Dakshin Gujarat

સગાઈ તૂટી ગયા બાદ અંકલેશ્વરના યુવકે બદલો લેવા યુવતીની રેકી કરી, આ હરકત કરી રફૂચક્કર થઈ ગયો

બીલીમોરા: બીલીમોરામાં (Billimora) રહેતી મુસ્લિમ યુવતીની સગાઈ અંકલેશ્વરના (Ankleshwar) યુવાન સાથે થયા બાદ યુવતીએ સગાઈ તોડી નાખતા ગુસ્સે થયેલા યુવાને યુવતીને રસ્તામાં (Road) રોકી ગલીમાં ખેંચી જઈને માર માર્યો હતો. તદુપરાંત યુવતીનું પર્સ અને મોબાઇલની પણ લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાન ફરાર થઈ જતાં હેબતાય ગયેલી યુવતીએ પોલીસમાં ફરિયાદ (Police Complaint) આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં પૂરી દીધો છે.

બીલીમોરાની મુસ્લિમ યુવતીએ સગાઈ તોડી નાખતા ગુસ્સે થયેલા અંકલેશ્વરના યુવાને બદલો લેવાનું વિચારી લીધું હતું. તેણીને સાંજે રસ્તા પરથી ખેંચીને ગલીમાં લઈ જઈ માર માર્યો, એનું પર્સ અને મોબાઇલ પણ લઇ લીધા બાદ જતાં જતાં મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી હતી. બીલીમોરા ગૌહરબાગ રહેતી મારુંફા નવસારીમાં નોકરી કરે છે. તે ગત તા. 27/5/2022 મીએ સાંજે નોકરી કરીને બસમાં પરત ફરતી વખતે એસટી ડેપોથી ગોહરબાગ ઘરે જતી વખતે સાગર સ્ટુડિયો પાસે શેહજાદ અચાનક આવીને તેનો હાથ પકડી બાજુમાં આવેલી શૈશવ હોસ્પિટલની ગલીમાં બળજબરીપૂર્વક તેણીને ખેંચી ગયો હતો અને તેની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. પણ મારુંફાએ ઇનકાર કરતા તેને ગળામાંથી પકડી નીચે પાડી દીધી હતી. મારુંફાને ચક્કર આવતા સહેજાદે તેનું પર્સ અને મોબાઇલ લઇને રિક્ષામાં તેને બેસાડી ઘરે ચૂપચાપ જવા જણાવ્યું હતું. નહીં તો પેટમાં ચપ્પુ મારીને જંગલમાં ફેંકી દેવાની ધમકી આપી શેહઝાદ ત્યાંથી જતો રહ્યો હતો. ઘરે પહોંચેલી અને ગભરાયેલી મારૂફા પાસે પરિવારે બનાવની વિગતો મેળવી પોલીસ પાસે ગયા હતા. જ્યાં પોલીસે ભોગ બનનાર યુવતીની અરજી લઈને બીલીમોરા પોલીસ સ્ટેશનના સિનિયર ફોજદાર ડીઆર પઢેરિયાએ (એનસી) ફરિયાદ નોંધી છે.

શેહઝાદ કામ ધંધો કરતો ન હતો ને ગુસ્સાવાળા સ્વભાવનો હોવાથી યુવતીએ સગાઈ તોડી નાંખી હતી
મારૂંફાની સગાઈ ઓગસ્ટ 2021માં શેહઝાદ રસૂલખાન પઠાન સાથે થઈ હતી. પણ તે કોઈ કામ ધંધો નહીં કરતો હોવાથી અને વધારે પડતો ગુસ્સાવાળા સ્વભાવનો હોવાથી મારુંફાએ જાન્યુઆરી 2022માં સગાઈ તોડી નાખી હતી. ગુસ્સે ભરાયેલા શહેઝાદે મારુંફાની રેકી કરવા લાગ્યો હતો, તેનો પીછો કરી લગ્ન કેમ નથી કરવા માંગતી તેવું પુછવા પણ લાગ્યો હતો, અને છેવટે શેહઝાદે મારુંફા ઉપર હુમલો કરી તેનો મોબાઇલ અને પર્સ લઈને રફૂચક્કર થઈ ગયો હતો.

Most Popular

To Top