SURAT

સુરતના તત્કાલિન ડીસીપી વિધી ચૌધરી અને બે પોલીસ ઈન્સ્પેક્ટરનું અમિત શાહના હસ્તે સન્માન કરાયું

સુરત: (Surat) શહેરના તત્કાલિન ડીસીપી વિધી ચૌધરી(DCP Vidhi Chodhary) , પીઆઈ એમએમ સાળુંકે અને એવાય બલોચ તથા એએસઆઈ બળવંતસિંહને શ્રેષ્ઠ ડિટેક્શન કામગીરી બદલ રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના (Home Minister Amit Shah) હસ્તે સન્માનિત કરાયા હતા.

  • વિધી ચૌધરીએ બાળકીના બળાત્કારીઓને વૈજ્ઞાનિક પુરાવાને આધારે સજા અપાવી હતી
  • પીઆઈ સાળુંકેએ થાઈલેન્ડ ગર્લ મર્ડર મિસ્ટ્રી અને બલોચે અપહરણ કેસ સોલ્વ કર્યો

હાલ ગાંધીનગરમાં જોઇન્ટ ડાયરેક્ટર, ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુસનની કચેરીમાં ફરજ બજાવી રહેલા અને જે તે સમયે સુરતના ડીસીપી વિધી ચૌધરીએ સચિન જી.આઇ.ડી.સી.માં ૪ વર્ષની બાળકીના બળાત્કારીઓને વૈજ્ઞાનિક પુરાવાઓ આધારે સજા કરાવી હતી. હાલ ઇકો સેલમાં ફરજ બજાવતા પીઆઈ એ.વાય. બલોચે સુરેન્દ્રનગરમાં બે યુવાનના અપહરણ અને 40 લાખની ખંડણીના કેસમાં આરોપીઓને શોધી કાઢી યુવાનોને હેમખેમ છોડાવ્યા હતા.

મગદલ્લા ગામમાં વર્ષ 2021 માં ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા થાઇલેન્ડની યુવતીના ભેદી મોતના અકસ્માતના ગુનામાં ઉડાણપૂર્વક તપાસ કરી હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. આ ગુનામાં ઉંડણપૂર્વક તપાસ કરી આરોપીઓને ઉમરા પીઆઈ અને હાલ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી રહેલા એમ.એમ.સાળુકેએ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

લિંબાયતમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓને વૈજ્ઞાનિક તથા ડી.એન.એ. આધારે તપાસ કરી એએસઓઈ બળવંતસિંહ અમરસિંહ બારીયાએ આરોપીની અટક કરી તેને ફાંસીની સજા કરાવી હતી.

પોલીસ કોન્સ્ટેબલો માટે બી કેટેગરીના 40 આવાસનું કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ
સુરત : ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિનરહેણાંક અને રહેણાંક આવાસોના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે રામપુરા પોલીસ લાઈન, લાલગેટ ખાતે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા 7 કરોડના ખર્ચે પોલીસ કોન્સ્ટેબલો માટેના નવનિર્મિત અદ્યતન સુવિધાયુક્ત બી-કેટેગરીના 40 આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ સંપન્ન થયું હતું.

ગૃહમંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશભરની પોલીસ ફોર્સ દેશની આંતરિક સુરક્ષા માટે હમેશા કટિબદ્ધ છે. સમયની સાથે કદમતાલ મિલાવી પોલીસ વિભાગને અપગ્રેડ કરવાની સરકારની જવાબદારી છે, ત્યારે જનતાની સુરક્ષામાં ફરજનિષ્ઠ રહેતા પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોનું ધ્યાન રાખવા માટે પણ સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓ 24 કલાક, 365 દિવસ ફરજ બજાવતા હોય છે. મૂકસેવકો એવા સુરક્ષાકર્મીઓ માટે અદ્યતન આવાસીય વ્યવસ્થા, ક્વાર્ટર્સની ભેટ આપવા બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પહેલી વખત કોન્સ્ટેબલો માટે બી કેટેગરીના આવાસ ફાળવાયા
નોંધનીય છે કે, B કેટેગરીના ક્વાટર્સ પોલીસ કોન્સ્ટેબલ માટે હોય છે. અત્યાર સુધી 1-BHK મકાન ફાળવવામાં આવતા હતા. સુરતમાં પ્રથમવાર B કેટેગરીમાં પોલીસ કોન્સ્ટેબલો માટે 2-BHKના મકાન ફાળવવામાં આવ્યા છે.

Most Popular

To Top