National

કર્ણાટકમાં રાકેશ ટિકૈત પર શાહી ફેંકાઈ, પત્રકાર પરિષદમાં મારામારી સાથે ખુરશીઓ ઉછળી

કર્ણાટક: કર્ણાટક(Karnataka)ની રાજધાની બેંગલુરુ(Bengaluru)માં ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tiket) પર શાહી(Ink) ફેંકવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મારામાર બાદ કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. પહેલા ટિકૈત પર માઈક વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી અન્ય એક વ્યક્તિએ તેમના પર શાહી ફેંકી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટિકૈત પર હુમલો કરનારા લોકો સ્થાનિક ખેડૂત નેતા કે ચંદ્રશેખરના સમર્થક હતા. આ પછી રાકેશ ટિકૈતના સમર્થકોએ હુમલો કરનાર વ્યક્તિને પકડી લીધો હતો અને શાહી ફેંકી હતી. કાર્યક્રમમાં ઘણી બધી ખુરશીઓ પણ ઉછળી હતી.

સ્થાનિક ખેડૂત નેતાના સમર્થકોએ શાહી ફેંકી
કહેવામાં આવી રહ્યું છે કે આ શાહી સ્થાનિક ખેડૂત નેતા કે ચંદ્રશેખરના સમર્થકોએ ફેંકી હતી. ખરેખર, અહીંના સ્થાનિક મીડિયાએ તાજેતરમાં કે ચંદ્રશેખર વિશે એક સ્ટિંગ કર્યું હતું. આ વીડિયોમાં ચંદ્રશેખરે બસ હડતાળ માટે પૈસાની માંગણી કરી હતી. એટલું જ નહીં, તેમણે રાકેશ ટિકૈત અને અન્ય ખેડૂત નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાકેશ ટિકૈતે કર્ણાટક પોલીસ પર સવાલો ઉઠાવ્યા
બેંગલુરુમાં મીડિયાની વાતચીત દરમિયાન જ્યારે રાકેશ ટિકૈતને કે ચંદ્રશેખર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેને ચંદ્રશેખર સાથે કોઈ લેવાદેવા નથી. રાકેશ ટિકૈતે કહ્યું, ચંદ્રશેખર ફ્રોડ છે. આ પછી અચાનક ચંદ્રશેખરના એક સમર્થકે રાકેશ ટિકૈત પર શાહી ફેંકી હતી. આનાથી રાકેશ ટિકૈતના કાર્યક્રમમાં હાજર સમર્થકો રોષે ભરાયા હતા. તેણે શાહી ફેંકનાર વ્યક્તિને પકડી લીધો. આ પછી ચંદ્રશેખરના સમર્થકો અને રાકેશ ટિકૈતના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું. બંને પક્ષો વચ્ચે મારામારી થયા બાદ ખુરશીઓ ઉછળી હતી. આ પછી કાર્યક્રમમાં ભારે હોબાળો અને નારાબાજી થઈ હતી.

રાકેશ ટિકૈતે કર્ણાટક પોલીસ પર સવાલો ઉઠાવ્યા
રાકેશ ટિકૈતે કહ્યું કે અહીં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં આવી નથી. આ સરકારની મિલીભગતથી કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.

Most Popular

To Top