ચે વધીને 17.3 ટકા થઈ જવા પામ્યું હતું. કોરોનાની મહામારી, લોકડાઉન સહિતની ઘટનાઓને કારણે ભારતમાં આ સ્થિતિ થઈ હોવાનું મનાય છે. કારણ કે આખા વિશ્વમાં બાળકોમાં તેમની ઊંચાઈના પ્રમાણમાં વજનનો દર વર્તમાન સમયમાં સૌથી વધુ છે. જોવા જેવી વાત એ છે કે ભારતના પડોશમાં જે દેશો આવ્યા છે તેવા દેશમાં નેપાળનો ક્રમ હંગર ઈન્ડેક્ષમાં 76 છે. બાંગ્લાદેશનો ક્રમ પણ 76 છે. મ્યાનમારનો ક્રમ 71 છે. જ્યારે પાકિસ્તાનનો ક્રમ 92 છે. આ દેશોનો ક્રમ પણ એવું જ બતાવે છે કે આ દેશોમાં પણ કુપોષણ અને ભૂખમરાની સ્થિતિ છે જ પરંતુ ભારતમાં આ તમામ દેશો કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં કુપોષણ સહિત નાના બાળકોની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો છે પરંતુ ભારતમાં સ્થિતિ ચિંતાજનક તો છે.
આખું વિશ્વ ભૂખમરા અને કુપોષણની સામે લડી રહ્યું છે. આ લડાઈમાં સફળતા પણ મળી રહી હતી પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારીએ આ લડાઈને ઘણું નુકસાન કર્યું છે. ભૂખમરા સામેની લડાઈ જ બાજુ પર ધકેલાઈ ગઈ છે. સને 2030 સુધીમાં વિશ્વમાં ભૂખમરાને નાબુદ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં ભૂખમરા સામેની લડાઈને જે રીતે પાછાપગ કરવા પડી રહ્યા છે તે એવું બતાવી રહ્યું છે કે 2030નો ભૂખમરાને નાબુદ કરવાનો લક્ષ્યાંક હાંસલ થઈ શકશે તેમ હંગર ઈન્ડેક્ષના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે અને તે સત્ય પણ દેખાઈ રહ્યું છે.