Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતવાસીઓને જલસા: સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ચાર માર્ગીય રસ્તો બનશે

સાપુતારા: (Surat) સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Saputara To Statue Of Unity) સુધીના નવા ચાર માર્ગિય રાજ્ય ધોરીમાર્ગની જાહેરાત કરતા, મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતુ કે આ ફોરલેન રોડ સાપુતારાથી ગલકુંડ, આહવા, સુબિર, સોનગઢ, ઉકાઈ થઈ કેવડીયા સુધી વિસ્તારાશે, જેને પગલે રોજગારીનુ સર્જન શક્ય બનશે. આ ઉપરાંત નેશનલ હાઇ વે (National High Way) નંબર ૪૮ ઉપર આવેલા ચીખલીથી સાપુતારા સુધીના માર્ગને ફોરલેન બનાવવાનું બાકી કામ પૂર ઝડપે પૂર્ણ થાય તે દિશામા પણ રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, મંત્રીએ વઘઇથી સાપુતારા સુધીના ૫૦ કિલોમીટરના ઘાટ માર્ગ ઉપર અકસ્માતમા જાનહાનીને અટકાવી શકાય તે માટે અહી રૂ.૧૦ કરોડના ખર્ચે અધતન ટેક્નોલોજિ ધરાવતા રોલર બેરિંગ પ્રોટેકશન વોલનુ નિર્માણ કરાશે તેમ પણ વધુમા જણાવ્યુ હતુ.

વઘઇના માછળી-ચિખલા -દિવડીયાવનને જોડતા નવા પુલનુ ખાતમુહૂર્ત અને ધવલીદોડ-ધૂડા-પીપલાઇદેવી માર્ગના નવિનીકરણ બાદ લોકાર્પણના માટે પધારેલા મંત્રી પૂર્ણેશ મોદીએ, જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના ડુબાણમાં જતા કુલ ૨૯૫ લો લેવલ કોઝવે માટે રૂ.૫૦૦ કરોડ અને રાજ્યના ૧૮ જિલ્લાઓના ૪૧૭ પેટા પરાના રોડ માટે પણ રૂ.૫૦૦ કરોડની જોગવાઈ નોન પ્લાન સદરે કરીને છેવાડાના માનવીઓ સુધી સુવિધા પહોંચાડવાનુ ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે.

૩.૧૩ કરોડના ખર્ચે રસ્તો બનાવી વાંઝ-ખરવાસા દાંડીમાર્ગ, ઇકલેરા-ભાણોદરાને પલસાણા હાઈવે સાથે જોડાશે

સુરત: ચોમાસા પછી બિસ્માર થઇ ગયેલા વાંઝને ખરવાસા સાથે જોડતા રોડને નવો બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી હતી. બીજી તરફ બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમાર અને ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલે પણ નેશનલ હાઇવેને જોડતો રસ્તો બનાવવા માંગ કરતા રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ ૩.૧૩ કરોડના ખર્ચે વાંઝ-ખરવાસા દાંડીમાર્ગ, ઇકલેરા-ભાણોદરા અને વકતાણા – ભાટિયાથી નેશનલ હાઇવેને જોડતો રોડ બનાવવા જાહેરાત કરવા સાથે આજે ખાતમુહુર્ત પણ કર્યું હતું. આ રોડ બની જતા સુરત શહેર અને જીલ્લામાં રહેતા સ્થાનિકોને ભાટિયા ટોલ નાકે ટોલટેક્ષ ભરવામાંથી મુકિત મળશે. લાંબા સમયથી ભાટિયા ટોલના ટેક્ષને લઇ આંદોલન ચાલતું આવ્યું છે. તેનો પણ આ રોડ બનવા સાથે અંત આવશે.

ચાલુ વર્ષે ચોમાસામાં વાંઝને ખરવાસા સાથે જોડતો રોડ બિસ્માર થયો હતો. તેને લીધે વાહન ચાલકોને સચીન પલસાણા હાઇવેથી જવું પડતું હતું. આ અંગે બે ધારાસભ્યો અને સંગઠનના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવતા પૂર્ણેશ મોદીએ વાંઝ ગામ ખાતે કુલ 3.13 કરોડના ખર્ચે વાંઝ-બોણદ રોડ થી વાંઝ-ખરવાસા(દાંડી માર્ગ) ગામને જોડતો રોડ, વાંઝ ખરવાસા(દાંડી માર્ગ) રોડ થી ઇકલેરા ભાણોદરા રોડને જોડતો રોડ, વકતાણા ગામેથી ભાટીયા અને નહેરથી નેશનલ હાઇવે સુધીનો રોડ, તેમજ વકતાણા ગામ પાસે ખરવાસા ભાટીયા મેઈન રોડથી પચાસ વાળી નાળ સુધીના રોડનું આજે ધારાસભ્યો ઇશ્વર પરમાર, ઝંખના પટેલ અને સંદીપ દેસાઇની હાજરીમાં ખાતમુહર્ત કર્યું હતું.

Most Popular

To Top