Vadodara

સચીનની ટ્રાન્સફર વોરંટથી બાપોદ પોલીસે ધરપકડ કરી

વડોદરા : ત્રણ વર્ષ સુધી પ્રેમમાં ગળાડૂબ પ્રેમી પંખીડા સચીન – મહેંદીની જોડી હત્યા પ્રકરણીથી ખંડિત થઇ ગઇ. અમદાવાદા પોલીસના રિમાન્ડ પુરા થતા વધુ તપાસ અર્થે બાપોદ પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટ લઇને હત્યારા સચીનને લઇને રાત્રે વડોદરા આપી પહોંચી હતી. ખોડિયારનગર નજીક દર્શનમ ઓએસીસના ફ્લેટ નં.101માં 8 ઓક્ટોબરે સાંજે 4 વાગે ખૂન ખેલ ખેલાયો હતો. લીવ ઇન રિલેશનશિપમાં અઢી માસથી રહેતા સચીન નંદકિશોર દિક્ષિત અને મહેંદી ઉર્ફે હિના પેથામી વચ્ચે ઉગ્ર બોલાચાલીમાં પ્રેમીયુગલ સામ સામે મારમારી પર ઉતરી આવ્યું હતું. ઉશ્કેરાયેલા સચીન અત્યંત આવેશમાં આવીને પ્રેમિકા મહેંદીનું 6થી 7 મિનિટ ગળુ દબાવીને શ્વાસ રૂધી નાખતા કરૂણ મોત નિપજ્યું હતું.

 ઠંડા કલેજે પ્રેમિકાનું ઢીમ ઠાળી દીધા બાદ અાઠ માસના શિવાંસને લઇને હત્યારો પિતા માસૂમને પેથાપુર ગૌશાળા નજી તરછોડીને પરિવારજનો પાસે આવી ગયો હતો. જોકે પોલીસતંત્રની સતર્કતના પૂર્વકની સમયસર સચોટ કામગીરીના કારણે આખા ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. સચીન દિક્ષિતના રિમાન્ડ પણ લેવાયા હતા. હત્યાનો ગુનો બાપોદ પોલીસ મથકે નોંધાયો હોવાથી પીઆઇ યુવી જોષીએ વધુ તપાસ અર્થે આરોપી સચીનને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા ટીમને સાંજ અમદાવાદ મોકલી હતી. કાનૂની કાર્યવાહી બાદ પોલીસ હત્યારાનો કબજો મેળવીને વડોદરા રાત્રે લવાયો હતો. પીઆઇ જોષી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ હત્યારાની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ગૂના અંતર્ગત વધુ  કડીઓ મળી આવવાની શક્યતા છે. ફ્લેટમાં લવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા ડીવીઆર કબજે કરીને મજબૂત પુરાવા  એકત્ર કરવાની કામગીરી ચાલુ છે.

Most Popular

To Top