Gujarat

પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

અમદાવાદ,

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વટવા–હાવડા વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09481/09482 વટવા–હાવડા–વટવા સમર સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા સાથે ચલાવવામાં આવશે.

ટ્રેન નંબર 09481 વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન 21, 22 અને 27 એપ્રિલ 2026ના રોજ વટવાથી સાંજે 16:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે સવારે 10:00 વાગ્યે હાવડા પહોંચશે.

પરત ફરતી ટ્રેન નંબર 09482 હાવડા–વટવા સમર સ્પેશિયલ ટ્રેન 23, 24 અને 29 એપ્રિલ 2026ના રોજ હાવડાથી રાત્રે 20:00 વાગ્યે રવાના થઈ ત્રીજા દિવસે બપોરે 14:25 વાગ્યે વટવા પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં છાયાપુરી, ગોધરા, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, દીનદયાલ ઉપાધ્યાય જંકશન, સાસારામ, ગયા, કોડરમા, ધનબાદ, આસનસોલ અને દુર્ગાપુર સ્ટેશનો પર રોકાણ કરશે.

ટ્રેનમાં 2-ટિયર એસી, 3-ટિયર એસી, સ્લીપર તેમજ સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.

ટ્રેન નંબર 09481 માટે બુકિંગ 20 એપ્રિલ 2026થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

Most Popular

To Top