SURAT

‘ભગવાનને દુનિયામે મેરે લિયે કોઇ જગહ નહીં બનાઇ , દુનિયા છોડ કર જા રહી હું’ કહી સુરતની મહિલા ગુમ થઇ

“ભગવાનને દુનિયામે મેરે લિયે કોઇ જગહ નહીં બનાઇ , દુનિયા છોડ કર જા રહી હું”ચિઠ્ઠી લખીને ગુમ (MISSING) થયેલી સુરત અડાજણ વિસ્તારમાં રહેતી અને રાષ્ટ્રીયકૃત બેંકમાં કામ કરતી મહિલાના ગુમ થયાની ફરિયાદ અડાજણ (ADAJAN) પોલીસમાં નોંધાઇ છે. મુળ ઝારખંડની રહેવાસી 31 વર્ષીય રજનીકુમારી અડાજણ અંકુર સોસાયટીમાં નાની બહેન રાની સાથે રહીને નોકરી કરે છે. આ બંને બહેનો એક રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરે છે. અને રજનીકુમારી નાનપુરા શાખામાં નોકરી કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 31 વર્ષીય રજનીકુમારી અડાજણ અંકુર સોસાયટીમાં નાની બહેન રાની સાથે રહેતી હતી. આ બંને બહેનો એક રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરે છે. રજનીકુમારી નાનપુરા શાખામાં નોકરી કરે છે. બંને બહેનો મૂળ ઝારખંડની રહેવાસી છે, અને સુરતમાં નોકરી અર્થે રહે છે. ત્યારે 7 જાન્યુઆરીના રોજ સવારે બંને બહેનો એકસાથે નોકરી માટે ઘરેથી નીકળી હતી. પરંતુ રજનીકુમારી બેંકમાં પહોંચી ન હતી. તેથી તેની બેંકના કર્મચારીઓએ તેની નાની બહેન રાનીને આ વિશે પૂછપરછ કરી હતી. રાનીએ રજનીનો સંપર્ક કરતા તેનો ફોન પણ બંધ હતો.

મોટી બહેનના અચાનક આમ ગુમ થઈ જવાથી નાની બહેને સુરતમાં અનેક સ્થળે રજનીની શોધ ચલાવી હતી, પણ સાંજ સુધી તે મળી ન હતી. તો તેનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. અંતે રાનીએ ઘરે તપાસ કરતા તેને ઘરેથી રજનીનો ફોન અને ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, ‘મુઝે ઢુંઢનેકી કોશિશ મત કરના, ભગવાનને મેરે લિયે દુનિયામાં કોઇ જગહ નહીં બનાઇ ઇસ લિએ દુનિયા છોડ કર જા રહી હું. રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે. love you, sorry.’

આ ચિઠ્ઠી મળતા જ ગભરાઇ ગયેલી રાનીએ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ દીધી છે. રજનીકુમારીને માર્ચ 2020માં સગાઇ થઇ હતી. જોકે,બાદમાં સગાઇ તુટી ગઇ હતી. જેના કારણે રજની કુમારી તણાવમાં રહેતી હતી. આ કારણોસર તેણીએ ઘર છોડ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

રજનીના ગુમ થયા અંગે રાનીએ ઝારખંડમાં રહેતા તેના પરિવારજનોને જાણ કરી હતી.અને તેણે અડાજણ પોલીસમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રજનીકુમારની ગત માર્ચ 2020માં સગાઈ થઈ હતી. જ્યારથી તેની સગાઈ તૂટી હતી તે સતત તણાવમાં રહેતી હતી. આ કારણે તેને ઘર છોડ્યું હોય તેવું લાગે છે. જોકે, પોલીસ દ્વારા હાલ રજનીની શોધખોળ શરૂ કરાઈ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top