National

ઓમિક્રોન કરતા પણ વધુ ચેપી કોરોનાનો નવો વેરિએન્ટ ત્રાટક્યો, આ દેશમાં મચાવી રહ્યો છે હાહાકાર

નવી દિલ્હી: કોરોનાના (Corona) વેરિએન્ટ ઓમિક્રોનનો (Omicron) ભય દૂર થયો નથી. અત્યંત ચેપી આ વાઈરસ (Virus) ભારત (India) સહિત વિશ્વમાં (World) હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોનાનો હજુ એક નવો વેરિએન્ટ ત્રાટક્યો હોવાની માહિતી સાંપડી છે. વૈજ્ઞાનિકોના મતે આ નવો વેરિએન્ટ ઓમિક્રોન કરતા વધુ શક્તિશાળી છે અને તે ઓમિક્રોન કરતા 3 ગણી ઝડપે ફેલાવાની ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકો કોરોનાના આ નવા વેરિએન્ટને ડેલ્મિક્રોન તરીકે ઓળખે છે. હાલમાં આ ડેલ્મિક્રોન (Delmicron) વેરિએન્ટના દર્દી યુરોપ અને યુએસમાં વધુ જોવા મળી રહ્યો છે.

નિષ્ણાંતો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓમિક્રોન કે જે કોરોના કરતા ત્રણ ગણો ઝડપથી ફેલાઈ રહ્યો છે તેના કરતાં પણ વઘુ ઝડપથી આ વાઈરસ ફેલાઈ રહ્યો છે. તેઓના મત મુજબ આ વાઈરસના સંક્રમણનો ખતરો ઓમિક્રોન કરતાં પણ વઘુ છે. મહત્વની વાત એ છે કે તેના લક્ષણો ડેલ્ટા કરતા હળવા જોવા મળી રહ્યા છે.

મહારાષ્ટ્રની કોવિડ-19 ટાસ્ક ટીમના સભ્ય ડો. શશાંક જોષીએ જણાવ્યું છે કે યુરોપ અને યુએસએમાં ડેલ્મિક્રોન, અથવા ડેલ્ટા અને ઓમિક્રોનની જોઇન્ટ સ્પાઇક, એક નાનકડા પરિણામના રૂપમાં સામે આવી છે. સાથે જ તેઓએ ચેતવણી આપી હતી કે આ વેરિયન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડબ્લ્યુએચઓ દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામા આવી નથી. તમને જણાવી દઈએકે ભારતમાં ડેલ્મીક્રૉનનો એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી.

શું છે ડેલ્મિક્રોન?

ડેલ્મિક્રોન કોરોનાનો નવો વેરિએન્ટ નથી. તે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટ મળીને એક સુપર સ્ટ્રેન બનાવી રહ્યા છે. જેને ડેલ્મિક્રોન કહેવાય છે. એક જ વ્યક્તિમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંનેના સંક્રમણથી ઉદ્દભવતી સ્થિતિને જ ડેલ્મિક્રોન કહેવામાં આવે છે. ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિએન્ટથી સંક્રમિત થાય ત્યારે ડેલ્મિક્રોન વધુ ઘાતક સ્વરૂપ લઈ શકે છે. નિષ્ણાતોું માનવું છે કે અમેરિકામાં વધતા કોરોના કેસોની પાછળ ડેલ્ટા કે ઓમિક્રોનના બદલે ડેલ્મિક્રોન પણ જવાબદાર હોઈ શકે છે. કેટલાક અન્ય રિસર્ચર્સે પણ ચેતવણી આપી છે કે ડેલ્ટા અને ઓમિક્રોનનું સંયોજન દુર્લભ છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓ સર્જાય તો એવું શક્ય પણ છે. 

Most Popular

To Top