Business

ઉત્તરાયણની મજા ચીકીને સંગ

બારેમાસ મળતી ચીકી સામાન્ય રીતે ઉત્તરાયણમાં ખાસ ખાવામાં આવે છે. તમે પરંપરાગત મમરા, તલ, શિંગ, ડ્રાયફ્રૂટની ચીકી તો બનાવતાં જ હશો પરંતુ આ વખતે આ નવા પ્રકારની હેલ્ધી ચીકી ટ્રાય કરી જુઓ.

ઓટ્સ બદામ ચીકી

સામગ્રી

  • 2 કપ            ઓટ્સ
  • 2 કપ            ગોળ
  • 1/2 કપ                    કાળા તલ
  • 2 ટીસ્પૂન         ઘી
  • 1/2 કપ                    શેકેલી બદામ

રીત

  •   એક પેનમાં એક ટીસ્પૂન ઘી ગરમ કરી ઓટ્સ નાખી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
  •   એ જ બાઉલમાં કાળા તલ નાખી એક મિનિટ શેકો. ગેસ બંધ કરી ઠંડું પડવા દો.
  •   બદામના નાના નાના ટુકડા કરો.
  •   એક પેનમાં એક ટીસ્પૂન ઘી ગરમ કરી બદામ નાખી ધીમા તાપે બદામ ગુલાબી શેકો. ગેસ બંધ કરી ઠંડી પડવા દો.
  • એક પેનમાં ગોળ ગરમ કરો. ગોળ પીગળવા માંડે અને પરપોટા થવા માંડે એટલે એમાં ઓટ્સ, તલ અને બદામ નાખી બરાબર મિકસ કરી ગેસ બંધ કરી દો.
  • ડીશ કે થાળીમાં ઘી લગાડી ચીકીનું મિશ્રણ એકસરખું પાથરી દો. ગરમ હોય ત્યારે જ મનપસંદ આકારમાં કાપા પાડી લો.
  • ઠંડી પડે એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી દો.

મખાણા ચીકી

સામગ્રી

  • 1 કપ            મખાણા
  • 1/4 કપ        કોળાનાં બી
  • 1/2 કપ        સૂરજમુખીનાં બી
  • 1/4 કપ        ખજૂર
  • 4 ટેબલસ્પૂન  મધ
  • 4-6 ટેબલસ્પૂન    ઘી

રીત

  • મખાણા શેકીને અધકચરો પાઉડર કરો.
  • કોળા અને સૂરજમુખીનાં બી ગ્રાઈન્ડ કરો.
  • ખજૂર અને મધ મિકસ કરી ગ્રાઇન્ડ કરો.
  • એક બાઉલમાં બધી સામગ્રી અને ઘી નાખી મિકસ કરી હાથેથી છૂંદો.
  • એક સપાટ પ્લેટમાં ઘી લગાડી મિશ્રણ એકસરખું પાથરી દો. તમે ઇચ્છો તો ઉપરથી નટ્સ પણ ભભરાવી શકો.
  • થોડો સમય ફ્રીઝમાં મૂકી પછી મનપસંદ આકારમાં કાપી સર્વ કરો

પૌંઆની ચીકી

સામગ્રી

  • 1/2 કપ         શિંગદાણા
  • 1 કપ            પૌંઆ
  • 1/2 કપ         છીણેલું કોપરું
  • 150 ગ્રામ       ગોળ
  • 1 ટેબલસ્પૂન   ઘી

રીત

  • એક પેન ગરમ કરી એમાં શિંગદાણા નાખી પાંચ-સાત મિનિટ સતત હલાવતાં રહી શેકો. એ શેકાઈ જાય એટલે ઠંડા પાડી છોડાં કાઢી નાખો.
  • એ જ પેનમાં પૌંઆ ક્રિસ્પ થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો.
  • મિકસરમાં શિંગદાણા અધકચરા ગ્રાઈન્ડ કરો.
  • એક પેનમાં ગોળ અને 1/4 કપ પાણી નાખી પીગળી જાય એટલે ગેસ ધીમો કરી પાંચ-સાત મિનિટ થવા દો.
  • તેમાં શિંગદાણા અને છીણેલું કોપરું નાખી બરાબર મિકસ કરો. ગેસ બંધ કરી શેકેલા પૌંઆ નાખી મિકસ કરો.
  • એક પ્લેટમાં ઘી લગાડી મિશ્રણ એકસરખું પાથરી દો.
  • ચીકી ઠંડી પડે એટલે એના પીસ કરી એરટાઈટ કન્ટેનરમાં ભરી દો. આ ચીકી એક મહિનો રહે છે.

Most Popular

To Top