Madhya Gujarat

ટ્રેક્ટર – સ્કોર્પિયો અને બે મોટર સાયકલ વચ્ચે વચિત્રિ અકસ્માત : એકનું ઘટના સ્થળે મોત

દાહોદ : દાહોદ શહેરને અડીને આવેલ અમદાવાદ – ઈન્દૌર હાઈવે સ્થિત આજરોજ સવારના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ટ્રેક્ટર,સ્કોર્પિયોર અને બે બાઈકો વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતાં બે બાઈકો પર સવાર ચાર પૈકી એકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.

આ માર્ગ અકસ્માત એટલો ભયંકર હતો કે, સ્કોર્પિયો ગાડી ટ્રેક્ટર સાથે અથડાતાં સ્કોર્પિયોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બાઈકો પર સવાર વધુ ત્રણ ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્નાં છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ ઈન્દૌર હાઈવે ખાતે સવારના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન એક સ્કોર્પિયો ગાડીનો ચાલક અને એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં હતા અને તેજ સમયે બે મોટરસાઈકલ પર ત્યાંથી પસાર થઈ રહી હતી.

આ દરમ્યાન આ ત્રણેય વાહનો જોતજોતામાં એકબીજા સાથે ધડકાભારે અથડાતાં એક ક્ષણે સ્તબ્ધતાનો માહોલ સર્જાઈ ગયો હતો અને બે બાઈકો પર સવાર ચાર પૈકી એકનું ઘટના સ્થળ પર જ ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસ તેમજ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને થતાં તમામ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

આ ઘટનાને પગલે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને સાથો સાથે આસપાસના રહીશો પણ દોડી આવ્યાં હતાં. મૃતક તેમજ ઈજાગ્રસ્તોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં અને સ્થળ પર આક્રંદનો માહોલ પણ સર્જાયો હતો. કલાકો સુધીના ટ્રાફિક જામના દ્રશ્યોને પોલીસ દ્વારા ખોલી રાબેતા મુજબની અવર જવરની સ્થિતિને વેગ આપ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.          

લીમખેડાના હાથીધરા ખાતે એક તેમજ ઝાલોદના કાળીમહુડી ગામે એકનું મોત  

દાહોદ: માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના અકાળે મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જ્યારે આ બે બનાવોમાં ત્રણ જેટલા વ્યક્તિઓને પણ ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્નાં છે. માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે ગત તા.૦૬ જાન્યુઆરીના રોજ બનવા પામ્યો હતો જેમાં એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉભેલા કેટલા વ્યક્તિઓને અડફેટમાં લેતાં આ પૈકી રાજસ્થાનના જાલોર જિલ્લામાં સાચોર તાલુકામાં રહેતા ૨૭ વર્ષીય સોતારામ મેસારામ દેવાસી (રબારી)ને અડફેટમાં લેતાં તેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે  શૈલેશબાઈ વસરામભાઈ તથા બીજા બે જેટલા વ્યક્તિઓને પણ ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને અંજામ આપી ટ્રકનો ચાલક નાસી ગયાનું પણ જાણવા મળી રહ્નાં છે. આ સંબંધે ઝાલોદના બાંસવાડા રોડ સર્વોદય સોસાયટીમાં રહેતા મેવારામ વડતાજી દેવાસી (રબારી) દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. માર્ગ અકસ્માતનો બીજા બનાવ ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૫ જાન્યુઆરીના રોજ એક છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે અચાનક છડકા પરનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો અને નજીકની ગટરમાં છકડો ખાબક્યો હતો.

આ દરમ્યાન છકડામાં સવાર રાજેશભાઈ રામુભાઈ નીનામા (ઉ.વ.૨૪) ને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઝાલોદ તાલુકાના કારઠ ગામે રૂખડી ફળિયામાં રહેતા રામુભાઈ વરસીંગભાઈ નીનામાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top