સુરત: (Surat) શહેરમાં આજે તાપમાનનો પારો વધીને 31 ડિગ્રીને પાર થતાં શહેરીજનોએ બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં...
ગાંધીનગર: (Gandhinagar) સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર...
યુપીના વારાણસીમાં ભાજપના એક પૂર્વ ધારાસભ્યને માર મારવામાં આવ્યો હતો અને કાન પકડીને માફીની મંગાવવામાં આવી હતી.આને લગતો એક વીડિયો વાયરલ થઈ...
સાપુતારા, નવસારી, વલસાડ: (Dang, Valsad, Navsari) ડાંગ જિલ્લામાં કોરોનાનો ઉછાળો આવ્યો હોય તેમ ડાંગ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક, પી.એસ.આઈ સહિત આઠ પોલીસ...
સુરતઃરવિવારઃ-મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતની એલ. એન્ડ ટી. (L&T) હજીરા દ્વારા નિર્મિત થયેલી 91મી K 9 વજ્ર ટેન્કને લીલી ઝંડી (GREEN SIGNAL) આપી...
મુંબઇ: (MUMBAI) નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) એ શનિવારે (9 ડિસેમ્બર) એ આકસ્મિક રીતે અભિનેત્રી મૌની રોય (MAUNI ROY) ના હોટ ફોટા તેના...
ગાંધીનગર: (Gandhinagar) આગામી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના (Uttarayan) તહેવાર દરમિયાન રાજ્યભરમાં ગુજરાત હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ તેનું અસરકારક પાલન થાય તે માટે રાજ્યના...
વલસાડ, નવસારી: (Valsad, Navsari) આગામી સોમવારથી રાજ્યભરમાં ધો.10-12ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. આશરે 11 મહિના બાદ શરૂ થઈ રહેલા...
સુરત: (Surat) ધાબા પર પતંગ ચગાવવા માટે પરિવારના સભ્યો એકત્ર થાય તો પોલીસે કાર્યવાહીની ચીમકી આપી છે. પોલીસ જે પ્રયત્નો કરી રહી...
મુંબઇ (MUMBAI) : મહારાષ્ટ્ર (MAHARASTRA) માં ત્રણ પક્ષોની મહાવીકાસ આગાડી સરકારના તાજેતરના નિર્ણયને લઈને વિવાદ શરૂ થયો છે. ઘણીવાર ઉદ્ધવ ઠાકરે (UDHAV...
બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) એ દેશવાસીઓને ચેતવણી આપી છે કે દેશના કેટલાક છેતરપિંડી કરનારાઓ કોવિડ -19 (COVID-19) રસીના નામે લોકોને તેમના...
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા (Australia) સામે સિડની ટેસ્ટ મેચના ચોથા દિવસે ફરી એકવાર નસ્લીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે....
સુરત, દેલાડ, ઓલપાડ ટાઉન: સુરત જિલ્લાના (Surat District) ઓલપાડ તાલુકાના ઓલપાડ ગામ ખાતે તથા માગરોળ તાલુકાના કોસંબા ગામ ખાતે શનિવારે સુરત શહેર...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વરની વાસુદેવ સોસાયટીમાં રહેતો રાંદેરિયા પરિવાર અંબાજી દર્શને ગયો હતો. પુત્રના જન્મદિવસે જ માતાએ શામળાજીનાં (Shamlaji) દર્શનની પણ મહેચ્છા...
GoAir ના એક પાયલોટ (PILOT)ને પીએમ મોદી (PM MODI) વિરુદ્ધ કરેલા એક ટ્વીટમાં વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ટ્વીટને કારણે કંપનીએ પાઇલટને...
સુરત: (Surat) રેલવેના નવા સમયપત્રક મુજબ કોસંબા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ લેતી 7 જેટલી ટ્રેનોને બાયપાસ કરાતા ડેઇલી મુસાફરો પરેશાન થઇ ગયા...
સુરત: (Surat) છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સુરતના અઠવાલાઇન્સ પાસે નાનપુરા વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટને અન્યત્ર ખસેડવા માટે ચક્રો ગતિમાન થયાં હતાં. બાળકો તેમજ...
પાકિસ્તાન (PAKSITAN) માં ટેક્નિકલ ખામી હોવાને કારણે શનિવારે મોડી રાતે આખા દેશમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. આને કારણે ઇસ્લામાબાદ, લાહોર, કરાચી,...
CHANDIGADH: હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર (MANOHATLAL KHATTAR) ના કાર્યક્રમનો ખેડુતોએ વિરોધ કર્યો છે. તે દરમિયાન કરનાલ (KARNAL) માં ખેડુતો અને પોલીસ...
મોટા ભાગે દરેક યુવકને બે પત્ની સાથે જીવનના અસામાન્ય સ્વપ્ન જોવાની ઘેલછા હોય છે. પણ આ સ્વપ્ન સાચું થઇ જાય તો?? છત્તીસગઢના...
દેશ હવે કોરોના (CORONA) રોગચાળામાંથી બહાર આવ્યો પણ નથી કે એક નવું સંકટ ઉભું થયું છે. દેશના પાંચ રાજ્યોમાં બર્ડ ફ્લૂ (BIRD...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ના ટ્વિટર (TWITTER) પર્સનલ અકાઉન્ટને 88.7 મિલિયન મતલબ 8 કરોડ 87 લાખ લોકો ફોલો કરી રહ્યા...
IND Vs AUS સિડની ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાના સિડની ટેસ્ટના ચોથા દિવસનું સરવૈયું કંઈક આમ હતું. 407 રનના લક્ષ્યાંક(TARGET)નો પીછો કરતાં ભારતે 2...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINETION) ના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતાની જાહેરાત...
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS) થી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 નવાં મોત સાથે મોતનો આંકડો વધીને 50,027...
ઇન્ડોનેશિયા (INDONESIA) માં ફરી વિમાની દુર્ઘટના (PLANE CRASH) સર્જાઈ છે. વિમાન જકાર્તાથી ઉડાન ભરી બાદમાં ગુમ થઇ ગયું હતું. જે પછી હવે...
જનતા દળ યુનાઇટેડ (JDU) ની રાજ્ય કારોબારીની બેઠક દરમિયાન, ચૂંટણી હારી ગયેલા ઘણા ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી (BJP) સામે જોરદાર ક્રોધાવેશ કર્યો...
રાયચુર, (RAYPUR) : કર્ણાટકમાં એપીએમસી એક્ટ (APMC ACT) માં સુધારા પછી આ પહેલીવાર છે જ્યારે મોટી કોર્પોરેટ કંપની અને ખેડૂતો વચ્ચે કોઈ...
સુરત (Surat): ભ્રષ્ટાચારમુક્ત શાસનનાં બણગાં ફૂંકતી મોદી સરકાર માટે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માત્ર સુરત એકમની વાત કરીએ તો લોકડાઉનમાં પણ...
શું તમારું બજેટ ઓછું છે અને તમે 7 હજાર રૂપિયા (7000 INDIAN RUPPEES) માં નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો? અમે તમને તે...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
સુરત: (Surat) શહેરમાં આજે તાપમાનનો પારો વધીને 31 ડિગ્રીને પાર થતાં શહેરીજનોએ બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા દસ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. મહિનાની શરૂઆતમાં જ અરબ સાગરમાં એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ પંજાબ પર વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્યારબાદ ઓરિસ્સા તથા છત્તીસગઢ પર સર્જાયેલું એન્ટી સાયક્લોનિક સરક્યુલેશનની અસરને પગલે વાદળછાયું વાતાવરણ યથાવત રહેવા પામ્યું હતું. પરંતુ આજે વાતા વાતાવરણનો મિજાજ બદલાતા છેલ્લા 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં (Temperature) 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે.

સુરતમાં રવિવારે મહત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૯.૬ ડિગ્રી સુધી પહોંચ્યું છે. તાપમાનનો પારો ૩૧ ડિગ્રીને પાર થતાં બપોરે ઉનાળાની પ્રારંભિક ગરમી જેવો અનુભવ થયો હતો. આ સાથે જ હવામાં ૭૦ ટકા ભેજની સાથે સાત કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર પૂર્વનો પવન ફૂંકાયો હતો.
રાજ્યમાં ઠંડીમાં ઘટાડો, નલિયામાં લધુત્તમ તાપમાન 7.8 ડિગ્રી
અમદાવાદ : રાજ્યમાં આજે ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 7.8 ડિગ્રી નોંધાવા પામી હતી. જ્યારે રાજ્યના મોટાભાગનાં શહેરોનું લઘુતમ તાપમાન 19 થી 11 ડિગ્રીની વચ્ચે નોંધાવા પામ્યું હતું. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.3 ડિગ્રી., ડીસામાં 14.5 ડિગ્રી., ગાંધીનગરમાં 16.2 ડિગ્રી., વડોદરામાં 18.0 ડિગ્રી., સુરતમાં 19.4 ડિગ્રી., વલસાડમાં 14.5 ડિગ્રી., અમરેલીમાં 14.2 ડિગ્રી., ભાવનગરમાં 16.6 ડિગ્રી., રાજકોટમાં 12.2 ડિગ્રી., સુરેન્દ્રનગરમાં 13.5 ડિગ્રી., ભુજમાં 11.0 ડિગ્રી. અને નલિયામાં 7.8 ડિગ્રી. ઠંડી નોંધાવા પામી હતી.

વલસાડ-વાપીમાં બપોરે ગરમીનો અહેસાસ
વલસાડ જિલ્લામાં હાલ વાતાવરણ રોજે રોજ બદલાતુ રહે છે. છેલ્લા 4-5 દિવસ પહેલાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી માવઠું પડ્યા બાદ ઠંડીમાં વધારો થયો હતો. હવે બે-ચાર દિવસથી ઠંડીમાં વધઘટ થતાં રવિવારે બપોરે ગરમીનો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો અને ગરમીને લઈ લોકોએ પંખાનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ રવિવારે સવારે લઘુત્તમ તાપમાન 14.5 અને સાંજે 15 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ સવારે 31.5 અને સાંજે 33.5 રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 91 ટકા અને બપોરે ગરમીને લઈ સાંજે 77 ટકા થઈ ગયું હતું.
નવસારી જિલ્લામાં તાપમાન વધતા ગરમી
નવસારી : નવસારી જિલ્લામાં રવિવવારે તાપમાન વધતા ઠંડીના બદલે ગરમીનો અહેસાસ થયો છે. નવસારી જિલ્લામાં ગત 6ઠ્ઠીએ લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી વર્તાઈ હતી. જયારે ત્યારબાદ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. આજે રવિવારે લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધતા 19 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી વધીને 32.4 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે સવારે ભેજનું પ્રમાણ 94 ટકા અને સાંજે ભેજનું પ્રમાણ 66 ટકા રહ્યું હતું. જોકે આજે પવનોએ દિશા બદલતા ઉત્તર-પશ્ચિમ દિશાએથી 5.9 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયો હતો.