Madhya Gujarat

આણંદની યુવતી પર દૂષ્કર્મ કેસમાં વેપારીના આગોતરા રદ

આણંદ : આણંદ શહેરની યુવતી સંજોગો વસાત વડોદરામાં પ્લાયવુડના વેપારીને ત્યાં નોકરીએ લાગી હતી. જોકે, વેપારીએ આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગાંધર્વ લગ્ન કરી તેના પર વારંવાર દૂષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. દરમિયાનમાં વેપારીએ ધરપકડ માટે બચવા આગોતરા જામીન મુક્યાં હતાં. જે કોર્ટે ફગાવ્યાં હતાં. આણંદ શહેરમાં રહેતી પરિણીતાના છુટાછેડા બાદ જીવન નિર્વાહ માટે વડોદરામાં પ્લાયવુડનો વ્યવસાય કરતાં પ્રકાશ પટેલને ત્યાં નોકરીએ લાગી હતી. આ નોકરી દરમિયાન પ્રકાશ પટેલે પત્ની સાથે બનતું ન હોવાથી ભોળી વાતો કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

આ ઉપરાંત વ્હેરાખાડી ખાતે લઇ જઇ ગાંધર્વ લગ્ન કરી તેને પત્નીનો દરજજો આપવાની વાત કરી હતી. બાદમાં તેના પર વારંવાર દૂષ્કર્મ આચર્યું હતું. આ બાબતે યુવતીને ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે શરૂઆતમાં આનાકાની કરી હતી. જોકે, યુવતીએ કોર્ટના દ્વાર ખટખટાવતા આખરે પ્રકાશ પટેલ અને તેના મિત્ર સામે ગુનો નોંધાયો હતો. પરંતુ પોલીસ ધરપકડ કરે તે પહેલા પ્રકાશ પટેલે કોર્ટમાં આગોતરા જામીન માગતી અરજી કરી દીધી હતી. જે આગોતરાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં યુવતી તરફેથી વિવિધ ક્લીપીંગ સાથેની પેનડ્રાઇવ રજુ કરવામાં આવી હતી.

આ ઉપરાંત પીડીતાના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, પ્રકાશ પટેલે પીડીતાને લગ્ન કરવનો વાયદો કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને છેતરપીંડી કરી છે. બાદમાં પીડીતાને તેની ખબર પડતા વિવાદ થયો હતો અને વેપારીએ અનેક વખત યુવતીની મરજી વિરૂધ્ધ તેની ઉપર દુષ્કર્મ પણ આચર્યુ હતું. તેની વાત કોઈએ સાંભળી ન હતી. આ ઉપરાંત વેપારી અને પોલીસ દ્વારા સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે તે કોર્ટમાં પહોંચી હતી. આથી, તેને જામીન ન આપવા અરજ કરવામાં આવી હતી. આ ઉપરાંત વેપારીએ પીડીતાને બેલ્કમેલ કરવા મોકલેલ વિડીયો ક્લિપને પણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં. જેને ધ્યાનમાં રાખતા કોર્ટે પ્રકાશ પટેલના આગોતરા જામીન રદ્દ કરી દીધા છે.

Most Popular

To Top