Dakshin Gujarat

પારડી પોલીસની નાઇટ પટ્રોલિંગના ધજાગરા ઉડાડતા તસ્કરો

પારડી : પારડી (Pardi) તાલુકાના બાલદા ગામમાં આવેલી બાલદા રેસિડેન્સીમાં રાત્રીના સમયે આવેલા ચાર તસ્કરોએ (Smugglers) જે લોકો બહારગામ ગયા હતા. તેવા ચાર બંગલાના તાળા તોડી રોકડ રૂપિયા અને કિંમતી ચીજ વસ્તુઓની ચોરી (Theft) કરી હતી. આ ઘટનાની જાણ પારડી પોલીસને (Police) થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

  • બાલદા રેસિડેન્સીમાં એક જ રાત્રિમાં બંગલાના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી
  • ચોરીની ઘટનામાં ચાર ઈસમો ચોરી કરીને નીકળતા સીસીટીવી કેમેરામાં કેદ થયા
  • પારડી પોલીસ ઉંઘતી રહી અને તસ્કરો ચાર બંગલાના તાળા તોડી ચોરી કરી ગયા


બાલદા ગામમાં પારડી નાસિક રોડ સ્થિત બાલદા રેસીડેન્સી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ જીવરાજભાઈ પટેલ, મનોજભાઈ ગરાસીયા, મહેન્દ્રભાઈ પંચાલ અને બળવંતભાઈ ઠાકોરભાઈ પોતાના બંગલા બંધ કરીને પ્રવાસે અને પોતાના કામથી બહાર ગામ ગયા હતા. દરમિયાન ચાર તસ્કરો રાત્રી દરમિયાન સોસાયટીમાં આવ્યા હતા ચાર તસ્કરોએ બંગલાના તાળા કોઈ સાધન વડે તોડી બંગલાની અંદર પ્રવેશ કરીને કબાટ તોડ્યા હતા. કબાટની અંદર મૂકેલા રોકડા રૂપિયા 40,000 સાથે સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુ ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. બહારગામ ગયેલા બંગલાના માલિક રાત્રે જ્યારે આવ્યા હતા. ત્યારે એમના ઘરે ચોરીનો બનાવ બન્યાની જાણ થતા તેઓએ પારડી પોલીસને આ બાબતની જાણકારી આપી હતી.

પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ચાર ફ્લેટના દરવાજા તૂટી ગયા હતા અને ફ્લેટમાંથી કિંમતી માલ સામાનની ચોરી કરી ચાર તસ્કરો ભાગી ગયા હતા. અગાઉ પણ અહીં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરા કેદ થયા હતા. આ ઘટના અંગે પારડી પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ અરજી નોંધી કરીને આ બાબતની વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવી કેમેરામાં ચોર દેખાઈ રહ્યા હોય પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજનો અભ્યાસ કરીને તપાસ હાથ ધરી છે.

ગણેશ-સિસોદ્રાના આધેડનો ગળે ફાંસો ખાઈ આપઘાત
નવસારી : ગણેશ-સિસોદ્રા ગામના આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના ઝોલાપુર ગામ ગેપપરાવાસમાં અને નવસારી તાલુકાના ગણેશ-સિસોદ્રા ગામે ગૌચર ફળીયામાં વિક્રમભાઈ કાશીરામભાઈ પટેલ (ઉ. વ. 42) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 15મીએ વિક્રમભાઈએ તેમના ઘરમાં પતરા સાથે બાંધેલા લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકની પત્નીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. કિશોરભાઈને સોંપી છે.

Most Popular

To Top