Top News

More Posts

   The Latest

Most Popular

ભાવનગર: ભાવનગરના (Bhavnagar) મહુવાના સેદરડા ગામમાં અકસ્માતે (Accident) એક યુવક રોઝકી ડેમમાં (Dam) પડી ગયો હતો. જેને બચાવવા જતાં યુવાનની માતા, બહેન અને ભાભી પણ ઉંડા પાણીમાં ડૂબી (Drowned) ગયા હતા. જેને લઈ એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત (Death) નિપજ્યા છે. જેથી નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

  • ભાવનગરમાં મહુવાના સેદરડા ગામમાં એક જ પરિવારના 4 લોકોના મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
  • ડૂબી રહેલા યુવક સહિત બચાવવા ગયેલા એકપણ ને તરતા આવડતું ન હતું. ફાયરની ટીમે તમામની લાશો શોધી કાઢી

મહુવા તાલુકાના સેદરડા ગામે રહેતા અને ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા એક પરીવારની મહિલાઓ સોમવારે બપોરે ગામની સીમમાં આવેલા રોઝકી ડેમ ખાતે કપડાં ધોવા માટે ગઈ હતી. જેમાં મંગુબેન આણંદભાઈ બારૈયા (ઉ.વ.45), કાજલબેન પ્રદિપભાઈ બારૈયા (ઉ.વ.21), દક્ષાબેન મનુ ઉર્ફે મુન્નાભાઈ શિયાળ (ઉ.વ.22) તેમજ મહિલાઓની સાથે 21 વર્ષિય યુવક નિકુલ આણંદભાઈ બારૈયા પણ ડેમ ખાતે હાજર હતો.

આ દરમિયાન નિકુલ ડેમના પાળે આંટો મારી રહ્યો હતો, ત્યારે અકસ્માતે તેનો પગ લપસતા તે ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી કપડાં ધોઈ રહેલી તેની માતા મંગુબેને પુત્રને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં એ પણ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતાં પુત્રવધૂ કાજલબેન પણ સાસુ અને દિયરને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જોકે, આ ત્રણેય પૈકી એક પણ વ્યક્તિને તરતા આવડતું ન હોય આથી ત્રણેય લોકો ડૂબવા લાગ્યા હતા. આ જોઈ કાંઠે ઉભેલી દક્ષાબેને પણ આ ત્રણેય વ્યક્તિઓને બચાવવા જતાં એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને મોટા ખુંટવડા પોલીસ તથા મહુવા ફાયરબ્રિગેડને અને મામલતદારને જાણ કરી હતી. એક જ પરીવારના પુત્ર, માતા, બહેન અને ભાભીની લાશને બહાર કાઢી હતી. બનાવ અંગે મોટા ખુંટવડા પોલીસે તપાસ હાથ ધરી છે.

કુબેર ભંડારીનાં દર્શન કરવા આવેલો મરાઠી પરિવારનો યુવાન ડૂબી ગયો
રાજપીપળા: નર્મદા જિલ્લામાં તાજેતરમાં જ માંડણ ગામ ખાતે ભરૂચના જોલવા ગામના એક જ પરિવારના પાંચ લોકો નદીમાં ડૂબી ગયા હતા.

  • ધોરણ-૧૨માં અભ્યાસ કરતો આયુષ કુલકર્ણી નાસિકથી પોઇચા આવ્યો હતો

ત્યારે સોમવારે મહારાષ્ટ્રથી કુબેર ભંડારી મંદિર ખાતે દર્શન કરવા આવેલા ધોરણ-૧૨માં અભ્યાસ કરતો આયુષ ઉમેશ કુલકર્ણી (ઉં.વ.19) (રહે., પવનનગરી, નાસિક, મહારાષ્ટ્ર)પોતાના પરિવાર સાથે નર્મદાના પોઇચા ખાતે કુબેર ભંડારી મંદિરમાં દર્શન કરવા આવ્યો હતો. ત્યાંથી નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા, ત્યાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

To Top