Charchapatra

ખોવાઈ ગયું છે પિયર મારું

મારું પિયર ક્યાં? ખોવાઈ ગયું છે પિયર મારું, ખોવાયો આવકાર મીઠો માવતરનો! સિધાવી ગયાં મા ને બાપ પછી પડઘો છવાઈ ગયો માવતરનો! તો ય ક્યારેક ઓછું આવે મનને, આંખોમાં છલકાઈ જાય આંસુ! માવતર વગરનું પિયર જોઈને, અનુભવાય એકલું, અટૂલું!પળે પળે રાહ જોતી માની આંખો સાંભરી આવે મનને!ક્યારે આવીશ? માના એ જ સવાલનો પડઘો પડે પિયરના બારણે! બહુ દિવસે દેખાઈ? કહેતી બાપની વાણી ઠારી દેતી ભીતરને! બંધ આંખ કરી પામી લઉં એમના અસ્તિત્વના આભાસને! જેમાં માતા-પિતા હોય એવું પિયર ક્યાંથી મને મળે! ડૂમો ભરાઈ જાય! હૈયું તરસે! માવતર કેરા પિયરને!ક્યાંથી લાવું મા-બાપ પાછાં, જેમનાં અંતરમાં સદાય રહેતો ઉમળકો! સમજુ છું, જાય એ ના આવે એ પાછાં! સૂનું જીવન ને સંસાર ખારો!નથી કોઈ આરો, જીરવવો પડશે, ઊંડો ખાલીપો હવે એમના વગરનો! તોય માવતર વગરનું પિયર જાણે રંગ વગરની રંગત! જડાઈ જાય જીવનમાં કોઈ ખાલીપો ત્યારે  બહુ યાદ આવે માવતર!
સુરત       – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top