Gujarat

અમદાવાદમાં ફરી એકવાર BRTS બસનો ભયાનક અકસ્માત, બસ ડિવાઇડર તોડી થાંભલા સાથે અથડાઇ અને..

ગાંધીનગર (Gandhinagar): અમદાવાદમાં ફરીવાર BRTS બસનો અકસ્માત થયો છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં (Satellite Ahmedabad) ઈસરો પાસે આજે સવારે 11 વાગ્યાની આસપાસ BRTSની બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં સદભાગ્યે ચાર જ પેસેન્જર સવાર હતાં. જેમાં બે પેસેન્જરને સામાન્ય ઈજાઓ થઈ છે. બસની આગળ અન્ય કોઈ બસ નજીક ના હોવાના કારણે મોટો ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. આ અકસ્માતમાં કોઈપણ જાનહાની થઈ ના હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત પછી બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને પોલ સાથે ટકરાઇ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોટોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતને પગલે ડરી ગયેલા મુસાફરોએ રાડારાડ કરી મૂકી હતી.અકસ્માત સમયે બસની અંદર ચાર જેટલા મુસાફરો હતા. અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. આ અંગે તંત્ર તરફથી શરૂઆતમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, Chartered Speed પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતી બસ નંબર 198ને અકસ્માત નડ્યો હતો.

બસની આગળનું જમણી બાજુનું ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે ગાડી પરનો કાબૂ ગુમાવવી દીધી હતી. જે બાદમાં બસ ISRO BRTS સ્ટેશનની નજીક બીઆરટીએસ કોરિડોરમાં જ આવેલા એક થાંભલા સાથે અથડાઈ હતી. સદનસીબે બસમાં વધારે મુસાફરો ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

અકસ્માત બાદ બસને ટો (Tow) કરીને સર્વિસ સેન્ટર ખાતે ખસેડવાની કામગારી શરૂ કરવામાં આવી હતી. બસનું જે ટાયર ફાટી ગયું છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે તેની ગ્રીપ પૂરી થઈ ગઈ છે, એટલે કે તેનું આયુષ્ય ખતમ થઈ જવા આવ્યું હોવા છતાં તેનું સમારકામ કે બદલવામાં આવ્યું ન હતું. જોકે, આ અકસ્માત માનવસર્જીત ભૂલને કારણે નથી થયો. ટાયર ફાટવાને કારણે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. અકસ્માત પછી બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ઇલેક્ટ્રિક પોલ સાથે ટકરાઇ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોટોના ટોળા ઉમટી પડ્યા હતા.

થોડા સમય પહેલા જ BRTS બસ અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં. ટૂંક સમયમાં જ આ આવા પ્રકારનું બીજું અકસ્માત છે. અન્ડરપાસમાં બસ ઉતારતાંની સાથે જ બસનું સ્ટીયરિંગ લોક થવાને કારણે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત થયો હતો. નસીબજોગે તે દિવસે પણ કોઇ જાનહાનિ નહોતી થઇ કારણ બધા પેસેન્જર ઉતરી ગયા હતા અને બસ ડેપો તરફ જઇ રહી હતી. આ ઘટનાઓ પરથી બસોના મેન્ટેનન્સ, ડ્રાઇવરોની રીત અંગે ઘણા સવાલો ઊભા થાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top