વાપી : વાપીના (Vapi) ભડકમોરા બીજીબી કોમ્પલેક્ષની સામે રોડની બાજુમાં પડાવમાં રહેતા પરિવારની મહિલાની માથામાં પથ્થર મારી હત્યા (Murder) કરવાના ગુનામાં પોલીસે...
ગુજરાતમિત્ર તા. 8/4/22 પાના નં. 5 નાં સમાચાર મુજબ ઉચ્ચકક્ષાનું ગ્લોબલ શિક્ષણ હવે ભારતમાં ઉપલબ્ધ થવાની દિશામાં ચક્રો ગતિમાન માટેનો ત્રિ-દિવસીય સેમિનાર...
શાળાઓમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો હોય ત્યારે પ્રાથમિક કક્ષાએ આ ઔપચારિક પરીક્ષા પધ્ધતિ થોડી રમૂજી લાગે! વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, શિક્ષકો પેપર તપાસી...
એક વૃદ્ધ ડોશીમા ગલીના નાકે એક ટોપલીમાં સંતરાં લઈને વેચતાં.એકદમ વ્યાજબી ભાવે તેઓ સારામાં સારાં મીઠાં સંતરાં વેચીને જાતમહેનતે જીવનનું ગાડું ગબડાવતાં.એક...
રિલાયન્સ પેટ્રોલિયમને બીજી વખતે પોતાના પેટ્રોલ પમ્પો બંધ કરી દેવાની ફરજ પડી છે. કંપનીનું કહેવું છે કે તેને એક લિટર પર રૂપિયા...
નવી દિલ્હી: દર વર્ષે 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે(World Heritage Day) ઉજવવામાં આવે છે. વિશ્વ ધરોહર દિવસ સંસ્કૃતિ અને સભ્યતાને પ્રોત્સાહન આપવા...
સુરત(Surat) : મનપા (SMC) દ્વારા મોટા વરાછા ઇન્ટેકવેલથી કોસાડ સ્થિત 212 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Water Treatment Plant) સુધી ટ્રાન્સમિશન લાઇન...
ઇમરાન ખાનને વડાપ્રધાન પદેથી અવિશ્વાસની દરખાસ્ત થકી ઘરભેગા કર્યા એ પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલો બનાવ છે. ઇમરાન ખાન ૨૩ પાકિસ્તાની વડાપ્રધાનોની લાંબી હરોળમાં...
પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે રાજ્યના લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન પૂરું કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના...
વડોદરા: દેશમાં હિંસાની (Violence) ઘટના વધી રહી છે. દેશમાં રામનોવમીથી અત્યાર સુધીમાં લગભગ દરેક રાજ્યમાંથી હિંસાની ઘટના સામે આવી છે. ત્યારે ગુજરાતના...
નડિયાદ: કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાં ત્રાટકેલાં તસ્કરોએ એક જ રાતમાં ત્રણ સગાં ભાઈઓના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ.1,77,000...
સુરત (Surat): રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જીઆઇડીસીના (GIDC) નિયામકને આપેલા આદેશ મુજબ રાજ્યની 20 નોટિફાઇડ જીઆઇડીસીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને (Board...
સંતરામપુર : આણંદ – ખેડા જિલ્લાની જીવાદોરી નહેરમાં આ વરસે ઉનાળાની શરૂઆતમાં જ પાણી છોડવા બાબતે ખેડૂતોને સિંચાઇ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો...
સંતરામપુર : મહિસાગર જીલ્લાના કડાણા તાલુકામાં ટ્રાયબલ સબપ્લાન હેઠળની વિવિધ હેડ હેઠળની ગ્રાન્ટની ફાળવણીમાં ગ્રામ પંચાયતોને અન્યાય થયેલાની અને ફાળવણીમાં ભેદભાવ રખાયાની...
સુરત (Surat): પર્યાવરણ (Environment) જાળવણી માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં ઈ-વ્હીકલને (E-Vehicle) પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા દોડાવાતી બસમાં...
આણંદ : આણંદ શહેરમાં વસતા વાલ્મીકી સમાજની સ્મશાનની જમીનને સમતળ કરી જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી અને સ્મશાનની અન્ય કામગીરી અનુસુચિત...
નવી દિલ્હી: હનુમાન જયંતિનાં પર્વ પર દિલ્હી(Delhi)ના જહાંગીરપુરી(Jahangirpuri)માં થયેલી હિંસા(Violence)માં તોફાની તત્વો(Naughty elements)એ ભારે હોબાળો મચાવ્યો હતો. વાહનોમાં નુકશાનની સાથે એક સ્કૂટીને...
સુરત(Surat) : દેશમાં પેટ્રોલ (Petrol), ડિઝલ (Diesel) અને સીએનજીના (CNG) ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. દરેક શહેરોમાં પેટ્રોલનો ભાવ સદી વટાવી...
વડોદરા: વડોદરા શહેરમાં ઇન્દ્રપ્રસ્થ ફોઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) તરફથી સાંસદ રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેઓની આર્થિક...
સુરત: (Surat) પૂણા વિસ્તારમાં વિશ્વકર્મા બીઆરટીએસ (BRTS) બસ સ્ટોપ પાસે બીઆરટીએસ રૂટનું રેલિંગ કુદીને જઈ રહેલા અજાણ્યાને બસ (Bus) ચાલકે અડફેટે લીધો...
વડોદરા: શહેરના બીલ્ડરને ફાઈનાન્સનો ધંધો કરતા પિતા પુત્રએ તગડું વ્યાજ વસુલી લીધુ હોવા છતાં. વધુ વ્યાજની માંગણી કરી ત્રાસ આપયાની સાથે બંદુક...
વડોદરા : વરણામા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલા હરી સિંધીની માતા તથા પત્ની પણ હવે ગાયબ થયા છે. ત્યારે જિલ્લા પોલીસ હવે હરીની...
વડોદરા : વડોદરા શહેરના નવાબજારમાં વેપારીની દુકાન સિલ મારવાના મામલામાં કેટલાક ચોક્કસ વ્યક્તિઓના બનેલ સંગઠન દ્વારા ધર્મના નામે ઈરાદા પૂર્વક રૂપિયા પડાવવાનો...
પારડી : પારડી (Pardi) તાલુકાના બાલદા ગામમાં આવેલી બાલદા રેસિડેન્સીમાં રાત્રીના સમયે આવેલા ચાર તસ્કરોએ (Smugglers) જે લોકો બહારગામ ગયા હતા. તેવા...
વડોદરા : ડભોઈ તાલુકાના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી ખેતી માટે નર્મદા નિગમ દ્વારા પાણી આપવાનું બંધ કરી દેવાતા ખેડૂતો આંદોલનના માર્ગે ઉતરી આવ્યા...
વડોદરા : આરોપીઓ માટે જેલ કાળ કોટડી ગણાય છે. પરંતુ વડોદરા મધ્યસ્થ જેલ કાળ કોટડી તો દુરની વાત જેની પાસે પૈસા હોય...
વડોદરા: મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની રામ નવમીના પાવન દિવસે જ ઉમંગ બ્રહ્મભટ્ટના નામે અત્યંત વિવાદાસ્પદ વોટ્સ અપના મેસેજ બાબતે પોલીસ ફરિયાદ થઇ હતી....
સુરત : ગોડાદરામાં (Godadra) મામાદેવના દર્શન કરીને ઘરે જતા વેપારીને (Trader) રસ્તામાં (Road) જ આંતરીને ગોડાદરાના બે કોન્સ્ટેબલોએ રૂા.2000ની માંગ કરીને રાત્રે...
સુરત: (Surat) સિંગણપોર રોડ પર આવેલી વિજયરાજ રો-હાઉસમાં રહેતો ઉપાધ્યાય પરિવાર જનોઈના કાર્યક્રમ માટે વતન ગયો હતો. ત્યારે તસ્કરોએ (Thief) તેમના મકાનને...
સુરત: (Surat) વેડરોડ ખાતે રહેતા વૃદ્ધની સિંગણપોરમાં ટીપી 26 માં કરોડોની જમીન (Land) આવેલી છે. આ જગ્યા પર વર્ષ 2019 થી હરજી...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
વાપી : વાપીના (Vapi) ભડકમોરા બીજીબી કોમ્પલેક્ષની સામે રોડની બાજુમાં પડાવમાં રહેતા પરિવારની મહિલાની માથામાં પથ્થર મારી હત્યા (Murder) કરવાના ગુનામાં પોલીસે (Police) શીવા પવાર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. શીવા પવાર મૂળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો રહેવાસી છે તથા વાપીમાં ભડકમોરા નાની સુલફડમાં રહેતો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે શીવા પવારને ઝડપી પાડી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.
આ બનાવની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના સોનાટી ગામનો રહેવાસી સતિષ વિષ્ણુભાઇ સોલંકે વાપીના ભડકમોરામાં રહીને લુહારી કામ કરી પરિવાર સાથે રહે છે. તેની ૫૫ વર્ષની કુટુંબી દાદી સુંદરબાઇ રઘુનાથ સોલંકે એક માસ પહેલા મહારાષ્ટ્રના ખેરખેડા ગામથી અહીં આવી હતી. સતિષના પરિવાર સાથે રાત્રે બધા સૂતા હતા. ત્યારે પલંગ પર માથા પર ઓઢીને સૂતી સુંદરબાઈને રાત્રે સતિષ સમજીને શીવાએ મોટો પથ્થર માથાના ભાગે મારીને ભાગી ગયો હતો.
આ હત્યા કરવા પાછળનું કારણ શીવાએ પોલીસને એવું બતાવ્યું હતું કે, આઠેક દિવસ પહેલા ભડકમોરા હનુમાન મંદિર પાસે બેસવા માટે થઈને સતિષે તેને ગાળો આપી અહીં નહીં બેસવા કહ્યું હતું. તેની અદાવત રાખીને રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે પલંગ પર સતિષ સૂતો હોવાનું માનીને શીવા પવારે માથામાં મોટો પથ્થર માર્યો હતો. જોકે બીજે દિવસે તેને ખબર પડી હતી કે પથ્થરથી સતિષનું નહીં બીજી મહિલા હતી તેનું મૃત્યુ થયું હતું. વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાનો ગુનો ગણતરીના દિવસમાં ઉકેલી કાઢી પોલીસે સારી સફળતા મેળવી છે. એલસીબીના પીઆઇ જે.એન.ગોસ્વામી, પીએસઆઇ સી.એચ.પનારા તથા એલસીબીની ટીમને સારી સફળતા મળી છે.
હત્યાના ગુનામાં પેરોલ પર છૂટ્યો ને ત્રીજી હત્યા કરી
વાપીના ભડકમોરામાં રાત્રે સૂતેલી મહિલાને માથામાં પથ્થર મારી હત્યા કરનારો શીવા પવાર નજીવી બાબતમાં હત્યાઓ કરવાનો આરોપી છે. આ પહેલા તેણે બે હત્યા આ જ પ્રકારે કરી છે. આ ત્રીજી હત્યા પણ નજીવી બાબતમાં કરી છે. આમ રીઢો ગુનેગાર ૫૫ વર્ષનો શીવા પવાર ઉર્ફે પોપટ ઉર્ફે રાજુ ઉર્ફે મામા મહાદેવ પવાર વડારી મૂળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના નિન્મિ નાગાવનો રહેવાસી છે. આ પહેલાં બીલીમોરામાં તલોજ આમલી ફળિયામાં બોલાચાલી થતાં છગનભાઇ પટેલને માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરી હતી.
બીલીમોરામાં તેની ફોઈને મારમારી તેના સોનાના દાગીનાની લૂંટ કરી હતી. જ્યારે પુના મહારાષ્ટ્રના કોરેગાંવ પાર્કની બાજુમાં ઝુંપડપટ્ટીમાં રહી ટ્રેનમાં વિમલ પાન મસાલા વેચતો હતો તેની સાથે ધંધો કરતો સોનુ કુશ્વાહ સાથે પૈસાની લેતી-દેતીમાં બોલાચાલી થતાં તેની અદાવતમાં રાત્રે સોનુ કુશ્વાહના માથામાં લોખંડના સળીયાના ફટકા મારી હત્યા કરી હતી. આ ગુનામાં યરવડા જેમાં હતો ત્યાંથી ૧૮-૬-૨૦૨૦ના રોજ ૪૫ દિવસના પેરોલ ઉપર છૂટ્યો હતો. ત્યારબાદ જેલમાં હાજર થયો ન હતો.