Charchapatra

ચૂંટણી ખેલદિલીપૂર્વક સંપન્ન થાય તે જરૂરી

બ્રિટિશ સલ્તનતનાં 200 વર્ષની ગુલામીની જંજીરમાંથી મુકત થવા દેશે કેટલાંયનાં બલિદાનો,શહીદી વહોરી,14 મી ઓગસ્ટ,1947 ની મધ્યરાત્રીએ આઝાદ થયો. સને 1950 માં બંધારણ ઘડાયા પછી,સ્વતંત્ર લોકશાહી દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી વસ્તીનું ઓછું ભારણ, રાજકીય પક્ષના ઓછા સંખ્યા બળના લીધે સરળતાથી સંપન્ન થતી.1990 ના દાયકાથી ચૂંટણીઓ લોહિયાળ અને એકબીજાના દોષારોપણમાં વધારો થતો ગયો. આખરે તો સત્તા પક્ષનો મુખ્ય હેતુ તમામ લોકોની સુખાકારી, શિક્ષણ, રોજગાર, આરોગ્ય, રહેઠાણ તેમજ પાયાની સુવિધાથી વંચિત ન રહી જાય તે જોવાનો છે. છેલ્લા બે દાયકાથી તમામ રાજકીય પક્ષ નાણાંના પ્રલોભનથી મતદારોને લોભાવતા હોય એવું અનુભવે જણાય છે.

લોકો દ્વારા ચૂંટાયેલા ઉમેદવારો તેઓને મળતાં વેતન, ભથ્થાં સ્વીકારતાં હોય તેનો ઇન્કાર થઇ શકે તેમ નથી, વેતન, ભથ્થાંના વધારાનું બિલ વિના વિરોધે પાસ થઇ જાય તેની સાથે સંમત, પરંતુ હવે મતદારોએ સમજી જવાની  જરૂર છે? વિશ્વમાં યોજવામાં આવતી રમતોની જેમ ચૂંટણી થવી જોઇએ, રમતમાં અને ચૂંટણીમાં એક પક્ષની હાર નક્કી જ છે, ફરક એટલો જ છે કે રમતમાં મેદાનમાં ઉતરનાર વચ્ચે જ સ્પર્ધા થાય છે, રાજકીય રમતમાં, ઉમેદવારોની હાર કે જીત લોકો દ્વારા નક્કી થાય. બન્નેનો હેતુ આમ તો કમાણીનો જ હોય રમતમાં માનવખુવારી નથી થતી, જયારે ચૂંટણીમાં નિર્દોષ માનવીના જાન જાય છે તેને તો કોઇ લાભ થવાનો નથી ત્યારે અંદરોઅંદર લડાઈમાંથી ગુમાવવાનું જ હોય, રમતની જેમ ચૂંટણી ખેલદિલીપૂર્વક સંપન્ન થાય એ હેતુ હોવો જોઇએ કે જેથી નિર્દોષ માનવનો ભોગ ન લેવાય.
  સુરત         ચંદ્રકાન્ત રાણા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top