Vadodara

કોરોના ફંડ કૌભાંડ : પૂર્વ મેયરે આવક કરતાં જાવક વધારે બતાવી!

વડોદરા :  કોરોના કાળ માં કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી શહેરના નાગરિકો વ્યવસ્થા માટે ફંડ આપવામાં આવ્યું હતું. પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ એક અલાયદુ ફંડ ઉભું કર્યું હતું. જેમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ માહિતી માંગી હતી કે મેયર ફંડમાં કેટલા રૂપિયા આવ્યા, તેમાં રૂપિયા 33,10,470 લાખ રૂપિયા 56 દાતાઓએ આપ્યા હતા. જેમાં આવક કરતાં જાવક વધારે બતાવામાં આવી હતી. જોકે પૂર્વ મેયર વડોદરાની જનતાને સંતોષકારક ખુલાસો આપી શક્યા નહીં. વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી હતી તેમાં ભારત દેશ પણ બાકાત રહ્યો ન હતો કોરો ના કહેર થી શહેરના નાગરિકો ખૂબ ડરી ગયા હતા અને કોરોના ના કેસો વધતા મોતનો આંકડો પણ વધી રહ્યો હતો .

કોરોના કાળમાં મહાનગરપાલિકાને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી પણ આપવામાં આવ્યું હતું .પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠે પોતાનું અલાયદું ફંડ ઊભું કરવામાં આવ્યું હતું જોકે કેટલા દાતાઓએ કેટલા રૂપિયા આપ્યા છે તેની કોઈ પણ માહિતી જનતા સમક્ષ મૂકવામાં આવી ન હતી કે તે રૂપિયા ક્યાં ખર્ચવામાં આવ્યા છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અતુલ ગામેચી છએ આર ટી આઈ કરવામાં આવી હતી.જેમાં શંકા ઉપજાવે એવી માહિતી સાંમેં આવી હતી.  27 માર્ચે થી ૨૯ જૂન 2021 સુધીમાં 56 સંસ્થાઓ દાતાઓએ રૂપિયા 33,10,470 નો ફાળો જમા કરવામાં આવ્યો હતો. જો કે રૂપિયા 33,83,175 લાખ શહેરમાં સેનેટાઈઝર માં ઉડાયા અને રૂપિયા 1,14,750ના ડિસ્પોઝલ ડીશ કોરોના કાળમાં શું જરૂર પડે? મેયરે આવક કરતા રૂપિયા 2,055,68 લાખ જાવક વધુ બતાવીને વડોદરાની જનતાને સંતોષકારક ખુલાસો આપી શક્યા નહીં.

મેયર ફંડમાં સંસ્થાઓ દાતાઓએ 3 મહિના રૂપિયા આપ્યા પરંતુ પૂર્વ મેયર હેતુ પાર પડ્યો નહીં. તંત્ર ની અવ્યવસ્થા ના કારણે સંસ્થાઓ અને દાતાઓના વિશ્વાસ ઊઠી જતાં વધુ ફંડ આવ્યું નહીં. પહેલું ફંડ 27 માર્ચ છત્રપતિ શિવાજી સહકારી મંડળી છેલ્લું પણ ૨૯ જૂન પ્રજાપતિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી તરફથી મેયર ફંડમાં આપવામાં આવ્યું હતું. છત્રપતિ શિવાજી સહકારી મંડળીના જે ફંડ અપીયુ એ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદાર હતા. પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠે તેમને કેટલું ફંડ મળ્યું હતું અને ક્યાં ખર્ચે કર્યુ હતું તે મામલે તેમને અધિકારીઓને પૂછવું પડશે કેમ જણાવ્યું હતું. જોકે તેમના પી.એ તરફથી માહિતી આપવાની વાત કરી હતી પરંતુ માહિતી આપી ન હતી. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ માં કેન્દ્ર – રાજ્ય સરકાર, પાલિકા કમિશનર ફંડ કરોડો રૂપિયા આવ્યા છે .પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભાગ બટાઈ ના કારણે જેમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેથી કોરોના કાળમાં જે પણ ફંડ પાલિકાને મળ્યું છે તેની તપાસ થવી જોઇએ.

Most Popular

To Top