SURAT

લાપરવાહીની હદ: RTPCR ટેસ્ટ કરાવી સુરતના કોર્પોરેટર માસ્ક પહેર્યા વિના આરોગ્યની મીટિંગમાં હાજર રહ્યાં

સુરત: (Surat) લોકોને જાતજાતની શિખામણ આપતાં મનપાના (SMC) કોર્પોરેટરો (Corporators) ખુદ કેટલી બેજવાબદારી (Irresponsibility) બતાવી રહ્યાં છે તેનું ઉદાહરણ ભાજપના કોર્પોરેટર વિજય ચૌમાલે બતાવ્યું છે. વિજય ચૌમાલે કોરોનાની ગાઈડલાઈનની ઐસીતૈસી કરી હતી. ગઈકાલે સુરત મનપાની આરોગ્ય કમિટીની મીટિંગ હતી, જેમાં ચેરમેન દર્શિની કોઠિયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના (Health Department) તમામ અધિકારીઓ સાથે મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગમાં તબિયત ખરાબ હોવાની સાથે RTPCR ટેસ્ટ કરાવનાર ઉપચેરમેન વિજય ચૌમાલ હાજર રહ્યાં હતાં. સામાન્ય રીતે જો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હોય તો જ્યાં સુધી તેનું પરિણામ નહીં આવે ત્યાં સુધી આઈસોલેશનમાં (Isolation) રહેવાનું હોય છે પરંતુ દોઢ ડાહ્યા વિજય ચૌમાલ પરિણામની રાહ જોયા વિના જ મીટિંગમાં (Meeting) હાજર રહ્યાં. ઉપરથી ચૌમાલે મીટિંગમાં માસ્ક (Mask) પહેરવાની તસ્દી પણ લીધી નહોતી.

મેયર હેમાલી બોઘાવાલા ગાંધી પ્રતિમા પાસે ભાજપનાં ધરણાંની પોસ્ટ મૂકતાં ટ્રોલ થયાં

શહેરમાં એક બાજુ કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આમ છતાં ભાજપના કાર્યકરોના કાર્યક્રમોમાં ઓટ આવતી નથી. છેલ્લે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) કાફલાની સુરક્ષામાં છીંડાંના આક્ષેપ સાથે ભાજપના નેતાએ ઠેર ઠેર મૌન ધરણાં પ્રદર્શન અને મહામૃત્યુંજયના જાપ કરીને ભીડ ભેગી કરી હતી.

મેયર હેમાલીબહેને ગાંધી પ્રતિમા ખાતે ભાજપ દ્વારા કોંગ્રેસને સદબુદ્ધિ આવે તેવી ટકોર સાથે મૌન ધરણાં પ્રદર્શન કર્યું હતું. જેનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકતાં જ ટ્રોલ થયા છે. આ પોસ્ટના જવાબમાં અનેક યૂઝર્સે ભાજપની નેતાગીરી પર પ્રહારો કરી રોષ વ્યક્ત કર્યો હતો. એક યૂઝસે લખ્યું હતું કે, 144 કલમ હોવા છતાં કેમ આટલા ભેગા થયા ? કોઇએ લખ્યું કે કોંગ્રેસના નહીં ભાજપના કાર્યકરો જ હતા. વડાપ્રધાનને અટકાવવામાં, તો કોઇએ લખ્યું કે એક રેલી રદ થઇ તો કેવું ખરાબ લાગ્યું ? અમારી પરીક્ષા રદ થઇ તો અમને કેવું લાગ્યું હશે.

મનપાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી પણ કોરોના પોઝિટિવ

અગાઉ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે વિરોધ પક્ષના નેતા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલે બપોરે અચાનક શરદી, ખાંસી અને તાવ આવતાં જ શુક્રવારે સવારે રેપિડ ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ઘરે જ હોમ આઈસોલેટ થયા છે. આ અગાઉ ભાજપના સુરત શહેર મહામંત્રી કિશોર બિંદલ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ સહિતનાઓ પણ કોરોના સંક્રમિત થયા હતા.

Most Popular

To Top