Gujarat

પેસેન્જરો માટે સારા સમાચાર: અમદાવાદ એરપોર્ટ પર હવે રીક્ષા કે કેબ શોધવી નહિં પડે

અમદાવાદ: અમદાવાદમાં (Ahmadabad) એરલાઈન્સ માધ્યમથી આવતા લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદના એરપોર્ટ (Airport) પર પેસેન્જરોએ (Passenger) પોતાના ભારી-ભરખમ સામાન સાથે રીક્ષા કે કેબ માટે ભટકવું પડશે નહિં. કારણે કે અમદાવાદ એરપોર્ટ પર સેલ્ફ ડ્રાઈવિંગ (Self Driving)સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. એરપોર્ટ પરથી સેલ્ફ ડ્રાઈવિંગ માટે કાર ભાડે લઈ પેસેન્જર કામ પતાવી ફરી એરપોર્ટ પરત આવી શકે છે.

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશન એરપોર્ટ પર સેલ્ફ ડ્રાઈવિંગ સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. એરપોર્ટ પરથી આવતા મુસાફરોને બહાર જઈ રીક્ષા અથવા તો કેબ બુક કરાવવી પડતી હતી. પરંતુ હવે સેલ્ફ ડ્રાઈવિંગની સુવિધા બાદ બિઝનેસ પેસેન્જર અથવા તો પેસેન્જર શહેરનાં બે દિવસ માટે કાર બહાર લઈ જઈ પોતાનું કામ પતાવી કાર પરત એરપોર્ટ પર મૂકી જશે. અહીં  ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ મળી રહેશે.

આ સુવિધાનો લાભ કેવી રીતે મેળવશો?
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટનેશનલ એરપોર્ટ પર ‘રેન્ટ અ સેલ્ફ ડ્રાઈવ’ સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવશે. આ માટે એરપોર્ટના ટર્મિનલ અંદર જ એક કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. પેસેન્જર ત્યાં કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરાવીને ગાડી બુક કરાવી ચાવી મેળવી શકાશે. ગાડીનો કોઈ દુરુપયોગ ન થાય તે માટે ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવશે તેમજ છેતરપીંડીના બનાવો નહીં બને તે માટે GPS લગાવવામાં આવશે.

સેલ્ફ ટેક્સી સર્વિસના સંચાલક વિવેક શાહે કહ્યું કે અમદાવાદ શહેરમાં કામ અર્થે આવતા બિઝનેસ પ્રોફેશનલ અથવા તો દેશ-વિદેશથી પ્રવાસીઓ માટે સેલ્ફ ડ્રાઈવિંગનો ઓપ્શન મળી રહેશે. જેથી મુસાફરો એક-બે દિવસના કામ માટે કાર ભાડે લઈ જઈ શકશે અને કામ પતાવી પરત એરપોર્ટ પર આવી શકશે. મુસાફરોને હાલાકી ભોગવવી ન પડે તે માટે ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ મૂકવામાં આવ્યા છે.

સેલ્ફ ડ્રાઈવનું કેટલું હશે ભાડું
અમદાવાદમાં આવતા પેસેન્જર માટે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટ પર સેલ્ફ ડ્રાઈવ સુવિધા મળવા જઈ રહી છે. પેસેન્જરો એક-બે દિવસ માટે રજિસ્ટ્રેશન કરાવી કાર ભાડે લઈ જઈ શકે છે. આ કારનું આઠ કલાકનું ભાડું 1400 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસશીલ બની રહ્યું છે. અમદાવાદમાં રોજના 20 હજારથી વધુ પ્રવાસીઓ અવર-જવર થાય છે. તેથી પ્રવાસીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે એક પછી એક સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. 

Most Popular

To Top