ઝઘડિયા: ઝઘડિયાના (Jhagadia) ભીમપોરમાં (Bhimpore) ૩૦થી વધુ ગ્રામજનોએ કલેક્ટરને (Collector) સંબોધીને લખેલી ફરિયાદ રાજપારડી પોલીસને (police) આપીને જણાવ્યું હતું કે, ભીમપોર ગામમાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના (Corona) વધતા કેસ વિસ્ફોટક બની રહ્યા છે. ત્યારે મેડિકલ (Medical) પરથી મળતી કોરોના કિટ (Kit) લોકો ઘરે જ...
ભરૂચ: દોલતપુર (Doltpur) ના યુવાન ખેડૂતની વાલિયામાં (Walia) પાર્ક કરેલી ઈનોવા કાર (Innova car) ધોળે દિવસે ભર બજારમાં બાઈક (bike) પર કોઈક...
સુરત: (Surat) લોકોને જાતજાતની શિખામણ આપતાં મનપાના (SMC) કોર્પોરેટરો (Corporators) ખુદ કેટલી બેજવાબદારી (Irresponsibility) બતાવી રહ્યાં છે તેનું ઉદાહરણ ભાજપના કોર્પોરેટર વિજય...
વડોદરા : શહેરમાં કોરોનાએ તોફાની ઈનિંગ રમવાની શરૂઆત કરી દીધી છે.વીતેલા 2 દિવસમાં ધમાકેદાર બેટિંગ કરી શુક્રવારે કોરોનાએ બે સદી પુરી કરવા...
જંબુસર: જંબુસર નગરપાલિકાની (Jambusar Municipality) બે જગ્યામાં દુકાનદારોએ ૨૭ દુકાન પર ગેરકાયદે કબજો કરવાના મુદ્દે મુખ્ય અધિકારીએ કડક હાથે નોટિસ (notice) આપ્યા...
રાજકોટ: રાજ્યમાં કોરોનાના (Corona) કેસ ચિંતાજનક હદે વધવા માંડ્યા છે. કલસ્ટર, કન્ટેઈન્ટમેન્ટ ઝોન જેવા શબ્દો ફરી જીવનનો ભાગ બનવા લાગ્યા છે. ઠેરઠેર...
સુરત: સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ લેતા સરકારી કોન્ટ્રાકટરો (Government contractors) દ્વારા રો-મટિરિયલ્સના (Raw-Materials) વધેલા ભાવોને કારણે આવતીકાલે તા.8મીથી કોઈપણ સરકારી ટેન્ડરો (Government tenders)...
વડોદરા : પંજાબની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા જેમાં ગત રોજ ભાજપ દ્વારા મંત્રીઓની ઉપસ્થિતિમાં કીર્તિ સ્તંભથી ભગતસિંહ સુધી મોદીજીના દીર્ધાયુષ્ય પ્રાર્થના...
ઇ.સ. ૧૯૯૦ ના દાયકામાં સોવિયેટ સંઘનું વિસર્જન થયું તે પછી જે દેશ સૌથી વધુ સમૃદ્ધ ગણાતો હતો તે કઝાખસ્તાનમાં સરકાર સામે બળવો...
સુરત: (Surat) ન્યૂ વીઆઇપી રોડ ઉપર પોલીસના (Police) મારથી બચીને પોલીસની વાનમાંથી કૂદી ગયેલો યુવક કોમામાં સરી પડ્યો હતો. આ ઘટનાને લઇને...
મારું પિયર ક્યાં? ખોવાઈ ગયું છે પિયર મારું, ખોવાયો આવકાર મીઠો માવતરનો! સિધાવી ગયાં મા ને બાપ પછી પડઘો છવાઈ ગયો માવતરનો!...
ભારતના ગિરનાં જંગલોમાં વસવાટ કરતા સિંહો, જગતભરમાં મશહુર છે. ગિરના જંગલોનું પર્યાવરણ સિંહો માટે ખૂબ જ માફકસરનું રહે છે. એટલે સિંહ જેવું...
દરેક વ્યકિતને અંગત જીવન હોય છે. તેના વ્યવહારો અને હકીકતોમાં કેટલીક બાબતો અંગત હોય છે. બધાં લોકો ‘સત્યના પ્રયોગો’ કરનાર રાષ્ટ્રપિતા ગાંધીજી...
સરળ ભાષામાં ઝેનોબોટ એટલે એક રોબોટ બીજા રોબોટને પેદા કરી શકે તે! અત્યાર સુધી કોઇ પણ વૈજ્ઞાનિકે હલનચલન કરતા રોબોટ માટે જૈવિક...
હિન્દુ ધર્મની માન્યતા મુજબ હાલ ધનુર્માસ ચાલે છે અને તે મકરસંક્રાંતિએ પૂર્ણ થશે.અલબત્ત ધનુર્માસ ધાર્મિક આસ્થાની સાથે ખગોળીય ઘટના સાથે પણ જોડાયેલો...
નાનકડો રૂશાન મોટો થતો હતો. આજે તેનો અગિયારમો જન્મદિવસ હતો.તેની ઈચ્છા હતી સરસ રીતે જન્મદિવસ ઉજવવાની. માતા પિતાએ બધી તૈયારી કરી લીધી...
સુરત: કોરોના (Corona) મહામારીના પગલે શહેરમાં રાત્રિ કર્ફ્યુંનો (Night curfew) સમય વધારી દેવામાં આવ્યો છે. ત્યારે બુટલેગર (Bootlegger) અને અસામાજિક તત્વોને (Antisocial...
કોણ કહે છે કે કોરોના પ્રતાપી નથી? કોણ કહે છે કે ઓમિક્રોન યશસ્વી નથી? આ વાયરસે ગુજરાતમાં એટલો બધો પ્રભાવ ઊભો કર્યો...
કોંગ્રેસ 2022 માં વિધાનસભાની ચૂંટણીના આગામી દૌરની ધાંધલ ધમાલ વચ્ચે પણ ખાસ આશાસ્પદ ભાવિ વિના પ્રવેશે છે. જૂથવાદ અને સુકાની વગરના વહાણ...
આખરે જેનો ડર હતું તે જ થયું. સરકારી તંત્રોની લાંચીયા નીતિને કારણે સુરતના સચિનમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાલી થયું અને છ શ્રમજીવીઓએ...
લગ્નનો દિવસ દરેક દુલ્હન માટે સ્પેશ્યલ હોય છે અને જિંદગીમાં એક જ વાર આવે છે. આથી જો તમે દુલ્હન બનવાનાં હો તો...
વાગઢના પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે મહેન્દ્રસિંહને બધું નવું નવું લાગતું હતું. અજાણું ગામ, અજાણ્યા માણસો અને અજાણ્યું પોલીસ સ્ટેશન. એક માત્ર...
બારેમાસ મળતી ચીકી સામાન્ય રીતે ઉત્તરાયણમાં ખાસ ખાવામાં આવે છે. તમે પરંપરાગત મમરા, તલ, શિંગ, ડ્રાયફ્રૂટની ચીકી તો બનાવતાં જ હશો પરંતુ...
શું થયું ? કેમ ચૂપ બેઠી છે? કેમ આટલી અકળાયેલી છે ? કેમ મૂડ નથી ? જેવાં પ્રશ્નોનો જવાબ ઘણીવાર મળે કે...
નાનપણથી જ મને નાટક, નૃત્ય, સંગીતનો શોખ. મારા હોઠ સદા ગીતો ગણગણતાં જ હોય- હીંચકે ઝૂલતાં, ખાતાં ખાતાં, વાંચતાં, લખતાં મારી સાથે...
વ્હાલા વાચકમિત્રો, આપણે જયારે નવા વર્ષમાં સંકલ્પ કરીએ છીએ કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણાં સંતાનોને નૈતિક-ભાવનાત્મક સપોર્ટ પૂરો પાડી એમની સાથે રહીશું...
સુરત: વીર નર્મદ સાઉથ યુનિવર્સિટી (Veer Narmad South University) માં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના ( under graduate and Post graduate ) જુદા...
સરકારે કોરોનાની રસી ૧૫ થી ૧૮ વર્ષના તરુણો માટે ઉપલબ્ધ કરી દીધી છે પરંતુ કરુણતા એ છે કે શાળાઓ શરૂ થતાં જ...
કેમ છો?નવા વર્ષની શરૂઆત કેવી રહી? કોરોના ધીમા પરંતુ મક્કમ પગલે વધી રહ્યો છે પરંતુ આપણે સહુ બેફિકર અને મસ્તમૌલા બની ફરી...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
ઝઘડિયા: ઝઘડિયાના (Jhagadia) ભીમપોરમાં (Bhimpore) ૩૦થી વધુ ગ્રામજનોએ કલેક્ટરને (Collector) સંબોધીને લખેલી ફરિયાદ રાજપારડી પોલીસને (police) આપીને જણાવ્યું હતું કે, ભીમપોર ગામમાં સરકારે ગ્રામજનોની અવરજવરના શુભ આશય ડામરનો રસ્તો બનાવ્યો હતો. આ રસ્તા પર રેતીમાફિયાઓ અને રાજકીય વગવાળા સ્થાનિક લોકોની પરવા કર્યા વગર આ રસ્તા પરથી રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો (Overloaded trucks) સતત વહન કરે છે. જે સામે સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ આ કૃત્ય બેધડક ચાલી રહ્યું છે.
ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી આપી
રેતી ઉલેચી ગેરકાયદે વહન કરનારા કેટલાક મળતિયા ભાડુતી બે ઈસમ લોકોને ખોટા કેસો કરીને ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. જેના કારણે આદિવાસી સમાજમાં અરાજકતા ફેલાવતા ગ્રામજનો ભયભીત બની ગયા છે. આ રોડ પરથી સતત દિવસ-રાત આશરે ૧૦૦થી વધુ ઓવરલોડેડ ટ્રકો અવરજવર થતાં ગામલોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરીને પરેશાન કરી દીધા છે. ગામમાં સ્કૂલો અને આંગણવાડી બિલ્ડિંગ પાસેથી બેફામ રીતે ટ્રકોના અવાજથી બાળકોને શિક્ષણ લેવામાં તકલીફ પડે છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદને કોઈ તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવે તો નાછૂટકે અસરગ્રસ્ત ગ્રામજનો તેમજ સ્કૂલનાં બાળકો સાથે રસ્તા રોકો અભિયાન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. આ અગાઉ પણ કેટલીક વખત રેતી ખનન કરતા અને રેતી ભરેલી ટ્રક ગામમાંથી પસાર થકી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ અગાઉ નવસારી બંદર રોડ પર પણ સ્થાનિકો દ્વારા રેતી ભરેલી ટ્રકોને અટકાવી હતી અને પ્રશાસન પાસે યોગ્ય કાર્યવાહીની અપીલ કરી હતી.
નવસારીના નગરસેવકોએ રેતી-માટીથી ભરેલી ટ્રકો અટકાવી
નવસારીના બંદર રોડ પરથી રેતી અને માટી ભરેલી ઓવરલોડેડ ટ્રકોને પગલે પાલિકાના રસ્તાઓ ખરાબ થઈ રહ્યા હતા. જેથી પાલિકાએ પોલીસ વિભાગને રજુઆત કરી હતી. પરંતુ તેઓએ કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે નગરસેવકો રસ્તો બચાવવા માટે રસ્તા પર ઉતરી રિંગરોડ જઈ ટ્રકોને રોકી દંડની કાર્યવાહી કરી હતી. નવસારીમાં બંદર રોડ પર પૂર્ણા નદીના પટમાંથી રેતી અને માટી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. જેથી બંદર રોડ પરથી મોટી ટ્રકો અને ટેમ્પાઓ માટી અને રેતી ભરી ત્યાંથી નીકળતા હોય છે. જે રેતી અને માટી ભીની હોવાથી તેનું પાણી બંદર રોડ અને રિંગરોડ પરના રસ્તા પર પડતું હોવાથી રસ્તાઓ કાદવ-કીચડ વાળા બની જાય છે. જેના પગલે વાહન ચાલકોને વાહન સ્લીપ થવાનો ભય રહે છે.
પૂર્ણા નદીના પટમાંથી ભીની રેતી અને માટી ટ્રકમાં ભર્યા બાદ તાત્કાલિક ટ્રક નીકળી જતા હોય છે. રેતી કે માટીમાંથી પાણી નીતરવાની રાહ પણ જોતા નથી. જેથી રેતી અને માટીમાંથી નીકળતા પાણીને લીધે પાલિકાએ બનાવેલા રસ્તાઓ ખરાબ થઈ જાય છે. રેતી અને માટી ભરેલા ટ્રકો બંદર રોડથી નીકળી વિરાવળ રિંગરોડ થઈ નવસારીની બહાર જતા હોય છે. જેથી બંદર રોડ અને રિંગરોડના રસ્તો સૌથી વધુ ખરાબ થતો હોય છે. જોકે પાલિકાએ તે રસ્તાને ઘણી વાર રીપેર કર્યો છે.
પરંતુ 24 કલાક રેતી અને માટી ભરેલા ઓવરલોડેડ ટ્રકોના અવર-જવરથી તે રસ્તાઓ ખરાબ થઈ જાય છે. જે બાબતે સ્થાનિક નગરસેવકોએ પોલીસ વિભાગને કલેક્ટરના જાહેરનામા ભંગ બદલની કાર્યવાહી કરવા માટે રજુઆત કરી હતી. પરંતુ પોલીસ વિભાગે કોઈ કાર્યવાહી કરી ન હતી. જેથી આજે સાંજે નવસારી-વિજલપોર પાલિકાના નગરસેવકોએ ટ્રાફિક પોલીસ સાથે સ્ટેશનથી વિરાવળ જતા રિંગરોડ પર ઉભા રહી રેતી અને માટી ટ્રકો રોકી દંડની કાર્યવાહી કરાવી હતી.