National

બીજા દિવસના અંતે ભારતીય ટીમ મજબુત સ્થિતિમાં, જાણો આખા દિવસનો અહેવાલ

સિડની : ટેસ્ટના બીજા દિવસે શુક્રવારે ઓસ્ટ્રેલિયા( Australia)ની પ્રથમ ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથે સૌથી વધુ 131 રન બનાવ્યા. માર્નસ લાબુશેન (91) અને વિલ પુકોવસ્કી (62) એ અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ મેચમાં જોરદાર વાપસી કરી હતી. અને ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે સવારના સત્રમાં બે વાર વરસાદ પડ્યો થયો. કપ્તાન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા ભારતને સતત બે આંચકા બાદ ક્રિઝ પર હાજર રહ્યા હતા. અને દિવસને અંતે ટિમ ઇન્ડિયાનો સ્કોર 45 ઓવરમાં 96 રન પર 2 વિકેટ નોંધાવ્યા છે. ભારતીય ટીમ હજી 242 રન પાછળ છે.

સિડની ટેસ્ટમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ચોથી સફળતા મળી. નાથન લિયોન યોર્કર પર એલબીડબ્લ્યુ. રવિન્દ્ર જાડેજાની ગણતરી સ્ટાર ફિલ્ડરોમાં થાય છે. શુક્રવારે સ્ટીવ સ્મિથ જ્યારે સીધો થ્રો પર રન આઉટ થયો હતો ત્યારે તેણે પોતાની ફિલ્ડિંગ કુશળતા દર્શાવી હતી. ટીમની અંતિમ વિકેટ હોવાથી સ્મિથ પેવેલિયન પરત ફર્યો હતો. જેની સાથે જ સોશિયલ મીડિયા પર તેના વખાણોનો વરસાદ થઇ ગયો હતો. કે ‘ચિત્તાની ચાલ, બાજની નજર અને જાડેજાના થ્રો પર શંકા ન થાય’ રૈનાએ પણ વખાણ કર્યા હતા.

શુબમન ગિલે તેની બીજી ટેસ્ટ મેચની ત્રીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. હાફ સેન્ચુરી થતાંની સાથે જ શુબમન આઉટ થઇ ગયો હતો. અને 21 વર્ષીય યુવા બેટ્સમેનની શાનદાર ઇનિંગ્સનો અંત આવ્યો હતો. આ યુવા બેટ્સમેને તેની રમતથી બધાને પ્રભાવિત કર્યા છે. આઠ ચોગ્ગા પણ લગાવ્યા હતા. લોકોમાં ચર્ચા છે કે ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણાવી રહ્યા છે છે.

વર્તમાન ટેસ્ટ સિરીઝમાં મયંક અગ્રવાલ-પૃથ્વી શો, મયંક અગ્રવાલ-શુભમન ગિલ રોહિત શર્મા-શુભમન ગિલની ત્રીજી જોડી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માનો 424 મો સિક્સ પણ એક ઇતિહાસ છે.

ઓસ્ટ્રેલિયા તરફથી 131 રનની ઇનિંગ સ્ટીવ સ્મિથે રમી હતી. ડેબ્યુટન્ટ્સ વિલ પુકોવસ્કી (62) અને માર્નસ લબુસ્ચેન (91) એ અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈનીના ખાતામાં બે સફળતા સાથે જ મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી. રવિ અશ્વિનને વિકેટ મળી નહોતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top