સવારે દસ વાગ્યા સુધી સૂતી રહેનાર રિયા આજે છ વાગ્યે ઊઠી ગઈ.… ચા બનાવી ફૂલ છોડને પાણી પાયું. દરવાજા પાસે પડેલું છાપું...
ધવલ નર્સિંગ ચાર રસ્તા પાસેનો વિડીયો વાયરલ,બાઇકને રોડ વચ્ચે પાર્ક કરી લોકોનો રસ્તો રોક્યો યુવકે નશો કરી તમાશો કર્યો હોવાની આશંકા, યુવકના...
કોલેજ જવા નીકળેલી યુવતીઓ બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ...
ઝાયોનિસ્ટ શાસને મોટી ભૂલ કરી” Ayatollah Ali Khameneiના અવસાન પછી તેમના X (પૂર્વે ટ્વિટર) એકાઉન્ટ પરથી એક વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી છે....
જમ્મુ અને કાશ્મીર જેવી નાની ગણાતી ટીમે તેની પ્રથમ રણજી ટ્રોફી – જે દેશની સર્વોચ્ચ સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે – તે જીતી...
ત્રણ ફ્લાઇટ્સ અન્ય એરપોર્ટ તરફ વાળી:સુરત આવતી ફ્લાઇટ્સ અમદાવાદ-વડોદરા મોકલાઈ અમદાવાદ-વડોદરા ડાયવર્ટ : ઘન ધુમ્મસના કારણે શનિવારે સવારે Surat International Airport પર...
બિહારમાં આખરે જે બનવાનું હતું એ બન્યું છે. છેલ્લે ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળેલી છતાં વચન આપેલું એટલે નીતિશ ફરી મુખ્યમંત્રી...
એક સમય હતો કે જ્યારે આખા દેશમાં નસબંધી માટે સરકારી યોજનાઓ ચાલતી હતી. નસબંધી કરાવનારને સરકાર તરફથી નાણાં આપવામાં આવતાં હતા. ‘અમે...
અમેરિકાનો શ્રીલંકા પર દબાવ, બચાવાયેલા ઈરાની નૌસૈનિકોને ઈરાન ન મોકલવાની માંગ IRIS-Dena પર અમેરિકી સબમરીનનો ટોર્પીડો હુમલો, 80થી વધુ નૌસૈનિકોના મોત; બચાવાયેલા...
ભાજપ માટે કહેવાય છે કે જે રાજ્યમાં તેની સરકાર બને ત્યાં તે પહેલો ભોગ વિરોધીઓનો લે છે અને બીજો ભોગ પોતાના સહયોગીઓનો...
LPG Cylinder Prices: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવની અસર હવે ભારતમાં LPG ગેસના ભાવ પર જોવા...
બાલેન શાહની RSPની જોરદાર લહેર,K. P. Sharma Oli પોતાની સીટ હાર્યા નેપાળમાં ગુરુવારે યોજાયેલી સંસદીય ચૂંટણી પછી હાલ મતગણતરી ચાલી રહી છે...
માર્શલ આર્ટ પ્રેક્ટિસ વચ્ચે મજેદાર ઘટના વાયરલ,માર્શલ આર્ટ સ્ટેપ કરતી વખતે કરી ‘ના’… હોલમાં હાસ્યની લહેર લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ...
જે હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ ઉછાળતા હતા, ત્યાં જ MLO ઓફિસમાં સારવાર કરાવી વિવાદ છેડ્યો (પ્રતિનિધિ), વડોદરા. તા.6 વડોદરા :- શહેરના વોર્ડ નંબર...
આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા આણંદ તાલુકાના ચીખોદરા ગામમાં રહેતાં ધારાસભ્ય ગોવિંદભાઇના નિધનથી શોકનો મહોલઆણંદ: આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં રહેતા...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી T20 વર્લ્ડકપની ફાઈનલને લઈને શહેરમાં ક્રિકેટનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરી એકવાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તેમની કુલ સંપત્તિ...
ધણી જગ્યાએ એવી અફવાઓ આવી રહી છે કે પેટ્રોલ ડીઝલની અછત આવી શકે છે. જેને કારણે ઘણા પેટ્રોલ પંપ પર લોકોએ વાહનો...
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઈરાન બિનશરતી...
કહે છેને હાથમાંથી કોઈ છીનવી જાય, પણ નસીબમાં હોય એને કોઈ પણ છીનવી નથી શકતું, આ વાતને સાબિત કરતો એક કિસ્સો સુરતના...
ઇંધણ પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક ફ્યુઅલ બદલાવ અંગે સર્ક્યુલર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ઉદ્યોગોને માર્ગદર્શિકા વડોદરા : ઇંધણ પુરવઠા...
નીતિશ કુમાર ફરી એકવાર બિહારના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. લગભગ ૨૦ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ તેમણે હવે રાજ્યસભામાં પ્રવેશવાનો નિર્ણય...
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષની અસર હવે ગુજરાતના મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. પ્રોપેન ગેસના પુરવઠામાં...
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા મોબાઈલ, કમ્પ્યુટર, મોબાઈલ એપ અથવા વોટ્સએપ...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક સંપન્ન 8 તાલુકાઓ અને 5 નગરપાલિકાઓની બજેટ જોગવાઈમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ...
મુખ્ય ગલ્ફ દેશો ખાસ કરીને સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત યુનાઇટેડ સ્ટેટ્સમાં રોકાણ કરેલી તેમની મૂડી પાછી ખેંચી લેવા અથવા તેના પર...
વડોદરામાં એમપી ઓફિસ ઈ-પોર્ટલ લોન્ચ, હવે સાંસદ સાથે મુલાકાત કે રજૂઆત માટે માત્ર એક મેસેજ પૂરતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઇ...
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા મુગલીસરા ફાયર ચીફ ઓફિસરની ઓફિસની બહાર આજે સાંજે અચાનક રોડમાં ભુવો પડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ...
વડોદરા તારીખ 6 વડોદરા શહેરમાં વાડી વિસ્તારમાં સૂર્યનગરની ગલીમાં ચાલતા જુગાર પર પોલીસ દ્વારા રેડ કરાઈ હતી.પોલીસને જોઇ જુગારીઓમા દોડધામ મચી ગઈ...
વોલમાર્ટની માલિકીની ઈ-કોમર્સ કંપની Flipkartએ તેના વાર્ષિક પ્રદર્શન સમીક્ષા ચક્રના ભાગરૂપે આશરે 300 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. કંપનીમાં કુલ આશરે...
શું જુબિન નૌટિયાલે ગુપચુપ કર્યા લગ્ન? બાળપણની પ્રેમિકા સાથે સિક્રેટ લગ્નના સમાચાર વાયરલ
સેફ્ટી એલર્ટ અવગણાયા? વેદાંતા દુર્ઘટનામાં મોટા ખુલાસા, લાપરવાહીના આરોપ બાદ માલિક સામે FIR
KKRને શરૂઆતમાં જ ઝટકો: 2 ઓવરમાં 2 વિકેટ, GT મજબૂત સ્થિતિમાં
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલ્યો: વાણિજ્યિક જહાજો પસાર થઈ શકશે, ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો
વિવાદમાં ફસાયા પ્રકાશ રાજ, રામાયણ પર ટિપ્પણી કરવી ભારે પડી, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ: અલ્હાબાદ હાઈકોર્ટે CBI તપાસનો નિર્દેશ આપ્યો
AI બનશે NEET સ્ટુડન્ટ્સનો માર્ગદર્શક, ગૂગલની નવી સુવિધા લોન્ચ
અમિત શાહે સમજાવ્યું લોકસભાની 850 બેઠકોનું ગણિત: દક્ષિણના 5 રાજ્યોની સીટો 129 થી વધી 195 થશે
પુતિનની નવી વ્યૂહરચના? સ્પેસ વોરનો ખતરો વધ્યો, રશિયા પર પરમાણુ સેટેલાઇટ હુમલાનો આરોપ
રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર 2028માં મંગળ પર જશે, નાસા-સ્પેસએક્સનું મોટું મિશન
GCAS પોર્ટલ સામે વિદ્યાર્થીઓનો રોષ, VNSGU ખાતે ABVPનું ઉગ્ર પ્રદર્શન
રાહુલ ગાંધી સામે કેસ નોંધાઈ શકે છે: અલ્હાબાદ HC એ બેવડી નાગરિકતા મામલે તપાસનો આદેશ આપ્યો
બાંગ્લાદેશ vs ન્યુઝીલેન્ડ પહેલી ODI મેચ, સ્મિથનો ડબલ ઝટકો, લિટન-સૈફે સંભાળી ઇનિંગ
RBI લાવશે આ નિયમ: આટલા રૂપિયાની UPI ચુકવણી બાદ તમારા એકાઉન્ટ પર લાગશે એક કલાકનો બ્રેક
બુમરાહ આઉટ ઓફ ફોર્મ, રોહિત ઈજાગ્રસ્ત, સતત 4 હાર પછી ટીમમાં મોટા ફેરફારની તૈયારી
ઓપરેશન સિંદૂરના ‘જાદુગરો’ પકડાઈ ગયા છે: લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનથી હોબાળો
TCS નાસિક ઓફિસ વિવાદમાં મોટો દાવો, મહિલા કર્મચારીઓ પર દબાણ અને શોષણના આરોપ
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
વલસાડ કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી: દરિયામાં ફિલ્મી ઢબે બોટ આંતરી 55 લાખનો દારૂ જપ્ત થયો, 8 બુટલેગરોની ધરપકડ
કોંગ્રેસનો આક્રોશ
રાહુલ ગાંધી: મહિલા અનામતના નામે BJP ચૂંટણી નક્શો બદલવાનો પ્રયાસ કરી રહી છે
ઇમ્પેક્ટ પ્લેયર મુદ્દે કોહલીનો બદલાયો સ્ટેન્ડ, IPLમાં વાસ્તવિકતા સામે આવી
વડોદરા કોંગ્રેસમાં ‘સ્ટેજ’ માટે સંગ્રામ: પૂર્વ મંત્રી તુષાર ચૌધરીની સભામાં મહામંત્રીની અવગણના થતા હોબાળો
વડોદરા કોંગ્રેસના સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર: ‘ચૂંટણી લડવા દો, પ્રજાને નક્કી કરવા દો કે સિકંદર કોણ?
છબરડો: ભાજપના ઉમેદવાર સુધા પાંડે બી.એ.પહેલાં જ એમ.એ.ની ડિગ્રી મેળવી?
તેલંગાણામાં અરજી કેમ? આસામ કેમ ન ગયા? સુપ્રીમ કોર્ટના પવન ખેરાને તીખા સવાલો
ગાંધીનગરના આકાશમાં સૂર્યની આજુબાજુ અદભૂત ‘સૂર્ય મંડળ’ સર્જાયું: લોકોમાં કુતૂહલ સાથે ચર્ચા
વડોદરા નજીક કાર શોરૂમમાં રૂ. 26.06 લાખની ઉચાપતનો પર્દાફાશ
વંદે ભારત સહિત મેમુ, ઇન્ટરસિટી અને એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર
પ્રભસિમરન સિંહની અણનમ 80 રનની ઇનિંગ્સથી Punjab Kingsની શાનદાર જીત
સવારે દસ વાગ્યા સુધી સૂતી રહેનાર રિયા આજે છ વાગ્યે ઊઠી ગઈ.… ચા બનાવી ફૂલ છોડને પાણી પાયું. દરવાજા પાસે પડેલું છાપું અને ચા દાદાને આપ્યાં.… પપ્પાને મોર્નિંગ માટે ઉઠાડ્યા. ઘરમાં રિયાનું આ નવું સ્વરૂપ જોઈને બધાને નવાઈ લાગી. બધા આશ્ચર્ય સાથે તેને કામ કરતી જોઈ રહ્યાં. થોડા વખત પછી ન રહેવાયું એટલે ભાઈએ પૂછ્યું, ‘‘રિયા, આ બધું શું છે?’’ માસૂમ રિયાએ કહ્યું, ‘‘ છ મહિના પછી સાસરે જવાનું છે તો ત્યાં આ બધું મારે કરવું પડશે ને ત્યાં કોણ હશે મને જગાડવા માટે? મારાં કામ કરવા માટે?’’ માતા-પિતા વિચારવા લાગ્યાં. છ મહિના પછી લગ્ન નક્કી કર્યા અને આજથી જ આ ઢીંગલી જેવી દીકરીમાં આટલું બધું પરિવર્તન. ‘‘દીકરી મોટી થઈ ગઈ.’’ રાજી થવું કે દુઃખી થવું કંઈ ન સમજાયું.
છ મહિના વીતી ગયા. સાસરે બધી જવાબદારી બરાબર નિભાવી શકાય તે માટે રિયાએ બરાબર પ્રેક્ટિસ કરી હતી. લગ્ન થયાં. રિયા સાસરે આવી, સવારે જલ્દી ઊઠવા ત્રણ ત્રણ એલાર્મ મૂક્યાં પરંતુ એલાર્મ નહીં વાગે તો એ ચિંતામાં તે સૂઈ જ ન શકી. સવારે જલ્દી નાહી ધોઈ પૂજા કરી રસોઈની તૈયારી કરવાનું વિચારવા લાગી. શું બનાવવું તે બધાને ભાવે તેમ વિચારતી હતી ત્યાં સાસુમાનો અવાજ આવ્યો, ‘‘રિયા શું કામ આટલી જલ્દી ઊઠી? લગ્નની ધમાલમાં થાકી ગઈ હોઈશ. બરાબર આરામ કરી લે નહીં તો માંદી પડીશ.’’ સાસુમાની વાત સાંભળી રિયાને નવાઈ લાગી. વહેલાં ઊઠવાની પોતે કેટલી પ્રેક્ટિસ કરી હતી, ચિંતા કરી હતી અને અહીં તો વાત જ જુદી હતી.
સાસુમાએ આગળ કહ્યું, ‘‘જો મને ખબર છે તું ખૂબ ભણેલી છે એટલે રસોઈ શીખવાનો મોકો ઓછો મળ્યો હશે, વાંધો નહીં. હું બધું શીખવાડી દઈશ. જો આજે પનીર મટરનું શાક, લચ્છા પરાઠા અને ગાજરનો હલવો બનાવું છું.’’ આ સાંભળી રિયાને વળી નવાઈ લાગી, ‘અરે આ બધું તો મારું ફેવરિટ! સાસરામાં બધાની પસંદની ચિંતા હું કરી રહી હતી તો સાસુમાએ મારી પસંદને યાદ રાખી.’’
સાસુમાએ કહ્યું, ‘‘રિયા મનમાંથી બધો ડર અને ચિંતા કાઢી નાખ. આ તારું ઘર છે. આ કોઈ પરીક્ષાકેન્દ્ર નથી જ્યાં તારે ડગલે ને પગલે નવી પરીક્ષા આપવાની હોય. તું અહીં માત્ર કામ કરવા કે બધાની જરૂરિયાતો સાચવવા માટે નથી આવી. તું અહીં મારા દીકરાની અને કુટુંબની ખુશી બનીને આવી છે અને એટલે તારી ખુશી જાળવવી એ અમારું પહેલું કર્તવ્ય છે. રિયાને સાસુ સ્વરૂપે બીજી મા મળી ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.