Sports

અમદાવાદ રોડ શો: ગુજરાત ટાઈટન્સને ગુજરાતીઓએ વધાવી લીધું, રોડ પર જશ્નનો માહોલ

અમદાવાદ: IPLમાં પ્રથમ ડેબ્યુ કરનારી ગુજરાતની ટીમે ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઇટન્સે (GT) અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાયેલી IPL 15મી સિઝનની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને પોતાની ડેબ્યુ સિઝનમાં જ ટાઇટલ જીતી (Winner) ખ્યાતિ મેળવી મેળવી હતી. પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી હતી. ગુજરાત ટાઈટન્સની જીતનો જશ્ન ગુજરાતના અમદાવાદ ખાતે એક ભવ્ય રોડ શો (Raod Show) કરી મનાવવામાં આવી રહ્યો હતો. ગુજરાત ટાઇટન્સની ટીમને આવકારી ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાતથી રોડ શો શરૂ થયો અને રિવરફ્રન્ટ સુધી યોજાયો હતો. આ રોડ શો કુલ 6 કિલોમીટરનો થયો હતો. આ ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવ્યો હતો.

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે ગુજરાત ટાઈટન્સની જીત બાદ આજે ઉસ્માનપુરાથી રોડ શો યોજાયો હતો. હયાત હોટલથી ઇન્કમટેક્સ નીચેની તરફથી યુ ટર્ન લઈ ઉસ્માન પુરા, ઉસ્માનપુરાથી જમણી બાજુ થઈ દર્પણ એકેડમી થઈ રિવરફ્રન્ટ પર તરફ અને ત્યાંથી ગાંધીબ્રિજ રિવરફ્રન્ટ સુધી, ગાંધીબ્રિજથી યુ ટર્ન લઈને રિવરફ્રન્ટ પરથી ઉસ્માન પુરા થઈને હયાત હોટલ સુઘી આ શો યોજાયો હતો.

આ જીત પછી ગુજરાત પર BCCIએ ધનવર્ષા કરી હતી. ગુજરાત ટાઈટન્સને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળી હતી. રાજસ્થાન રોયલ્સને પર પણ 12.5 કરોડ રૂપિયાની ધનવર્ષા કરવામાં આવી હતી. ત્રીજા નંબર પર આવી અટકી ગયેલી બેંગલોરની ટીમને 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉની ટીમને 6.5 કરોડ રૂપિયાનું કેશ પ્રાઇઝ મળ્યું હતું. મળતી માહિતી મુજબ રાજસ્થાનની બેટિંગ હતી તે સમય દરમિયાન બીગ સ્ક્રિન પર ગૃહમંત્રી અમિત શાહને જોતા ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અમિત શાહની સાથે મોદી-મોદીના નારા પણ ચાહકોએ સ્ટેડિયમમાં લગાવ્યા હતા.

ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ટીમના દરેક પ્લેયરે જોરદાર મહેનત કરી હતી. જીતનો મંત્ર કહેતા તેમણે કહ્યું કે હંમેશા બોલર તમને મેચ જીતાડે છે, જ્યારે બેટ્સમેન સ્કોર કરી નથી શકતા ત્યારે તમારી પાસે સારી બોલિંગ લાઈન હોવી જોઈએ અને તે હંમેશા કામ લાગે છે. જ્યારે અમે ટીમ બનાવતા હતા ત્યારે શરૂઆતથી જ અમે નક્કી કરી રાખ્યું હતું કે અમે એક મજબૂત બોલિંગલાઈન તૈયાર કરીશું, કારણ કે ક્યારેક બેટ્સમન સ્કોર ન પણ કરી શકે તો તમે બોલરની મદદથી જીત મેળવી શકો છો.

Most Popular

To Top