નવી દિલ્હી (New Delhi): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે, એવામાં ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં અનુનાસિક રસીના...
ગાંધીનગર (Gandhinagar): અમદાવાદમાં ફરીવાર BRTS બસનો અકસ્માત થયો છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં (Satellite Ahmedabad) ઈસરો પાસે આજે સવારે 11 વાગ્યાની આસપાસ BRTSની...
સુરત: ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાતના મોટા ભાગના નાના તથા મોટા સોલાર ઉદ્યમીઓ સાથે બેઠક (MEETING) કરવામાં આવી હતી અને તેમાં નવી સોલાર...
સામાન્ય રીતે કોઈ પણ તહેવારની ઉજવણીમાં ગરીબોને રોજગારી મળતી હોય છે, ત્યારે ભારતમાં ખાસ કરીને કોવિડ ક્લસ્ટર રાજ્યોમાં દિવાળીની ઉજવણી નિષેધ હતી,...
“ભગવાનને દુનિયામે મેરે લિયે કોઇ જગહ નહીં બનાઇ , દુનિયા છોડ કર જા રહી હું”ચિઠ્ઠી લખીને ગુમ (MISSING) થયેલી સુરત અડાજણ વિસ્તારમાં...
એક આદિવાસીઓનું ગામ અને ગામમાં એક નાનકડી શાળા.આદિવાસીઓને માંડ બે ટંક ખાવાનું મળે ત્યાં કપડાં,યુનિફોર્મ કે પગમાં ચંપલની તો વાત જ કયાં...
સુરત: વેસુની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે (WHITE LOTUS INTERNATIONAL SCHOOL) છેલ્લા કેટલાક દિવસથી ફી નહીં ભરનારા વાલીઓનાં બાળકોને ઓનલાઇન એજ્યુકેશનથી બહાર કરી...
જેમ ભારે વરસાદ આપણી જાહેર સેવાઓની પોલ ખોલી નાખે છે તેમ કોરોના મહામારીએ આપણી જાહેર વ્યવસ્થાઓની અનેક પોલ ખોલી નાખી છે. જેનાં...
ચેન્નાઇ (Chennai): મદ્રાસ હાઇકોર્ટે (Madras High Court) તમિળનાડુમાં (Tamil Nadu) 11 જાન્યુઆરી સુધી થિયેટરોને (Theater/Multiplex/Cinema) 50 ટકા ઑડિયન્સ સાથે સંચાલન કરવાનો આદેશ...
સુરત: અડાજણમાં વોશિંગ મશીન રિપેર કરવા માટે ગયેલા 20 વર્ષિય યુવકનું કરંટ લાગ્યા બાદ મોત નીપજવાની ઘટનામાં યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં મૃત...
નવી દિલ્હી (New Delhi): બ્રિટનમાં ઉદ્ભવેલા કોરોના વાયરસના (New strain/variant of Corona found in UK) પરિવર્તનશીલ નવા પ્રકારથી યુકે સહિત આખા વિેશ્વમાં...
બર્ડ ફ્લૂ (BIRD FLU) 2021ના સંકટે ફરી એક વખત જોર પકડ્યું છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ઘણા પક્ષીઓ આની ચપેટમાં આવ્યા છે....
કોરોના વાયરસ (CORONA VIRUS) ની વિશ્વભરમાં દેહશત છે. ચીનમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પાંચ મહિનામાં ચીનને સૌથી વધુ નવા કેસ...
વિશ્વભરના દેશો જે ઉપર આવે છે તેના પરના એક સૂચકાંકો ફ્રેજાઇલ ઈન્ડેક્સ અથવા નાજુક સરકારી સૂચકાંક છે અને ભારત 2014 થી સતત...
સિડની : ટેસ્ટના બીજા દિવસે શુક્રવારે ઓસ્ટ્રેલિયા( Australia)ની પ્રથમ ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથે સૌથી વધુ 131 રન બનાવ્યા. માર્નસ લાબુશેન (91) અને વિલ...
ગયા વર્ષના માર્ચ-એપ્રિલ મહિનામાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં લૉકડાઉન હતુ. ત્યારબાદ ધીમે ધીમે આ લૉકડાઉન કે નિયંત્રણો ક્રમશ: હળવા થતા ગયા....
ગુરુવારે યુ.એસ.ની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં થયેલી હિંસા બાદ હવે શાંતિ છે. કેપિટલ હિલ જેને સામાન્ય ભાષામાં સંસદ ભવન સંકુલ કહી શકાય, તેની...
નવી દિલ્હી (New Delhi): ચારે બાજુ કોરોનાની રસી (Corona Vaccine) વિશે વોતો ચાલુ રહી છે. ભારત જેવા દેશમાં રસીકરણ કાર્યક્રમને સફળ રીતે...
ભારતની લોકશાહી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે પાયાનો તફાવત છે કે ભારતમાં સરકારની માફકસરની ટીકા કરવાનો દરેક નાગરિકને અધિકાર છે, જ્યારે ચીનમાં સરકારની...
સાવલી: સાવલી તાલુકાના વસંત પુરા ગામે અચાનક ૨૫થી ૩૦ જેટલા કાગડા ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ ફેલાયો...
વડોદરા: વડોદરા શહેરના અટલાદરા ખાતે પિયરમાં રહેતાં પ્રીતિબહેને (નામ બદલ્યું છે) મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે પ્રીતિબહેનના...
વડોદરા: પોલીસ કોન્સ્ટેબલ નંબર પ્લેટ વગરની ચાલુ બાઇક ઉપર ફોન પર વાત કરી રહ્ના હતો. અને તેને માસ્ક પહેર્યું ન હતું જેને...
ઉત્તરપ્રદેશ (UTTAR PRADESH) ના બદાયુન (BADAUN) માં પોલીસે મહિલા સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાના મુખ્ય આરોપી મહંત સત્યનારાયણની ધરપકડ કરી છે....
વડોદરા: બેકાર દિયર માટે ડી.જે. સિસ્ટમ લાવવા માટે પિયરમાંથી રૂપિયા બે લાખ નહીં લાવે તો, ઘરમાં કામવાળી તરીકે રહેવું પડશે. તેમ કહી...
વડોદરા: શહેરના ન્યુવીઆઈપી રોડ પર આવેલા ખોડીયારનગર સ્થિત બ્રહમાનગરના ખુલ્લા મેદાનમાં મેદાનમાં ઝાડી ઝાંખરાં વચ્ચેથી કલરકામ કરતા શ્રમજીવી યુવાનની હત્યા કરી ત્યજી...
દાહોદ : દાહોદ શહેરને અડીને આવેલ અમદાવાદ – ઈન્દૌર હાઈવે સ્થિત આજરોજ સવારના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ટ્રેક્ટર,સ્કોર્પિયોર અને બે બાઈકો વચ્ચે...
મુંબઈ (MUMBAI) ,સતત બે દિવસના ઘટાડા બાદ શુક્રવારે બજાર સારા ઉછાળા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ (SENSEX) 370.15 પોઇન્ટ વધીને 48,463.47 પર ટ્રેડ...
કાલોલ: મંગળવારની રાત થી બુધવારની સવાર સુધીમાં કાલોલની મહેશ નગર સોસાયટી તથા લકુલીશ નગર સોસાયટીમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલા તથા...
કાલોલ: કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામે રાઠવા ફળિયામાં રહેતા વિજયભાઈ કનુભાઈ રાઠવા ના લગ્ન પ્રસંગમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા સ્ટાફ દ્વારા...
આણંદ: આણંદ જિલ્લાના ખંભાત કે જે બંદર તરીકે જાણીતું હતું સમયાંતરે બંદર બંધ થયું હતું. જેના કારણે ખંભાત તાલુકામાં દરિયાઈ વિસ્તાર નજીક...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
નવી દિલ્હી (New Delhi): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે, એવામાં ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં અનુનાસિક રસીના (Nasal Vaccine) અજમાયશની મંજૂરી માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI) ને દરખાસ્ત મોકલી છે. જણાવી દઈએ કે દેશમાં ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ને (Covaxin) અને SIIની કોવિશિલ્ડ (CoviShield) સાથે તાત્કાલિક ઉપયોગની મંજૂરી મળી ગઇ છે.

મહિનાઓથી કોરોનાને હરાવવા એક સફળ રસી બનાવવાના મથી રહેલા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો હવે ઘણા અંશે સફળ થયા હોય એવુ લાગે છે કારણ કે દેશ સહિત વિશ્વમાં કોરોનાની ઘણી રસીઓ ઉપલબ્ધ છે. યુ કે., યુ.એસ સહિત કેટલાક દેશોમાં કોરોનાનું રસીકરણ શરૂ થઇ ગયુ છે. જો ભારત બાયોટેકની અનુનાસિક રસી અજમાયશમાં સફળ થાય છે, તો દેશમાં કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં મોટી સફળતા મળી શકે એમ છે. ઇન્જેકશનના સ્વરૂપને બદલે સીધી નાક વાટે અપાતી આ રસી વધુ અસરકારક નીવડી શકે એવો નિષ્ણાતોનો દાવો છે.

ભારત બાયોટેકે વૉશિંગ્ટન યુનિવર્સિટીના સહયોગથી અનુનાસિક રસી પર સંશોધન કર્યુ છે અને તેને તૈયાર કરી છે. આવી સ્થિતિમાં ભારત બોયટેકે આ રસીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલ્સ માટે પરવાનગી માંગી છે. કંપનીના જણાવ્યા મુજબ શરૂઆતમાં આ રસીના પરીક્ષણો નાગપુર, ભુવનેશ્વર, પૂણે અને હૈદરાબાદ જેવા શહેરોમાં હાથ ધરવામાં આવશે. આ રસીના અજમાયશ માટે 18 થી 65 વર્ષ સુધીના લોકોને સ્વયંસેવકો તરીકે લેવામાં આવશે, જેથી ટ્રાયલ સફળતાપૂર્વક ચલાવી શકાય.

હમણાં સુધી જે રસી બજારમાં આવી છે અથવા ભારતમાં માન્ય રસી આપવામાં આવી છે તે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. જો કે, અનુનાસિક રસી સીધી નાક દ્વારા આપવામાં આવે છે. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે આ પ્રકારની રસી વધુ અસરકારક છે. કારણ કે મોટાભાગના વાયરસ નાકમાંથી પસાર થાય છે. તેમજ નાક વાટે રસી અપાતા તે ઉપલા-નીચલા અંગ પર અસર કરે છે, જે અસરકારક સાબિત થશે. ભારત બાયોટેક દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ નાકની રસી અંગે જે સંશોધન કર્યું છે, તે વધુ અસરકારક સાબિત થયું છે. જો તે બજારમાં સફળતાપૂર્વક આવે છે, તો તે દેશમાં કોરોના સામેની લડતમાં ગેમ ચેન્જર (Game Changer) સાબિત થશે.