National

આ કંપનીએ શોધી કોરોનાની નાક વાટે અપાતી રસી, કહ્યું આ રસી વધુ અસરકારક

નવી દિલ્હી (New Delhi): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે, એવામાં ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં અનુનાસિક રસીના (Nasal Vaccine) અજમાયશની મંજૂરી માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI) ને દરખાસ્ત મોકલી છે. જણાવી દઈએ કે દેશમાં ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ને (Covaxin) અને SIIની કોવિશિલ્ડ (CoviShield) સાથે તાત્કાલિક ઉપયોગની મંજૂરી મળી ગઇ છે.

મહિનાઓથી કોરોનાને હરાવવા એક સફળ રસી બનાવવાના મથી રહેલા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો હવે ઘણા અંશે સફળ થયા હોય એવુ લાગે છે કારણ કે દેશ સહિત વિશ્વમાં કોરોનાની ઘણી રસીઓ ઉપલબ્ધ છે. યુ કે., યુ.એસ સહિત કેટલાક દેશોમાં કોરોનાનું રસીકરણ શરૂ થઇ ગયુ છે. જો ભારત બાયોટેકની અનુનાસિક રસી અજમાયશમાં સફળ થાય છે, તો દેશમાં કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં મોટી સફળતા મળી શકે એમ છે. ઇન્જેકશનના સ્વરૂપને બદલે સીધી નાક વાટે અપાતી આ રસી વધુ અસરકારક નીવડી શકે એવો નિષ્ણાતોનો દાવો છે.

ભારત બાયોટેકે વૉશિંગ્ટન યુનિવર્સિટીના સહયોગથી અનુનાસિક રસી પર સંશોધન કર્યુ છે અને તેને તૈયાર કરી છે. આવી સ્થિતિમાં ભારત બોયટેકે આ રસીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલ્સ માટે પરવાનગી માંગી છે. કંપનીના જણાવ્યા મુજબ શરૂઆતમાં આ રસીના પરીક્ષણો નાગપુર, ભુવનેશ્વર, પૂણે અને હૈદરાબાદ જેવા શહેરોમાં હાથ ધરવામાં આવશે. આ રસીના અજમાયશ માટે 18 થી 65 વર્ષ સુધીના લોકોને સ્વયંસેવકો તરીકે લેવામાં આવશે, જેથી ટ્રાયલ સફળતાપૂર્વક ચલાવી શકાય.

નવી રસી કેટલી અસરકારક?

હમણાં સુધી જે રસી બજારમાં આવી છે અથવા ભારતમાં માન્ય રસી આપવામાં આવી છે તે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. જો કે, અનુનાસિક રસી સીધી નાક દ્વારા આપવામાં આવે છે. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે આ પ્રકારની રસી વધુ અસરકારક છે. કારણ કે મોટાભાગના વાયરસ નાકમાંથી પસાર થાય છે. તેમજ નાક વાટે રસી અપાતા તે ઉપલા-નીચલા અંગ પર અસર કરે છે, જે અસરકારક સાબિત થશે. ભારત બાયોટેક દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ નાકની રસી અંગે જે સંશોધન કર્યું છે, તે વધુ અસરકારક સાબિત થયું છે. જો તે બજારમાં સફળતાપૂર્વક આવે છે, તો તે દેશમાં કોરોના સામેની લડતમાં ગેમ ચેન્જર (Game Changer) સાબિત થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top