Madhya Gujarat

ખંભાતના અખાતમાં કેમિકલ વેસ્ટેજ ઠાલવવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો

આણંદ: આણંદ જિલ્લાના ખંભાત કે જે બંદર તરીકે જાણીતું હતું સમયાંતરે બંદર બંધ થયું હતું. જેના કારણે ખંભાત તાલુકામાં દરિયાઈ વિસ્તાર નજીક ઔદ્યોગિક વેગ આપવા કેમીકલ ઉદ્યોગ સાકાર થયા અને આ ઉદ્યોગો દ્વારા કેમીકલયુકત પાણી દરિયામાં છોડવામાં આવતા દરિયાઈ જીવો પર જીવના જોખમ ઉભા થવા પામતા હતા.

 જેનો વારંવાર દરીયાઇ માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. આમ છતાં સરકાર દ્વારા રાજ્યભરમાંથી કેમીકલ વેસ્ટેજ ઠાલવવા ખંભાતના અખાતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણયને કલ્પસર યોજનાના કારણે માળીએ ચઢાવવાનો નિર્ણય લેવામાં આવતા ખંભાતના માથેથી ઊભી થનાર પૃદુષણ વાતાવરણની ઘાત ટળવા પામી હોવાનું જાણવા મળેલ છે.

 મળતી માહિતી અનુસાર નવાબી નગર ખંભાત એક સમયે બંદરના કારણે જાણીતું હતું.  પરંતુ સમયાંતરે બંદર બંધ થવા પામતા અકીક, પતંગ, સુતરફેણી, હલવાસન જેવા વેપાર પર અસર પડવા પામી હતી. તો બીજી બાજુ સરકાર દ્વારા આ વિસ્તારમાં ઔદ્યોગિક વેગ આપતા ખંભાતના તાલુકા વિસ્તારના દરિયામાં સીધું કેમીકલ વેસ્ટેજ ઠલવાઇ જાય તેવા આશયથી કેમીકલ ઉદ્યોગ ઉભા કરવામાં આવતા દરીયાઇ જીવો પર અસર થતાં દરીયાઇ માછમારો દ્વારા અવારનવાર વિરોધ વ્યકત કરવામાં આવતા હતા તેમ છતાં ઉદ્યોગકારો પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પોતાના ખીસ્સામાં રાખતા હોય બેરોકટોક દરિયામાં કેમિકલયુકત પાણી છોડવામાં આવતા દરિયાઈ જીવો પર અસર થવા પામતા અગાઉ વિરોધ પ્રદર્શન પણ થવા પામ્યા છે.

 આમ છતાં સરકાર દ્વારા રાજ્યભરના કેમીકલ વેસ્ટેજ ખંભાત ના અખાતમાં ઠાલવાના આયોજન હાથ ધરતા ખંભાતના માથે પૃદુષણયુકત વાતાવરણ ઊભું થવાની શક્યતા ઉભી થવા પામી હતી. પરંતુ આ મુદ્દે સરકાર દ્વારા નિર્ણયને માળીએ ચઢાવતા ખંભાત પરથી પ્રદુષણયુકત વાતાવરણ ની ઘાત ટળવા પામી હોવાનું જાણવા મળેલ છે.

 અત્રે ઉલ્લેખનીય છેકે ત્રણ દાયકા પૂર્વ ખંભાતના દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવા આયોજન કરવામાં આવ્યુ હતું અને બાદમાં કેશુભાઈ પટેલ ની સરકાર સમયે વેગ આપવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં શાસનકાર બદલાતા કલ્પસર યોજના ઉભી કરવામાં આવી હતી.જેના કારણે જ ખંભાતના અખાતમાં કેમીકલ વેસ્ટેજ ઠાલવવાના નિર્ણયને  સરકારે માળીએ ચઢાવ્યો હોવાનું માનવામાં આવી રહ્નાં છે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top