સુરત: (Surat) સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટના (Airport) વિકાસ માટે તાજેતરમાં સિવિલ એવિએશન મિનિસ્ટર (Minister of Civil Aviation) જ્યોતિરાદિત્ય સિંધીયા દ્વારા ગુજરાત સહિતના...
સુરત: (Surat) સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને...
સુરત: (Surat) સુરતમાં સૌથી વધુ લોકપ્રિય તહેવાર ગણેશ ઉત્સવને (Ganesh Utsav) રાજ્ય સરકારે મંજુરી આપી દેતા પુરજોશમાં તૈયારીઓ શરૂ થઇ ચુકી છે....
ટ્વિટરે સુપર ફોલોઝ (Twitter super follows) ફીચર લોન્ચ કર્યું છે. આ સુવિધા સાથે, વપરાશકર્તાઓ માત્ર ગ્રાહક સામગ્રી માટે પૈસા વસૂલ કરી શકે છે. આ...
આશરે દોઢ વર્ષ બાદ ગુજરાતની (Gujarat) શાળાઓમાં બાળકોની હાજરીથી વાતાવરણ ફરી ગૂંજી ઉઠ્યું હતું. ગુરુવાર 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગોનું ઓફલાઈન...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban) શાસન વચ્ચે ભારત (India)માં આતંકવાદી હુમલા (Terrorist attack)નું જોખમ પણ બની રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આતંકી સંગઠન...
મુંબઈ: (Mumbai) સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેના મૃત્યુની પુષ્ટિ આપી હતી. કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું (Sidhharth Shukla)...
ઋત્વિક રોશન પાસે ફિલ્મો ન હોય તો એ વાત પણ ચર્ચા બને છે. આવી ચર્ચા પૂરવાર કરે છે કે તેની સ્ટારવેલ્યુ શું...
સલમાન ખાને ‘ટાઇગર-૩’નું શૂટિંગ શરૂ કર્યું છે અને ફરી તેની સાથે કેટરીના કૈફ છે. હવે બને છે એવું કે સલમાનની કોઇ ફિલ્મ...
એકટર્સનું બોલવું તેની એકિટંગ જ હોય શકે, બીજું બધું ન બોલે તો ચાલે. અત્યારના સમયમાં તો સારા વિષય અને પાત્રવાળી ફિલ્મમાં કામ...
બિગ બોસ (Big boss) સીઝન 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા (siddharth shukla)ના અવસાનથી તેના ચાહકોના દિલ તૂટી ગયા છે. અભિનેતાના નિધનથી બોલિવૂડ (Bollywood)થી...
હવે સારી વાત એ બની રહી છે કે જે અભિનેત્રીને તમે બહુ બ્યુટીફૂલ નહીં કહી શકો, ગ્લેમરસ કે સેકસી નહિ કહી શકો...
અત્યારે સુપ્રસિધ્ધ ચરિત્રો પરથી ફિલ્મ બનાવવાનું જોરમાં ચાલી રહયું છે. ચરિત્રો જો પ્રસિધ્ધ હોયતો અપેક્ષાય ઘણી હોય અને એ અપેક્ષા ન ફળે...
સુરત : જન્મદિવસની ઉજવણી (Birthday celebration) કરવાના કેસમાં સામાન્ય યુવકોની સામે ગુનો નોંધી જેલમાં મોકલી દેવાય છે. પરંતુ સુરત પોલીસ (Surat police)...
કેટરીના કૈફ પાસે અભિનય પ્રતિભા નહોતી પણ બ્યુટી હતી, કામ કરવાની લગન હતી અને સારા ડાન્સ કરી શકતી. આજે પણ તે આ...
કોરોનાકાળમાં ભલભલા સુપરસ્ટાર મૂંઝવણમાં હતા અને પબ્લિકની વચ્ચે પોતાની હાજરી નોંધાવા માટે વલખા મારી રહ્યા હતા. કોરોનાકાળમાં સોનુ સુદ મજૂરોને ટ્રેનમાં અને...
આપણી સરકાર આપણા પર રાજ કરે છે તેનાં અનેક કારણોમાંનું એક કારણ એ છે કે સરકારના અંકુશ હેઠળ રહેલી ભારતની રિઝર્વ બેન્ક...
વરસો પહેલા વાગલે કી દુનિયા સીરીયલ ટીવી ઉપર આવતી હતી તે વખતે પણ આ સીરીયલની ઘણી પ્રશંસા થયેલ છે. હવે નવા કિસ્સાઓ...
બ્રિટિશ સલ્તનતનાં 200 વર્ષની ગુલામીની જંજીરમાંથી મુકત થવા દેશે કેટલાંયનાં બલિદાનો,શહીદી વહોરી,14 મી ઓગસ્ટ,1947 ની મધ્યરાત્રીએ આઝાદ થયો. સને 1950 માં બંધારણ...
આખા દેશમાં અવારનવાર જુદા જુદા કથાકારો એક સપ્તાહ કથા કરવાના હોય તેવાં આયોજનો થતાં રહે છે. એક સપ્તાહ સુધી આ કથાઓ સવારે...
આપણા દેશમાં કોણ ગેરકાયદે? ખૂબ જ મોટો પ્રશ્ન, આમ તો આ વિચાર ન આવે, પણ છેલ્લાં કેટલાક વર્ષ અને હવે કેટલાક સમયથી...
ગુરુજીએ પ્રવચનની શરૂઆત કરતાં જ કહ્યું, ‘આજે એક વાર્તાથી શરૂઆત કરું છું. એક આંબાનું ઝાડ હતું.તેની પર ઘણી બધી કેરીઓ લટકતી હતી.બધી...
‘દટાયેલાં મડદાં બહાર કાઢવાં’ જેવો રૂઢિપ્રયોગ જૂના જખમને ફરી ફરીને ખોતરવાના એટલે કે જૂની, અણગમતી યાદોને વારેવારે તાજી કરવાના અર્થમાં વપરાય છે,...
છેલ્લી બે સદીમાં કોરોનાએ અનેક દેશને એવો માર માર્યો છે કે જેની કળ વળવી મુશ્કેલ છે. કોરોનાની બે લહેરને કારણે અનેક દેશોમાં...
વડોદરા : કોરોના કાળ માં કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી શહેરના નાગરિકો વ્યવસ્થા માટે ફંડ આપવામાં આવ્યું હતું. પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ...
પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લનું નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લ 40 વર્ષના હતા. ગુરુવારે સવારે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ચિકિત્સકોએ તેને મૃત...
વડોદરા : વડોદરા શહેરમાં એક તરફ કોરોના મંદ પડ્યો છે.બીજી તરફ ડેન્ગ્યુ, ચિકનગુનિયા મેલેરિયા જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ ધીમે ધીમે માથું...
વડોદરા : ભાજપના મહિલા કોર્પોરેટર ની એનિવર્સરી માં કેક કટિગ કરતા પતિ સહિત શુભેચ્છક કાર્યકર્તાઓએ માસ્ક નહિ પહેરી સોશિયલ ડિસ્ટન્ટ નહીં જાળવી...
સીંગવડ: સીંગવડની મામલતદાર ઓફિસમાં મામલતદાર ની કાયમી નિમણૂક નહીં કરાતા સીંગવડ તાલુકાના પ્રજાને તકલીફ પડતી હોય છે. જ્યારે સિંગવડ તાલુકા માં આજે...
પાદરા: પાદરા વડુ પંથકમાં શ્રાવણનો જુગાર રમતા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી હતી. જેમાં પાદરા માં ચાર , વડુ માં નવ,...
ગુજરાત પ્રશાસનમાં મોટો ફેરફાર, રાજ્યના 35 વર્ગ-1ના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ
લાલબાગ બ્રિજ ફરી બન્યો ‘અકસ્માત ઝોન’, કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ, બ્રિજ પર સર્જાયો ટ્રાફિક જામ
ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહિયે
કોલ્ડ ડ્રિંક્સ
દારૂના ધંધાની કમાણી પેટ્રોલ પંપમાં ખપાવાઈ? બુટલેગર પરિવારના ખાતામાં રૂ.40 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સહિત 5 આરોપીઓનો જામીન પર છુટકારો
વડોદરા પાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરીના ભાગરૂપે આધુનિક FDR પદ્ધતિથી રોડનું પેચવર્ક પૂર્ણ
મનરેગામાં લાખોની લૂંટ? : લીલવા ઠાકોર ગામે કૂવો કાગળ પર પૂર્ણ, હકીકતમાં અધૂરો!
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા દર સોમવારે નો વ્હીકલ ડે
વડોદરા : પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતો ગાંજાનો કાળો કારોબાર પરએલસીબી ઝોન ૩ ની રેડ
ગુજરાતમાં ઇબોલાનો પગપેસારો ? વડોદરાનો શંકાસ્પદ દર્દી અમદાવાદ સિવિલમાં દાખલ, એરપોર્ટ પર હાઇ-એલર્ટ
રાજ્યના LRD ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત: લેખિત પરીક્ષાની તારીખ જાહેર
વડોદરા : યુવકને નગ્ન કરી માર માર્યા બાદ વીડિયો બનાવનાર 4 આરોપીની ધરપકડ
બ્રાઝિલથી આવેલા જહાજમાંથી મુંદ્રા દરિયા કાંઠેથી 1100 કરોડથી વધુનું કોકેઈન જપ્ત, ત્રણ ઝડપાયા
સાળંગપુરધામમાં અધિક માસ નિમિત્તે દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન
મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 29 મેએ યોજાશે
વાપીના સરીગામમાંથી કરોડોના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા
અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહની વરણી
રાજ્યના 3 શહેરમાં તાપમાન 43 ડિગ્રી
ગુજરાતની મહાપાલિકાઓને મળ્યા નવા મેયર, અમદાવાદથી મોરબી સુધી ભાજપે જાહેર કરી નવી ટીમ
એન્ટી-ડમ્પિંગ ડ્યુટીથી ભારતને વાર્ષિક રૂ.28,540 કરોડની બચત થઈ શકે : C-DEP રિપોર્ટ
બકરી ઈદને લઈ રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રહેશે: ડીજીપી ડો. રાવ
રાજ્યના પોલીસ વડા ડૉ. રાવે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છ કોર્ટમાં જુબાની આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત અતુલ્યમ બ્લોકની જગ્યાએ નવી હોસ્ટેલ બનાવાશે
ગીરના સિંહોમાં ફરી બેબીસિયા વાયરસનો ખતરો
રાશન વિતરણ અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય: 80 કરોડ લોકો પર સીધી અસર
કેરળ: વિજયનના નિવાસસ્થાને દરોડા પાડતી ED ટીમ પર CPIM કાર્યકર્તાઓનો હુમલો
રિપોર્ટ: ઈરાન ફરીથી યુદ્ધ માટે તૈયાર, કહ્યું- US પર કોઈ વિશ્વાસ નથી
એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર કોર્સની બોલબાલા,10 વર્ષમાં 800% સીટોનો વધારો
સુરત: (Surat) સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટના (Airport) વિકાસ માટે તાજેતરમાં સિવિલ એવિએશન મિનિસ્ટર (Minister of Civil Aviation) જ્યોતિરાદિત્ય સિંધીયા દ્વારા ગુજરાત સહિતના રાજ્યોના મુખ્યમંત્રીઓને એક પરિપત્ર દ્વારા જમીન ફાળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. સુરત માટે પણ તેમણે એરપોર્ટના વિકાસ હેતુ 96 હેકટર અને 2100 હેકટર જગ્યા બીજા રનવે માટે (Runway) માંગણી કરી હતી. સિંધીયાની માંગણીને સમર્થન આપતાં સુરતના નાગરિકોના વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ દ્વારા પણ સિંધીયાને ઈ-મેઈલ મોકલીને એરપોર્ટના વિકાસ માટે વધુ જમીનની માંગણી કરવમાં આવી છે.

ગ્રુપ દ્વારા પોતાની માંગણીના સમર્થનમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત એરપોર્ટ પર ફૂલ રનવે લેન્થમાં અનેક બાધાઓ નડતરરૂપ હોવાથી તે સંજોગ અનુસાર હાલ લેન્થ પૂરી મળી રહી નથી તે જોતાં જો વધુ જગ્યા મળે તો અનેક સમસ્યાનો હલ મળી શકે એમ છે. સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ માટે વધુ જગ્યા રાજ્ય સરકાર આપે તે માટે નિયમિત ફોલોઅપ લેવા પણ તેમણે સિંધીયાને જણાવ્યું છે. ગ્રુપના અગ્રણી સંજય જૈને જણાવ્યું હતું કે હાલ સુરત એરપોર્ટને અડીને નજીક જ ખજોદમાં 2100 હેકટર જગ્યા મળી શકે એમ છે અને ફૂલ લેન્થ રનવે પણ બની શકે એમ છે. આ જગ્યા સુરત એરપોર્ટની હાલની જગ્યા સાથે સાંકળી શકાય એમ છે. તેનાથી તમામ સમસ્યાઓના હલ નીકળી શકે એમ છે. રાજ્ય સરકારને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.

સુરતનો સમાવેશ ઇન્ટરનેશનલ ઉડાન સ્કીમમાં કરવામાં આવે
દેશમાં આંતરરાષ્ટ્રીય ઉડાન યોજનાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ યોજનાથી 2 ટાયર સિટીને તેનો લાભ મળશે. આ યોજના અંતર્ગત સુરતથી લંડન, બેંગકોક , દુબઈ અને સિંગાપોરનો લાભ મળે તે માટે સિવિલ એવિએશન મિનિસ્ટર અને રાજ્ય સરકાર પાસે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી છે. હાલ એવિએશન મિનિસ્ટર વિભાગ દ્વારા ભુવનેશ્વર, પુણે, કોઈમ્બતુરથી ઉડાન અંતર્ગત ઇન્ટરનેશનલ ફલાઇટ માટે રાજ્ય સરકારોને VGF માટે પ્રપોઝલ મોકલી છે. તે મુજબ સુરત માટે પણ પ્રપોઝલ મૂકવામાં આવે. જેને રાજ્ય સરકાર મારફતે મંજૂર કરાવવામાં આવે તેવી ગ્રુપની માંગણી છે. ગ્રુપે સુરત એરપોર્ટ પર CISFનો બંદોબસ્ત ત્વરિત બહાલ કરવા માટે પણ સિવિલ એવિએશન મિનિસ્ટરને અપીલ કરી છે.