SURAT

ટેક્સટાઈલનો 5 વર્ષનો રોડ મેપ તૈયાર કરવા ચેમ્બર 50 ટેક્સટાઇલ સંગઠનો સાથે કરવા જઈ રહ્યું છે આ કામ

સુરત: (Surat) કોરોનાની સ્થિતિ પછી ચીનના કાપડનો યુરોપ સહિત વિશ્વભરમાં બહિષ્કાર થઇ રહ્યો છે. ત્યારે આ સ્થિતિનો લાભ કઇ રીતે ઉઠાવવો અને હવે પછીનાં ૫ વર્ષ ટેક્સટાઇલ ઉદ્યોગના (Textile Industries) કેવા હોવા જોઇએ તેનો રોડ મેપ તૈયાર કરવા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તા.૨૮ ડિસેમ્બરના રોજ ૫૦ સંગઠનની બેઠક યોજવામાં આવી છે. જેમાં ગુજરાત ચેમ્બર, એસોચેમ અને સ્પિનર્સથી લઇ કાપડના વેપારીઓના ૫૦ સંગઠનો દિવસભર કાપડ ઉદ્યોગના આગામી ૫ વર્ષના રોડ મેપ (Road Map) વિશે ચર્ચા વિચારણા કરશે.

  • વાઈબ્રેન્ટ સમિટની પ્રિ-સમિટના ભાગરૂપે સુરત શહેરમાં પ્રથમ વખત સુરત શહેરમાં વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
  • ટેક્સટાઈલનો 5 વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કરવા ચેમ્બર 50 ટેક્સટાઇલ સંગઠનો સાથે ૨૮મીએ બેઠક યોજશે
  • બેઠકમાં ગુજરાત ચેમ્બર, એસોચેમ અને સ્પિનર્સથી લઈ કાપડના વેપારીઓનાં ૫૦ સંગઠનો દિવસભર કાપડ ઉદ્યોગના આગામી ૫ વર્ષના રોડ મેપ વિશે ચર્ચા-વિચારણા કરશે
  • કેન્દ્ર સરકારે ટેક્સટાઇલમાં ૩૦૦ બિલિયનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેના એક ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રેન્ટ સમિટ માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે

ટેક્સટાઇલમાં છેલ્લે ૨૦૧૬માં રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતનો એક્સપોર્ટ ૭ ટકાથી આગળ વધ્યો ન હતો. ટેક્સટાઇલના એક્સપોર્ટમાં ચીન, વિયેટનામ અને બાંગ્લાદેશ ભારત કરતા આગળ નીકળી ગયા હતા. હવે કેન્દ્ર સરકારે ટેક્સટાઇલમાં ૩૦૦ બિલિયનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેના એક ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રેન્ટ સમિટ માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે. વાઈબ્રેન્ટ સમિટની પ્રિ-સમિટના ભાગરૂપે સુરત શહેરમાં પ્રથમ વખત સુરત શહેરમાં વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તા.29મી ડિસેમ્બરના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાશે. જે પહેલાં 28મી ડિસેમ્બરના રોજ ચેમ્બર દ્વારા પણ નેટવર્કિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીનો આગામી 5 વર્ષનો રોડ મેપ નક્કી કરવા માટે કેન્દ્ર, રાજ્ય સરકારનાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ ઉપરાંત સુરતના પ્રોસેસર્સ, વિવર્સ, ટ્રેડર્સ, નીટર્સ, સ્પીનર્સ તમામ સ્ટેક હોલ્ડર્સના મળી 50 જેટલી સંસ્થાઓના આગેવાનો એક જ છત્ર નીચે ચર્ચા-વિચારણા કરશે. આ રોડ મેપ તૈયાર કરવાની જવાબદારી વિખ્યાત એજન્સીને આપવામાં આવશે.

Most Popular

To Top