Dakshin Gujarat

નર્મદ યુનિવર્સિટીની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની ઓનલાઇન પરીક્ષા 27 જાન્યુઆરીથી શરૂ

સુરત: વીર નર્મદ સાઉથ યુનિવર્સિટી (Veer Narmad South University) માં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના ( under graduate and Post graduate ) જુદા જુદા કોર્ષોની રેગ્યુલર પરીક્ષાઓ (regular exam) આગામી 27 જાન્યુઆરીથી શરૂ થશે. જોકે, ઓનલાઇન પરીક્ષા (online exam) પહેલા યુનિવર્સિટીએ મોક ટેસ્ટ (Mock test) લેવાનો નિર્ણય કર્યો છે અને તે 12 જાન્યુઆરીએ છે. અહીં વાત એવી છે કે શહેરમાં કોરોના વાયરસના (corona virus) કેસોની સંખ્યામાં વધારો નોંધાયો રહ્યો છે. તેવામાં જ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓનેે આદેશ કર્યો છે કે મોક ટેસ્ટ અને રેગ્યુલર ઓનલાઇન પરીક્ષાઓ કોલેજ કે ડિપાર્ટમેન્ટો પર જઇને આપવાની રહેશે. મોક ટેસ્ટ વિદ્યાર્થીઓ ઘર પાસેની કોઇ પણ કોલેજથી આપી શકશે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સૂચના આપતા કહ્યું છે કે પરીક્ષા શરૂ થવાના 10 મિનિટ પહેલા લોગીન થવાનું રહેશે અને પાછળના એક કલાકમાં પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા શરૂ થયાના મોડામાં મોડુ 20 મિનિટ સુધીમાં લોગીન થવાનું રહેશે અને તે પછી લોગીન થઈ શકશે નહીં. પરીક્ષામાં મોડા લોગીન થનારા વિદ્યાર્થીઓને પાછળથી સમય આપવામાં આવશે નહીં.

મોક ટેસ્ટ અને રેગ્યુલર ઓનલાઇન પરીક્ષાઓ કોલેજ કે ડિપાર્ટમેન્ટો પર જઇને આપવાની રહેશે

યુનિવર્સિટના આ પગલાથી સમસ્ત વિધાથીઆલમમાં ભારે નારાજગી જોવા મળી છે. કારણ કે ઓનલાઇન એકઝામ્સ માટે યુનિ.એ નિયત નિયમો બનાવ્યા છે. જે મુજબ ગેરરીતિ કરનારા સામે પણ નિયમો બન્યા છે. તે જોતા હવે ઓનલાઇન એકઝામ્સ માટે કોલેજો ઉપર ઉમેદવારોને બોલાવવાનો કોઇ મતલબ રહેશ નહિ. કેમ કે કોલેજોમાં ઉમેદવારો ભેગા થવાથી ઉલ્ટાનું કોરોનાનુ સંક્રમણ વધે તેમ છે. આ ઉપરાંત અન્ય કોર્ષની પરીક્ષાઓની વાત કરીએ તો બીએસસી, બીએસસી હોમ સાયન્સ, બીએસ સીબાયોટેક, એમએસસી, એમએસડબલ્યુ, એમએ, બીઆઇડી, બીએસડબલ્યુ, એમએ પાર્ટ-1, એફવાયબીએ-એક્સર્ટનલ, એએસવાયબીએ-એક્સર્ટનલ, બીકોમ, બીકોમ હોનર્સ, એમકોમ, એફવાય બીકોમ એક્સર્ટનલ, એસવાયબીકોમ એક્સર્ટનલ, એમકોમ પાર્ટ-1 એક્સર્ટનલ, એમપીએ, બીબીએ, બીએસસી, બીએલઆઇએસસી અને એમએલઆઇએસસીની સેમેસ્ટર એકનીઓનલાઇન પરીક્ષા 27 જાન્યુઆરીથી શરૂ થશે.

એવી જ રીતે બીકોમ એલએલબી સેમસ્ટર ત્રણ અને પાંચની ઓનલાઇન પરીક્ષા 31 જાન્યઆરીથી તથા બીસીએ, બીએ માસ કોમ્યુનિકેશન, પીજીડી જર્નાલિઝમ, એમએ માસ કોમ્યુનિકેશન, એમએ એમએચઆરડી, એમએલડબ્લયુ, એમએ એચઆરએમ એન્ડ એલઆરની ઓનલાઇન પરીક્ષા પહેલી ફેબ્રુઆરીથી અને તે તારીખથી એમએચઆરડી, એમએસડબલ્યુ અને એમએ એચઆરએની સેમેસ્ટર ત્રણની પણ ઓનલાઇન પરીક્ષા શરૂ થશે. ઉપરાંત બીએ સેમેસ્ ટર એક, એમસીએ સેમેસ્ટર પાંચ તથા એમસીએ અને બીકોમ એલએલબી સેમેસ્ટ ત્રણની ઓનલાઇન પરીક્ષા 18 જાન્યુઆરીથી શરૂ થશે. એલએલબી સેમે એકની પરીક્ષા બીજી ફેબ્રુઆરીથી શરૂ થશે.

Most Popular

To Top