સુરત: (Surat) સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) અંતર્ગત કોટ વિસ્તારમાં રાજમાર્ગના મહિધરપુરા પોલીસ સ્ટેશનથી ટાવર સુધીનો માર્ગ પણ વાહન વ્યવહાર...
આમોદ પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National High Way) નંબર ૬૪ ઉપર બે દિવસ બાદ આજે ફરીથી ડિવાઇડર (Divider) ઉપર કાર ચઢી...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના ઇસરોલી ગામે ગાય પર કોઈએ એસિડ (Acid) ફેંકતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલફેરની...
સુરત: (Surat) કોરોનાની સ્થિતિ પછી ચીનના કાપડનો યુરોપ સહિત વિશ્વભરમાં બહિષ્કાર થઇ રહ્યો છે. ત્યારે આ સ્થિતિનો લાભ કઇ રીતે ઉઠાવવો અને...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે SVNITના...
સાપુતારા: (Surat) સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Saputara To Statue Of Unity) સુધીના નવા ચાર માર્ગિય રાજ્ય ધોરીમાર્ગની જાહેરાત કરતા, મંત્રી પૂર્ણેશ મોદીએ...
સુરત: (Surat) ચોમાસા પછી બિસ્માર થઇ ગયેલા વાંઝને ખરવાસા સાથે જોડતા રોડને નવો બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ માર્ગ અને મકાન...
સુરત: (Surat) અમરોલી છાપરાભાઠા રોડ ઉપર રત્નકલાકારે (Diamond Worker) સવારે તેની પુત્રીને સ્કૂલે મુકવા માટે ગયા હતા, અને બપોરે પુત્રની અકસ્માતે મોતના...
સુરત: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) કોર્પોરેટરો (Corporators) બાદ હવે તેમના પરિવારજનો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાના કિસ્સા સામે આવવા માંડ્યા...
સુરત: (Surat) શહેર પોલીસે મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના (Gang) બે યુવકને પકડી પાડ્યા હતા. આ બંને યુવક લાખો રૂપિયાની કિંમતના મોબાઇલ...
સુરત: (Surat) રાજ્ય જીએસટી (GST) વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગે (Enforcement Wing) ગુરુવારે સુરતમાં છ ફર્નિચર વિક્રેતાઓના (Furniture seller) શો-રૂમ, ગોડાઉન, ઘર, ઓફિસ સહિત...
ઓલપાડ ટાઉન: (Olpad) સુરતીઓ જેઓ દરિયા કિનારે ફરવાના શોખીન તેવા પ્રવાસીઓ (Tourists) માટે રાહતના સમાચાર છે. ઓલપાડના ડભારીના ભાગીવાળી બીચનો રસ્તો બનાવાશે...
સુરત : (Surat) શહેરમાં છેલ્લા થોડા દિવસથી ફરી કોરોનાનું (Corona) સંક્રમણ સતત વધી રહ્યું છે. શુક્રવારે પણ કોરોનાના કેસ વધીને એક જ...
પંજાબ: પંજાબ (Punjab)ના લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ (Ludhiana District Court of Punjab) સંકુલમાં ગુરુવારે બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. જેમાં એક વ્યકિતિનું...
સુરત: (Surat) જે રીતે ઓમિક્રોન વેરિએન્ટની સાથે કોરોનાના કેસ વધી રહ્યાં છે તે જોતાં આ વખતે થર્ટી ફર્સ્ટની પાર્ટી (31st Party) ક્લોઝ્ડ...
સુરત: (Surat) અટલ બિહારી વાજપેયીના (Atal Bihari Vajpayee) જન્મજયંતિ નિમિત્તે ભાજપ (BJP) દ્વારા સુશાસન સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત...
સુરત: (Surat) સુરતમાં હેરિટેજ સ્ક્વેર બનાવવાના નામે મનપા તંત્ર દ્વારા દાટ જ વાળવામાં આવ્યો છે. હેરિટેજ સ્ક્વેર (Heritage Square) બનાવવાની વાતો દાયકાથી...
નવી દિલ્હી: દેશમાં કોરોનાનો (Corona) નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron variant)નો ખતરો વધતો જાય છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર સરકારે પ્રતિબંધ...
ડ્રગ્સનું દૂષણ આજે ચારે કોર વ્યાપેલું છે. આ એક એકદમ સંવેદનશીલ,જટિલ ,મુશ્કેલ અને સૌને મુંઝવતો પ્રશ્ન છે. ‘સન્નારી’ ને લાગ્યું કે જ્યારે...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આર્મી (Army) દ્વારા હાથ ધરાયેલું ટેરરિસ્ટ ફ્રી કાશ્મીરનું ઓપરેશન પૂર જોશમાં ચાલી રહ્યું છે. અહીં સતત આતંકવાદીઓને (terrorists)...
સુરત: (Surat) પાંડેસરામાં (Pandesara) યુવતીને મોબાઇલ (Mobile) ઉપર મેસેજ (Message) કરવાની વાતે થયેલા ડબલ મર્ડરના (Double Murder) ચકચારીત કેસમાં પોલીસે (Police) મોબાઇલ...
નવી દિલ્હી: કોરોનાના (Corona) વેરિએન્ટ ઓમિક્રોનનો (Omicron) ભય દૂર થયો નથી. અત્યંત ચેપી આ વાઈરસ (Virus) ભારત (India) સહિત વિશ્વમાં (World) હાહાકાર...
શિયાળાની ઠંડી ગુજરાતમાં આજકાલ જામી છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વિશેષ છે. જો કે પાટનગર ગાંધીનગરમાં સામાન્ય કરતાં બે ત્રણ...
સુશાસન એટલે સર્વસમાવેશી વિકાસ સાથે સંકળાયેલું વહીવટીતંત્ર, જે કોઈ પણ રાજ્ય કે દેશનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરે છે. દેશના મહાન જનનેતા, પ્રખર...
કોરોનાના કેસથી માંડ રાહત મળવાની શરૂઆત થઈ હતી ત્યાં હવે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટે વિશ્વને ધમરોળવા માંડ્યું છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસની સંખ્યા...
સુરત(Surat): બ્રિજસિટીની સાથે સાથે હવે ઓર્ગન ડોનર શહેર તરીકે ઓળખાતા સુરત શહેરમાં અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરવું શક્યું બન્યું છે. અત્યાર સુધી અંગોનું દાન...
યુપીના કાનપુર ખાતે પાન મસાલા પ્રોડકટના વેપારી તથા ટ્રાન્સપોર્ટર સામે અમદાવાદના કેન્દ્રિય જીએસટી ઈન્ટેલીજન્સના અધિકારીઓની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરીને કરોડોની જીએસટીની...
સુરત: (Surat) કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. દેશમાં વીતેલા એક સપ્તાહમાં ઓમિક્રોનના કેસ બમણી ગતિથી વધ્યા છે, જેના પગલે...
સુરત(Surat): મુંબઇથી (Mumbai) અમદાવાદ (Ahmedabad) વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસને હવે છેક ગાંધીનગર (Gandhinagar) સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનને (Train) રેલ રાજ્યમંત્રી...
રાજ્ય સરકારે આજે સાત જેટલા આઈએએસની આંતરિક બદલીના આદેશ કર્યા છે. જેમાં અમદાવાદ મનપાના નવા કમિશ્નર તરીકે 2002ની બેચના આઈએએસ લોચન શહેરાની...
પંજાબ ફરી હારી ગયું, RCB શાનદાર વિજય સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થયું
કેરળ: વીડી સતીસન કાલે સવારે 10 વાગ્યે CM પદના શપથ લેશે
યુક્રેને રશિયા પર 1,000 ડ્રોનથી હુમલો કર્યો, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવ્યું
અમેરિકા WHOથી અલગ થયું, ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ, કહ્યું- અબજો ડોલરનું નુકસાન કરાવ્યું
સંજય દત્તની ફિલ્મ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શિત થશે, UAE માં પ્રતિબંધ મુકવા મામલે વિવાદ
યુકેની રાજનીતિમાં મોટો ભૂકંપ! કીર સ્ટાર્મર ટૂંક સમયમાં આપી શકે રાજીનામું
સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું 1000 અને ચાંદી 4500 સસ્તી, ગોલ્ડ ઇમ્પોર્ટ વધ્યો છતાં બજારમાં મંદી
રજનીકાંતે મૌન તોડ્યું: CM વિજય પ્રત્યે ઈર્ષ્યાનો ઇનકાર કર્યો, સ્ટાલિન સાથે મુલાકાત અંગે કહી આ વાત
અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગથી ભય ફેલાયો
દિલ્હીમાં મહિલાઓ માટે સારા સમાચાર: સ્ટાર્ટઅપ્સને હવે વગર ગેરંટી 10 કરોડ સુધીની લોન મળશે
પેન્ડિંગ કેસો ઘટાડવા સુપ્રીમ કોર્ટમાં હવે 38 જજ: 4 નવા ન્યાયાધીશોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાતમાં બનશે સુપરચિપ્સ! નેધરલેન્ડની ASML સાથે ભારતની મેગા ડીલથી ચીન ટેન્શનમાં
રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા
વધુ એક LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું: 20,000 ટન LPG લઈ કંડલા પોર્ટ પર આવ્યું
ઇઝરાયલે હમાસના લશ્કરી વિંગના વડાની હત્યા કરી, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
રશિયાની રિફાઇનરીમાં ભીષણ આગ, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળવાની આશંકા
નેધરલેન્ડથી ભારત પરત આવ્યા 1000 વર્ષ જૂના ચોલ તામ્રપત્ર, PM મોદીએ કહ્યું, ગર્વની ક્ષણ
સુપરસ્ટાર્સ વગર રમત આગળ વધી શકે નહીં’, ગૌતમ ગંભીરની વિચારધારાથી અલગ બોલ્યા રાહુલ દ્રવિડ
મમતા સરકારની ઓળખ હટાવવા ભાજપ એક્શનમાં, બિસ્વ બાંગ્લાની લોગોની જગ્યાએ અશોક સ્તંભ લગાવાયો
ડાયમંડ ઉદ્યોગ ને વેગ આપવા અનોખો પ્રયાસ,જૂના હીરાઓની ભારત વાપસી
ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી
અમેરિકાની સૌથી વ્યસ્ત રેલ સેવા LIRRમાં 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ
“તેમણે દેશના યુવાનોનું અપમાન કર્યું”, CJI સૂર્યકાંતના નિવેદન પર અભિનેત્રી કુનિકા સદાનંદ ભડક્યાં
ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત
“સંકટ નહીં થમે તો કરોડો લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે”
વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા
તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકાધીશ મંદિરમાં પુરૂષોત્તમ અધિક જેઠ માસનો ભવ્ય મહોત્સવ શરૂ
ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
સુરત: (Surat) સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) અંતર્ગત કોટ વિસ્તારમાં રાજમાર્ગના મહિધરપુરા પોલીસ સ્ટેશનથી ટાવર સુધીનો માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ (Road Close) કરવા તેમજ ચોકબજારથી ડીસીબી તરફ જતા રસ્તાને પણ સંપુર્ણ બંધ કરવા તૈયારી થઈ ચૂકી છે. આ માટે સુરત મનપા દ્વારા રસ્તાઓની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે.
શહેરનો મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટ હવે ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે. ત્યારે અંડર ગ્રાઉન્ડ રૂટ પર વિવિધ જગ્યાએ કામગીરી ચાલુ થઇ જતા બેરિકેડ મુકી રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જેમાં ચોકબજારથી મુગલીસરા જતા રસ્તાનો પણ સમાવેશ થાય છે. જો કે હાલમાં માત્ર એક સાઇડ બંધ કરાઇ હતી. પરંતુ હવે ચોકબજાર મેટ્રો સ્ટેશનના નિર્માણ માટે થઇ રહેલી કામગીરી અંતર્ગત ક્રાઇમ બ્રાંચથી ચોકબજાર ચાર રસ્તા સુધીનો સંપૂર્ણ રસ્તો બંધ કરવાની તૈયારી કરાઇ છે.
તેથી ડીસીબી ઓફિસ જવાની સમસ્યા ઉભી થવાની હોય અહી ફરજ બજાવતા કર્મચારીઓને અવર-જવર માટે ચોકબજાર કસ્તુરબા ગાર્ડનમાંથી એટલે ડીસીબી ઓફિસના પાછળના રસ્તો કરી આપવા નક્કી કરાયું છે. તેથી હવે ડીસીબીમાં આવતા પક્ષકારો, વકીલો તેમજ પોલીસ કર્મીઓની અવર-જવર માટે એન્ડ્રુઝ લાયબ્રેરીની પાછળથી કસ્તુરબા બાગમાંથી એક રસ્તો બનાવી આપવામાં આવશે. એટલે ચોકબજાર સ્ટેટ બેંક પાછળના માર્ગથી કિલ્લાના મેદાનમાંથી ડાયવર્ઝન કરી દેવાયું છે. જે કિલ્લા મેદાનમાંથી બહાર નીકળી સીધા કસ્તુરબા ગાર્ડન થઇ ક્રાઇમ બ્રાંચમાં પાછળના ગેટથી પ્રવેશ મેળવી શકાશે.
દોઢ વર્ષ પહેલા લાખોના ખર્ચે ગાંધીબાગની ઐતિહાસિક દિવાલ બનાવી અને હવે મેટ્રો માટે તોડી પાડી
સુરત: (Surat) સુરતમાં હેરિટેજ સ્ક્વેર બનાવવાના નામે મનપા તંત્ર દ્વારા દાટ જ વાળવામાં આવ્યો છે. હેરિટેજ સ્ક્વેર (Heritage Square) બનાવવાની વાતો દાયકાથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી હેરિટેજ સ્ક્વેર બની શક્યું નથી. એક-એક પ્રોજેક્ટ બને છે પરંતુ સાથે નવા પ્રોજેક્ટ આવતાં આ પ્રોજેક્ટને તોડવા સુધીની નોબત આવી રહી છે. હેરિટેજ સ્ક્વેરના નામે મનપા તંત્ર દ્વારા ચોકબજારના ગાંધીબાગનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું. તેના માટે મનપા દ્વારા ગાંધીબાગની સુંદર દિવાસ બનાવવામાં આવી હતી.
તેને ઐતિહાસિક લૂક પણ આપવામાં આવ્યો હતો પરંતુ પ્લાનિંગ વિના કામ કરતી મનપાને કારણે હવે મેટ્રો રેલ (Metro Rail) માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ ગાંધીબાગની દિવાલ તોડી નાખવામાં આવી છે. આ દિવાલ ફરી બનાવી આપવા માટે મેટ્રો રેલ બનાવતી જીએમઆરસી દ્વારા જવાબદારી લેવામાં આવી છે પરંતુ જે રીતે ઐતિહાસિક દેખાવ ધરાવતી દિવાલ બની હતી. તેવી દિવાલ હવે ફરી બનશે કે કેમ? તે મોટો પ્રશ્ન છે. દોઢ વર્ષ પહેલા જ બનેલી આ દિવાલ તૂટતાં જાણે દળી-દળીને ઢાંકણીમાં જેવો ઘાટ થયો છે.