Business

તમને કયા કામનો કંટાળો લાગે કાંટાળો

શું થયું ? કેમ ચૂપ બેઠી છે? કેમ આટલી અકળાયેલી છે ? કેમ મૂડ નથી ? જેવાં પ્રશ્નોનો જવાબ ઘણીવાર મળે કે ,’’બહુ કંટાળો આવે છે.’’ કંટાળો આપણા રોજબરોજના જીવનમાં અનુભવાતી એવી લાગણી છે કે જે કાયમી તો નથી રહેતી પણ થકવી ચોક્કસ દે છે. હવે પ્રશ્ન એ થાય  કે કંટાળો ક્યારે આવે ? જ્યારે એકની એક પ્રવૃત્તિ રોજની ઘરેડમાં વારંવાર કરવી પડતી હોય ત્યારે અથવા કોઈ કામ કરવા તમે અસમર્થ હોવ પરંતુ નાછૂટકે એ કામ કરવું પડે ત્યારે અથવા માનસિક રીતે થાકી ગયા હોઈએ પણ કામ કરવું પડે ત્યારે અથવા કોઇ કામ કરવાનું ગમતું જ ન હોય ત્યારે કંટાળો આવે.સન્નારીને થયું ,આ વખતે અમે વાચકો પાસેથી જાણીએ કે રોજબરોજના કયાં કાર્યો કરવામાં તેમને સૌથી વધારે કંટાળો આવે છે ? કંટાળો આવતો હોય તો પણ એવાં કયા કામ છે જે મને-કમને કરવાં જ પડતાં હોય છે ? 

મને રોજેરોજની રસોઈ કરવાનો ખૂબ કંટાળો આવે : કવિતા ચોક્સી

‘’હું કલાકો ટ્યુશનમાં બાળકોને ભણાવી શકું ,cake ના ઓર્ડર લઈને અનેક જાતની cake બનાવી શકું પણ મને રોજના દાળ-ભાત-શાક-રોટલી બનાવવાનો બહુ કંટાળો આવે. મારા પતિ અને દીકરાને ખાવાનો બહુ શોખ છે તેથી નવી નવી receipe try કરતી રહું ,એ બનાવવાની મજા આવે. પ્રસંગોપાત અલગ અલગ મીઠાઇઓ પણ બનાવવાનું ગમે પરંતુ રોજ તો વેરાયટી નહીં હોય અને  સવારે તો રૂટિન જમવાનું જ બનાવવાનું હોય. 20 વર્ષ થી રોજ રોટલી -શાક -દાળ-ભાત બનાવતી મારા જેવી ઘણી ગૃહિણીઓને રસોઈનો કંટાળો આવે જ કારણ કે એક ઘરેડમાં બંધાવવાનું કોઈને નથી ગમતું.નવીનતા દરેકને ગમતી જ હોય છે. આ સિવાય મને ઘી બનાવવાનો અને લસણ છોલવાનો બહુ કંટાળો આવે. ઘી બનાવીએ ત્યારે જે smell આવે તે મારાથી સહન જ નથી થતી. એ smell થી કંટાળીને ઘી બનાવવાથી હું દૂર જ ભાગું.’’

ઘરનાં રોજબરોજના સાફ-સફાઇનાં કામ કરવાનો બહુ કંટાળો આવે : હેમાક્ષી વાણાવાલા 

તેમણે Mrs.Gujarat Beauty Queen,Women Achiever,Women Leadership Award,Indian Ocean Globe Winner જેવાં અનેક Title જીત્યાં છે. 2019 માં પુણેના સિંધુ તાઈ પાસેથી પણ તેમણે એવોર્ડ મેળવ્યો છે અને 2021 માં તેમને મધર ટેરેસા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ‘’મને ઘરમાં બેસી રહેવાનો બહુ કંટાળો આવે.અનેક પ્રવૃત્તિઓથી હું ઘેરાયેલી હોઉં છું અને કોઈ જગ્યાએ જવાનું નક્કી હોય અને છેલ્લે cancel થાય તો મને બહુ કંટાળો આવે.જો servant નહીં હોય તો માનસિક તૈયારી હોય કે આ કામ મારે કરવાના છે પણ servant      અચાનક રજા પડે તો હું કંટાળીને આ કામો કરું. આ સિવાય જો બહાર જવાનું હોય તો ગાડી ચલાવવાની મને બહુ ગમે પણ ગાડી પાર્ક કરવાનો બહુ કંટાળો આવે.’’

મને પંચાત સાંભળવાનો સૌથી વધારે કંટાળો આવે: સ્વાતિ ધરોડિયા

તેઓ Dance Academy ચલાવે છે અને તેમણે 8 વાર Best Choreographer ના Award જીત્યા છે. તેઓ કહે છે કે ,’’મને સાચ્ચે નવાઈ લાગે છે કે આટલી fast life માં લોકોને પંચાત કરવાનો ટાઇમ ક્યાંથી મળે છે ? કોઇની નિંદા ,કુથલી કરીને શું આનંદ આવતો હશે? આપણી  આજુબાજુ ઘણા લોકો એવા હોય છે કે જેઓ હંમેશા complain જ કરતાં હોય. મને આવી વાતો અને complain સાંભળવાનો બહુ કંટાળો આવે. મારી પાસે આ નથી , આવું નથી ,આવી complain કરતાં જ્યારે લોકોને સાંભળું ત્યારે થાય કે એમને કહું (ઘણીવાર કહી પણ દઉં છું ) કે તમારી પાસે તો ઘણું છે, તો આટલી complain શેની કરો છો ?એવાં લોકો પણ છે કે જેની પાસે આટલું પણ નથી છતાં તેમને કોઈ ફરિયાદ નથી અને ખુશ છે. ઘણીવાર વહુઓને ફરિયાદ કરતી સાંભળું કે ‘મારી સાસુએ તો આમ કર્યું ,આટલું પણ નથી સમજતા ,બધી વાતમાં વચ્ચે બોલે ..’ ત્યારે  એમને કહેવાનું મન થાય કે ‘તમે સાસુ બનો ત્યારે આ ધ્યાન રાખજો અને તમારી વહુ સાથે આવું નહીં કરતાં ‘ પંચાત કરવું તો મારા સ્વભાવમાં જ નથી પણ પંચાત સાંભળવાનો પણ મને બહુ કંટાળો આવે . ‘’

Exercise કરવી મારા માટે સૌથી કંટાળાજનક  કામ છે : મીતા નાયક

મીતાબેન 52 વર્ષના છે અને દર વર્ષે યોજાતા International Folk Dance માં ભાગ લે છે અને સમાજ સેવાના કાર્યોમાં પણ તેઓ ખૂબ સક્રિય છે. તેમના શબ્દોમાં ;’’મારા શરીરનો બાંધો જ એવો છે કે અત્યાર સુધી મારે ખાસ કોઈ exercise કરવી નથી પડી અને શરીર maintain રહેતું હતું પણ 45 પછી hormonal change,menopause જેવી સ્ત્રીઓની શારીરિક સમસ્યાને કારણે હવે લાગ્યું કે, શરીરને સાચવવું તો પડશે જ. Fit અને Flexible રહેવા પણ exercise તો કરવી પડશે. ગયા વર્ષે કોરોના થયો અને એમાં muscle weak થયા તેથી પણ થયું કે exercise કરી muscles strong કરવા પડશે. આટલું જાણું છું તો પણ મને exercise કરવાનો ખૂબ કંટાળો આવે. મારા ફ્લેટમાં નીચે જ physiotherapy centre છે ત્યાં જ હું exercise કરવા જાઉં અને આ centre મારી ફ્રેન્ડનું જ છે તેથી રોજ ખેંચી ખેંચીને મને તે કસરત કરાવે. કંઇપણ બહાનું મળે તો રજા પાડી દઉં. તે મારા પર ગુસ્સો કરે અને મારે પરાણે કસરત કરવી પડે.પણ એટલો કંટાળો આવે કે exerciseમાં ચોરી કરવાનો,ગુલ્લી મારવાનો એક મોકો નહીં છોડું. ‘’

મને Reading નો બહુ કંટાળો આવે: ક્રિષ્ના પરમાર

તેઓ gold medalist જ્વેલરી ડિઝાઇનર છે. ‘’મને સૌથી વધારે કંટાળો Reading નો આવે કારણ કે મને કંઇ ને કંઇ activity કરવા જોઇએ. લાંબા સમય સુધી મારાથી કામ વગર બેસી નહીં રહેવાય. જ્યારે કંઇ પણ વાંચવાની કોશિશ કરું તો ક્યાં તો થોડીવારમાં ઊંઘી જાઉં અથવા તો book હાથમાં હોય ને હું વિચારોમાં કશે બીજે જ પહોંચી જાવ. હું ભણતી હતી ત્યારે પણ ઈતિહાસ,ભૂગોળ મને બહુ અઘરાં લાગતાં.  હું વાંચી જ નહોતી શકતી અને થોડી જ વારમાં કંટાળી જતી. એના સિવાય બહુ ધાર્મિક કે spiritual લખાણ તો હું વાંચવાની કોશિશ પણ નહીં કરી શકું.અત્યારે સૌથી વધારે અઘરું તો ત્યારે લાગે છે કે જ્યારે મારી દીકરીને ભણાવવા બેસું તો પણ થોડીવાર તેને ભણાવ પછી એને પણ કહી દેવાય કે ‘બેટા,તું please જાતે કરી લે ‘.

વાતો કરતાં જાણ્યું કે સ્ત્રીઓ હાઉસવાઇફ હોય,જોબ કરતી હોય કે બીજી કોઈપણ બાહ્ય એક્ટિવિટી કરતી હોય,દરેકને કોઈક સમયે કોઈક ખાસ વસ્તુનો કંટાળો આવતો જ હોય છે. કોઇની hobby કે passion એ બીજા કોઈના માટે કંટાળાનું કારણ હોય શકે એ સમજવું રહ્યું અને બીજી બાજુ કંટાળાજનક કાર્ય જ્યારે કરવું જ પડે એમ હોય ત્યારે અકળાઈને કરવાને બદલે એ કામને થોડું રસ લઈને ,કંઈક એમાં નવીન પ્રયાસ કરીને જો કરી શકીએ તો કંટાળાને દૂર કરી શકાય.

Most Popular

To Top