National

દેશમાં રસીકરણ શરૂ થતા પહેલા જ ‘વેક્સિન ફિશિંગ ફ્રોડ’ શરૂ, સાચવજો આ રીતે તમને ફસાવવાના પ્રયાસો થશે

નવી દિલ્હી (New Delhi): ચારે બાજુ કોરોનાની રસી (Corona Vaccine) વિશે વોતો ચાલુ રહી છે. ભારત જેવા દેશમાં રસીકરણ કાર્યક્રમને સફળ રીતે પાર પાડવો એ એક મોટો પડકાર રહેશે. સરકારની તૈયારીઓ મજબૂત લાગે છે. પણ જેમ આપણે જાણીએ જ છીએ કે દરેક સ્થિતિમાં ઠગો તો ફાયદો લેવા બેઠા જ હોય છે. તમે પણ ચેતી જજો કારણ દેશમાં રસીકરણના નામે ઠગાઇના કિસ્સા સામે આવી રહ્યા છે.

‘હેલો સર, હું **** કંપની તરફથી વાત કરું છું જે રાજ્ય સરકાર સાથે મળીને રસીકરણ કરીએ છીએ. અમે કોરોના વાયરસની રસી માટે થોડા લોકોની નોંધણી કરી રહ્યા છીએ જેમાં તમારું નામ પણ પસંદ કરવામાં આવ્યું છે. પરંતુ આ માટે, તમારે તમારી કેટલીક વિગતો કહેવી પડશે.’. લોકોના મનમાં કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને, તમામ ઠગો કોરોના વાયરસની રસી માટે નોંધણી કરવી છે એવુ કહી છેતરપિંડી કરી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) આવા જ કિસ્સાઓ સામે આવ્યા છે. આ પછી રાજ્ય પોલીસના સાયબર સેલે લોકોને જાગૃત કરવા સંદેશ આપ્યો છે. જણાવી દઇએ કે મધ્યપ્રદેશના ફરિદાબાદમાં કોરોના રસીના નામે ઠગાઇના 6થી વધુ કેસ સામે આવ્યા છે. આ સિવાય કેરળમાં (Kerala) પણ આવા કેટલાક કિસ્સા બન્યા છે, જેમાં ઠગો લોકોનો ઇમેઇલ અથવા ફોન પર સંપર્ક કરીને પૈસાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તમારા ભય સાથે રમશે:

સાચવજો કારણ આ ઠગો તમારા ભય સાથે રમશે. પહેલા તો એ લોકો તમને કોરોના વિશે કોરોનાના નવા પ્રકાર/ સ્ટ્રેન વિશે ઘબરાવશે. પછી તમને તમારૂં નામ ખાસ સંજોગોમાં કોરોના રસીકરણ માટે પસંદ કરાયુ છે, એવી લાલચ આપીને તમારા આધાર કાર્ડ જેવી વિગતો માંગશે. આ સિવાય OTP વગેરે પણ માંગશે અને જોત-જોતામાં તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેશે.

કેવી રીતે બચાવું?

હાલમાં જ સાયબર ક્રાઇમ જાગૃતિ માટે સરકારના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરાઈ હતી. તેમાં જણાવાયું છે કે કોવિડ દર્દીઓને શંકાસ્પદ લિંક્સ, ઇ-મેલ્સ, સંદેશાઓ અથવા ફોન કોલ્સ દ્વારા પ્રથમ કોરોના રસી નોંધણી અથવા પ્લાઝ્મા ડોનર નોંધણી અથવા ડિલિવરી અંગે નકલી ઑફરો સામેલ હોઇ શકે છે, તેથી સાવધાન અને સચેત બનો. રસીકરણ અને કોવિડ -19 ના વિતરણ માટે ફક્ત સરકારી અને વિશ્વસનીય સ્રોતો પર વિશ્વાસ કરો.

પ્રખ્યાત સાયબર વકીલ પવન દુગ્ગલ કહે છે, ‘આને વેક્સિન ફિશિંગ ફ્રોડ (Vaccine Phishing Fraud) કહેવામાં આવે છે. લોકો ડરી ગયા હોવાથી ઠગો લાભ લઈ રહ્યા છે. હવે આ લોકો સામાન્ય નાગરિકોને ડરાવે છે અને આધાર નંબર વગેરે ડેટા માંગે છે. ઘણી વખત વ્યક્તિગત માહિતી માટે માંગશે, પરંતુ તમારે સાવચેત રહેવાની જરૂર છે. કોઈ પણ પ્રકારના લોભમાં ફસાશો નહીં અને OTP તો ક્યારેય આપતા નહીં.’.

સાયબર ક્રાઇમ એક્સપર્ટ પવન દુગ્ગલ કહે છે કે, “જો તમે કોરોનાની રસીના નામે છેતરપિંડીનો ભોગ બન્યા છો, તો પહેલા પોલીસમાં ફરિયાદ કરો. અને જો પોલીસ કોઇ એક્શન ન લે તો તમે https://cybercrime.gov.in/ પર ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય જો આ છેતરપિંડી કોઈ એપથી થઇ છે, તો તમે ગૂગલમાં ફરિયાદ કરી શકો છો. ખાસ કરીને જે નંબર કે ઇમેલ ID નોંધીને પોલીસને આપો જેથી પોલીસ તેના પર સખત કાર્યવાહી કરી શકે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top