Dakshin Gujarat Main

દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે સુરતની આ હોસ્પિટલને મળી મંજૂરી

સુરત(Surat): બ્રિજસિટીની સાથે સાથે હવે ઓર્ગન ડોનર શહેર તરીકે ઓળખાતા સુરત શહેરમાં અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરવું શક્યું બન્યું છે. અત્યાર સુધી અંગોનું દાન કરીને અન્ય શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ થતું હતું પરંતુ હવે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મહાવીર હોસ્પિટલમાં હૃદય અને ફેંફસાના ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનશે. આ હોસ્પિટલના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી મળતા ડોક્ટરો અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરતા સેવાકીય સંસ્થામાં આનંદો છવાયો હતો.

સમગ્ર ભારત દેશમાં અત્યાર સુધીમાં વિવિધ શહેરોની સરખામણીમાં સુરત શહેરમાંથી 980 જેટલા અંગોનું દાન થયું છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાંથી જ લગભગ 39 હૃદય અને 26 ફેંફસાના દાન કરવામાં આવ્યા છે. જે ભારત દેશના અલગ અલગ શહેરોમાં દાખલ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. સુરતના મજૂરાગેટ પાસે આવેલી બી.ડી. મહેતા મહાવીર હાર્ટ ઇન્સટ્ટીટ્યુટ સૌથી વધુ હૃદયની સર્જરી કરતી હોસ્પિટલ ગણવામાં આવે છે. આ હોસ્પિટલને હવે હૃદય અને ફેંફસાની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની મંજૂરી મળી છે. આ કાર્યક્રમમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ અને એડવાન્સ કાર્ડિયાક સાયન્સ ટીમની સહયોગ રહેશે. આ ઉપરાંત હોસ્પિટલના ટ્રાન્સ્પ્લાન્ટ ડો. અન્વય મુલે અને ડો. મીરા તલ્હા (કાર્ડિયોલોજીસ્ટ)ની આગેવાનીમાં હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવશે.

મહાવીર હોસ્પિટલ ગુજરાતની સૌથી જૂની તેમજ સૌથી મોટી હેલ્થકેર સંસ્થા છે. આ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાધનો, નિષ્ણાતો અને પ્રશિક્ષિત સ્ટાફ ધરાવે છે. આ ઉપરાંત આ હોસ્પિટલ કેન્સર માટેની સારવાર આપતી સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે. તેમજ સામાન્ય ખર્ચે સારી સારવાર આપતી આ સંસ્થા છે. આસપાસના 15 ટકા જેટલા રાજયો માંથી દર્દીઓ અહીં સારવાર લેવામાટે આવે છે.

Most Popular

To Top