National

જમ્મુમાં 2 આતંકવાદી ઠાર, અનંતનાગમાં ભાજપના નેતાઓના હત્યારા માર્યા ગયા; લશ્કરના 2 આતંકવાદીઓ જીવતા ઝડપાયા

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આર્મી (Army) દ્વારા હાથ ધરાયેલું ટેરરિસ્ટ ફ્રી કાશ્મીરનું ઓપરેશન પૂર જોશમાં ચાલી રહ્યું છે. અહીં સતત આતંકવાદીઓને (terrorists) શોધીને આર્મીના જવાનો ઠાર (Encounter) મારી રહ્યાં છે. આવા જ એક ઓપરેશનમાં શનિવારે સવારે આર્મીએ બે આતંકવાદીઓને માર્યા છે. આ અગાઉ અનંતનાગ અને બડગામમાં પણ આતંકવાદીઓ પર આર્મીએ કાબુ મેળવ્યો છે. આતંકવાદીઓ પર હુમલા ચાલુ છે. બે દિવસમાં સુરક્ષાદળોને અહીં ઘણી મહત્વની સિદ્ધિઓ મળી છે. શોપિયાં, અનંતનાગ અને બડગામના ત્રણેય જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકવાદીઓને કાબૂમાં લીધા છે. સુરક્ષાદળોની કાર્યવાહીમાં ભાજપના અનેક નેતાઓના હત્યારાઓ પણ માર્યા ગયા છે.

શોપિયાંમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા

સૌ પ્રથમ તો શોપિયાંની વાત કરીએ. પોલીસે જણાવ્યું કે શનિવારે અહીં અથડામણમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા. સુરક્ષા દળોએ શોપિયનના ચૌગામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું કારણ કે તેમને દક્ષિણ કાશ્મીરમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. પોલીસે કહ્યું કે ટૂંક સમયમાં આ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ગોળીબાર (Firing) કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ (Security forces) આગળ વધીને 2 આતંકીઓને ઠાર કર્યા.

ભાજપના 5 નેતાઓના હત્યારાની હત્યા

આ પહેલા શુક્રવારે અનંતનાગમાં સુરક્ષા દળોએ એક ખતરનાક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીની ઓળખ શહજાદ તરીકે થઈ છે. શહઝાદ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સાગરિત હતો. શહઝાદ પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ત્રણ નેતાઓની હત્યા, પાર્ટી સાથે સંકળાયેલા બે સરપંચોની હત્યા અને એક ઈન્સ્પેક્ટરની હત્યાનો આરોપ હતો. શહઝાદની હત્યા દક્ષિણ કાશ્મીરના મુમનહાલ (અરવાની) વિસ્તારમાં કરવામાં આવી હતી. તેની પાસેથી એક AK-47 પણ મળી આવી હતી.

Most Popular

To Top