Gujarat

શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના સિનિયર નેતાઓ પાટણમાં એક મંચ પર દેખાયા

2022ની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની નેતાગીરી તૈયારીઓ શંકરસિંહ બાપુને સાથે રાખીને કરી રહી હોય તેવો માહોલ શુક્રવારે પાટણમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને વિજયાદશમીએ પાટણમાં યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સિનિયર કોંગી નેતાઓ ભરતસિંહ સોલંકી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક જ મંચ પર જ જોવા મળ્યા હતા.

પાટણના વડુ ખાતે યોજાયેલા સમાંરભમાં એવી પણ માંગ કરાઈ હતી કે રાજ્યમાં ક્ષત્રિય – ઠાકોર સમાજના હોય તેવું આહવાન કરવામાં આવ્યું હતું. કોંગીના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે કોઈ એકલા સમાજથી રાજનીતિ નહીં ચાલે, તમારે તમામ સમાજને સાથે રાખીને ચાલવુ પડશે, તે પછી જ ઠાકોર સમાજનો સીએમ બનશે.

પૂર્વ કેન્દ્રિય કેબીનેટ મંત્રી ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે અત્યારે દેશને લૂંટવામાં આવી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ કહ્યું હતું કે સૌનો આજે સંકલ્પ છે, આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ધર્મ, સત્ય, ન્યાયની કોંગ્રેસની સરકાર બને તે, સામાન્ય જનનું શાસન બને તે માટે સૌએ સંકલ્પ કર્યો છે.

કોંગ્રેસ કાર્યકરો દ્વારા મોંધવારીના રાવણનું દહન, પોલીસ દ્વારા અટકાયત
રાજ્યભરમાં દશેરાના પર્વ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા મેંધવારીના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અમદાવાદ તેમજ જુનાગઢમાં કોંગેસના કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

Most Popular

To Top