Business

દુલ્હન બનવા જઈ રહ્યાં છો?

લગ્નનો દિવસ દરેક દુલ્હન માટે સ્પેશ્યલ હોય છે અને જિંદગીમાં એક જ વાર આવે છે. આથી જો તમે દુલ્હન બનવાનાં હો તો તમારા શોપિંગ લિસ્ટમાં આ વસ્તુઓ જરૂર સામેલ કરજો.

તમે દુલ્હન બનવા જઈ રહ્યાં છો તો સ્વાભાવિક જ છે કે તમે બહુ ઉત્સાહિત હશો. તમે એ માટે નાની-મોટી અનેક વસ્તુઓ ખરીદતાં હશો. પરંતુ દુલ્હનના વોર્ડરોબમાં અહીં જણાવેલી વસ્તુઓ તો હોવી જ જોઈએ. તો આ વસ્તુઓ તમે ખરીદી છે કે નહીં?

ક્લાસિક

બનારસી સાડી

તમને થશે કે આજે સાડી કોણ પહેરે છે? પરંતુ આપણે બધાં જ તહેવારો અને લગ્ન પ્રસંગે સાડી પહેરવાનું જ પસંદ કરીએ છીએ આથી ભલે તમે વેસ્ટર્ન વેર કે સલવાર- કમીઝ- કુરતા લો પરંતુ એક-બે સાડી લેવાનું ભૂલતાં નહીં.

તમે બાળપણથી જોયું જ હશે કે મમ્મી, દાદી, નાની પોતાની બનારસી સાડીને સાચવીને રાખે છે. હવે તમારે માટે પણ એ સમય આવી ગયો છે એક બનારસી માસ્ટર પીસ ખરીદવાનો. આજકાલ બનારસી ફેબ્રિક ટ્રેન્ડમાં પણ છે. આ એક એવું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે જે કદી જૂનું ડે આઉટ ઓફ ફેશન થતું નથી. તમે બનારસી સાડીને એમ્બેલિશ્ડ ગોલ્ડન બ્લાઉઝ કે સાડી સાથે આવેલા મેચીંગ બ્લાઉઝ સાથે પહેરી તમારી સેક્સી બેકને ફ્લોન્ટ કરી શકો છો.

ગોલ્ડન કે રેડ લહેંગા

આ એક એવો શો સ્ટોપર ડ્રેસ છે જે દરેક દુલ્હનના વોર્ડરોબમાં હોવો જોઈએ. તમે એને બેકલેસ બ્લાઉઝ સાથે ટીમઅપ કરી શકો છો. તમે ઈચ્છો તો અનારકલી સ્ટાઈલ લહેંગો પસંદ કરી શકો અથવા લહેંગાને સ્ટ્રેટ ફીટ કુરતી સાથે મેચ કરી પહેરી શકો. કહેવાનું તાત્પર્ય એ કે લહેંગાને ઘણી રીતે સ્ટાઈલ કરીને લગ્ન બાદ પણ પહેરી શકાય છે. એ બહુ આકર્ષક લાગે છે.

બ્લિંગ ફૂટવેર

અત્યાર સુધી ભલે તમને ગોલ્ડન કે સિલ્વર ફૂટવેર ગમતાં ન હોય પરંતુ હવે  ગોલ્ડન કે સિલ્વર કલરના એક ફૂટવેર લઈ લો. આ ગોલ્ડન કે સિલ્વર સેન્ડલને કમ્પલીમેન્ટ કરતા કલર્સના આઉટફીટ સાથે પેર કરી ફેશનેબલ લુક મેળવી શકાય છે. તમે કમ્ફર્ટેબલ રહો એટલી હીલ્સ જ પસંદ કરો.

મલ્ટી પર્પઝ ઈન્ડિયન જેકેટ

ઈન્ડિયન એથનિક જેકેટ બહુ સરસ લાગે છે અને તમે એ લગ્ન બાદ પણ વિવિધ પ્રસંગે પહેરી શકો છો. તમે ડેનિમ સાથે જેકેટ પહેરી મોડર્ન અને એથનિક લુક મેળવી શકો છો. એને સિગારેટ પેન્ટ સાથે પણ પેર કરી શકાય છે. ટ્રેડિશનલ અને એથનિક જ્વેલરી સાથે પેર કરી અટ્રેક્ટિવ લુક મેળવી શકાય છે.

મોજડી- કોલ્હાપુરી

હીલ્સ પહેરી શાનદાર લુક મેળવી શકાય છે પરંતુ એ પણ એટલું જ સાચું છે કે તમે એ કાયમ પહેરી શકતાં નથી. મોજડી અને કોલ્હાપુરી એક સારો ચોઈસ છે જે ટ્રેડિશનલ હોવા સાથે કમ્ફર્ટેબલ પણ છે. તમે સિમ્પલ અને ક્લાસિક કોલ્હાપુરી સામાન્ય પ્રસંગો માટે પસંદ કરી શકો. મોટા, શાનદાર અવસરે પહેરવા માટે કલરફુલ, એથનિક અને એમ્બેલિશમેન્ટવાળી કોલ્હાપુરી પસંદ કરી શકાય. જેના પર આભલાં, ઘૂઘરી અને એમ્બ્રોઈડરી હોય.

એમ્બેલિશ્ડ ક્લચ

દુલ્હનના લિબાસમાં તમે હેવી શોલ્ડર લેગ કેરી કરો એવું કોઈ ઈચ્છશે નહીં. કલાસી લુકવાળા કલચ બહુ સ્માર્ટ લુક આપે છે. જો તમે લગ્નના દિવસે તમારી સાથે ક્લચ રાખશો તો રીતરિવાજ દરમ્યાન મેકઅપ, ફોન વગેરે માટે તમારે કોઈ પર આધાર રાખવો પડશે નહીં. તમે લગ્નનું શોપિંગ કરો ત્યારે એમ્બેલિશ્ડ કલચ લેવાનું ભૂલશો નહીં. તમે લગ્ન સમયે પહેરવાનાં હો એ સાડી કે લહેંગા સાથે મેચીંગ કલચ લઈ શકાય. એ ઉપરાંત ન્યૂટ્રલ કલરના બે-ત્રણ કલચ પણ લઈ શકાય જેને કોઈ પણ ડ્રેસ સાથે પેર કરી કેરી કરી શકાય.

કમ્ફર્ટેબલ નાઈટવેર

હેક્ટિક દિવસ પછી તમે રૂમમાં જઈ આરામ કરો એ સ્વાભાવિક છે. એ માટે તમારા વોર્ડરોબમાં કમ્ફર્ટેબલ નાઈટવેર જરૂરી છે. એમાં સોફટ પાયજામા, શોર્ટસ, ટી-શર્ટ સાથે એક કમ્ફર્ટેબલ બાથરોબ પણ જરૂરી છે.

કન્ટેમ્પરરી જ્વેલરી

તમે દુલ્હન છો એટલે સ્વાભાવિક છે કે તમને હેવી ગોલ્ડ, ડાયમંડ સેટ તો મળશે જ પરંતુ તમે હંમેશા તો એ જ્વલેરી પહેરી ન જ શકો એટલે ખરીદી કરતી વખતે થોડી મોડર્ન ડિઝાઈનર જ્વેલરી ખરીદો. એમાં એક બેલ્ટ, રીંગ, ઈયરીંગ્સ, એન્કલેટ વગેરે સામેલ કરો.

વેનિટી બોક્સ

એક વેનિટી બોક્સ જરૂરી છે કે જેથી એમાં તમે તમારી શૃંગારની બધી વસ્તુઓ રાખી શકો. દા.ત. બિંદી, સિંદૂર, ક્રીમ, પાઉડર, લિપસ્ટિક વગેરે.. એમાં તમે સેફ્ટીપીન, નેલ ફાઈલર, બોબી પીન પણ રાખો. વેનિટી બોક્સ પણ ઘણી વેરાયટીમાં મળે છે. દા.ત. ફેબ્રિકવાળા વેનિટી બોક્સ, પ્લાસ્ટિક વેનિટી બોક્સ.

સેક્સી લોન્જરી

બજારમાં અનેક પ્રકારની લોન્જરી મળે છે. જો તમે બેકલેસ બ્લાઉઝ કે લો કટ ડ્રેસ પહેરો તો સ્ટ્રેપલેસ બ્રા લો. સાટિન કે લેસવાળા ઈનર ન પહેરો તો સારું કારણ કે થોડાક સમય બાદ અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરાવે છે.

Most Popular

To Top