SURAT

સગો ભાણેજ મામા-મામીના અભદ્ર ફોટા મુકી એલફેલ ગાળો આપતો, સામી છાતીએ લડવા કહ્યું અને પછી..

સુરત : વેડરોડ ઉપર રહેતા વેપારી અને તેની પત્નીને (Wife) ફેસબુકમાં (Facebook) ધમકી આપીને લડી લેવાનું કહેતા પોલીસે (Police) ગુનો નોંધીને વેપારીના સગા ભાણેજની જ ધરપકડ કરી હતી. ભાણેજની પુછપરછમાં મામા-મામીએ ભાણેજની અલગ રહેતી પત્નીનો ફોટો સ્ટેટસ (Status) ઉપર મુક્યો હોવાથી તેને ગાળો આપવામાં આવી હતી.

બોટાદ જિલ્લ્લાના લાખેણી ગામે રહેતા ભરતભાઈ શામજીભાઈ સલીયા સુરતમાં વેડરોડ આંગન રેસીડન્સીમાં રહે છે. છેલ્લા ત્રણ મહિનાથી ભરતભાઈના ફેસબુક એકાઉન્ટમાં અને તેની પત્નીના ફેસબુક એકાઉન્ટમાં કોઈ અજાણ્યો વ્યક્તિ એલફેલ કોમેન્ટ કરી હેરાન પરેશાન કરતો હતો. આ ઉપરાંત તેને અને તેની પત્નીને એલફેલ મેસેજ કરી અભદ્ર ફોટા અને મેસેજ મોકલી ધમકી પણ આપતો હતો. ભરતભાઇ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર કોઇપણ પોસ્ટ કરતા ત્યારે તેઓને ગાળો આપીને સામી છાતીએ લડી લેવા માટે કહેવામાં આવતું હતું. અજાણ્યાના ત્રાસથી કંટાળીને ભરતભાઇએ સિંગણપોર પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે સિંગણપોર પીઆઇ આર.સી.વસાવાએ ટેક્નિકલ સ્ટાફની મદદ લઇને ભરતભાઇના ભાણેજ સંજય કાળુભાઇ સલીયાને પકડી પાડ્યો હતો.

ભાણેજની અલગ રહેતી પત્નીનો ફોટો સ્ટેટસ ઉપર મુકતા ગાળો આપી હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે સંજયની પત્ની છેલ્લા ઘણા સમયથી અલગ રહે છે. લગ્નપ્રસંગમાં બધા સંબંધીઓ ભેગા થયા બાદ ભરતભાઇએ એક ફોટો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેમાં સંજયની પત્ની પણ હતી. આ વાતથી નારાજ થઇને સંજયે ભરતભાઇને અલગ એકાઉન્ટથી ગાળો આપવાનું શરૂ કરી દીધું હતુ અને સામી છાતીએ લડી લેવા માટે કહ્યું હતું. પોલીસે સંજયની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.

‘ઝુકેગા નહીં, છોડેગા નહી સાલા, જો ભી હો જાયે’- શિક્ષિકાને મિત્રની ધમકી

સુરત : વડોદ (Vadod) ખાતે રહેતી અને ભેસ્તાનની શાળાની (School) શિક્ષિકાના (Teacher) વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી ફોટો લઈને પંકજ રાજ નામના ફેસબુક આઈડી (Facebook ID) ઉપર અપલોડ (Upload) કરી દેવાયા હોવાની ફરિયાદ (Complaint) પાંડેસરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી.

વડોદ ખાતે રહેતી 35 વર્ષીય પ્રિયા (નામ બદલ્યું છે) ભેસ્તાન ખાતે આવેલી ખાનગી શાળામાં શિક્ષિકા છે. પ્રિયાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 31 માર્ચે તેમના ફેસબુક ફ્રેન્ડ અને એક મિત્રએ ફોન કરીને કોઈ પંકજ રાજ નામના ફેસબુક ધારકે પ્રિયાના ફોટો પોતાના આઈડી ઉપર અપલોડ કર્યા હોવાનું કહ્યું હતું. પ્રિયાના મિત્રએ પંકજ રાજને ફોટો અપલોડ નહીં કરવા સૂચના આપી હતી. જો ફોટો અપલોડ કરશે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. ત્યારબાદ પંકજ રાજ નામની ફેસબુક આઈડી પર ‘છોડેગા નહી સાલા, ઝુકેગા નહીં સાલા, જો ભી હો જાયે’ તેવા ડાયલોગ લખી મોકલ્યા હતા. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top