Vadodara

મધ્યસ્થ જેલ કે વીવીઆઇપી હોટલ, રૂપિયાથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ

વડોદરા : આરોપીઓ માટે જેલ કાળ કોટડી ગણાય છે. પરંતુ વડોદરા મધ્યસ્થ જેલ કાળ કોટડી તો દુરની વાત જેની પાસે પૈસા હોય તેની માટે એક વીઆઈપી હોટલથી કમ નથી. ત્યારે વડોદરા મધ્યસ્થ જેલના જડતી સ્કોર્ડના બે કર્મચારીઓ ચર્ચાની એરણે ચઢ્યા છે. જેમા તેઓ કેદીઓને ફોન અપાવવાનું કામ કરી રહ્યા છે. એ સાથે કેટલાક પૈસાદાર કેદીઓ પણ જેલના ઉચ્ચ અધિકારીઓ સાથે વહિવટ સેટ કરી જેલમાં મજાની જીંદગી જીવી રહ્યા છે. જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો અન્ય ઘણા મોટા જેલમાંથી ઘટસ્ફોટ થઈ શકે છે.

  વડોદરા મધ્યસ્થ જેલમાં જ્યારે કોઈ કેદીને લાવવામાં આવે છે. ત્યારે તેની વસ્તુઓને અને તેને પુરે પુરો ચકાસ્વમાં આવે છે. અને તે બાદ તેને જેલમાં જે તે બેરેકમાં મુકવામાં આવે છે. ત્યારે કોઈ પણ કેદીમાં માટે ફોન તેની સાથે લઈ જવો અશ્કય છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે, હાલ પણ વડોદરા મધ્યસ્થ જેલમાં કેટલાક કેદીઓ પાસે તેમના ફોન છે. ત્યારે ઘણી રસદાયક બાબત એ પણ છે કે, કેટલાક કેદીઓ પાસે સ્માર્ટ ફોન છે. અને તેઓ તેનો ઉપયોગ જ્યારે મનફાવે ત્યારે કરતા હોય છે.  બીજી બાજુ જેલમાં બધા બેરેકમાં સહિત અન્ય જગ્યાઓએ સીસીટીવી કેમેરા હોય છે. અને જામર પણ લગાવવામાં આવે છે. પરંતુ જેલના કર્મીઓ દ્વારા જામર તો ઠીક સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જેલની જડતી સ્કોર્ડના દિનેશ માજીર અને ઠાકોર નામનો કર્મચારી જ્યારે કોઈ કેદી પાસેથી ફોન પકડે છે. ત્યારે તેઓ અન્ય કેદીઓ પાસેથી ઉચ્ચા પૈસા વસુલી તે ફોન તેને વેચી મારે છે ?

જેલની અંદર બહાર કરતા પણ વધુ રૂપિયાના વહીવટ થાય છે!
પોલીસ શહેરમાં કેટલીક ગેરકાયદે ચાલતી પ્રવૃતિઓ પરથી હપ્તા ઉઘરાવી પોતાના ખીસ્સા ભરતા હતા. પરંતુ જેલના કર્મચારી દ્વારા જેલની બહારથી તેમના ખીસ્સા ગરમ કરવા મુશ્કેલે છે. ત્યારે કોઈ પણ હદે પૈસા કમાવાની લાલચે જેલની અંદર જેલના કર્મચારીઓ દ્વારા નાની નાની વસ્તુઓથી લઈ મોટી જેમકે, પડીકી, સીગરેટ, ફોન, બેરેકમાં સારી સુવીધા વગેરે સુધી આપવાના બદલે મોટા પ્રમાણમાં પૈસા વસુલવામાં આવે છે. અને શહેરની પોલીસ તો ઠીક પરંતુ જેલ કર્મચારીઓ દ્વારા ઘણા મોટા રૂપિયાના વહીવટો કરવામાં આવે છે? 

ગોત્રી દુષ્કર્મ કેસનો આરોપી-પાવાગઢ મંદિરનો પૂર્વ ટ્રસ્ટી “રાજુ ભટ્ટ” જેલમાં પણ રાજપાઠમાં
ગોત્રી દુષ્કર્મ કેસનો આરોપી અને પાવાગઢ મંદિર ટ્રસ્ટનો પુર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ જેલમાં ઉચ્ચ અધીકારીઓ સાથે વહીવટ સેટ કરી જેલમાં ખુબ મજા કરી રહ્યો છે? તેને પોતાના ઘર કરતા પણ વધુ સારી હોટલ જેવી સુવીધા આપવામાં આવી રહી છે? સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજુ ભટ્ટ પાસે સ્માર્ટ ફોન છે. જે જેલ પોલીસથી છુપી રીતે રાખવાના બદલે ખુલ્લે આમ પાતાના ખીસ્સામાં રાખી આખી જેલમાં લઈને ફરતો હોય છે. ત્યારે તે પણ જાણવા મળ્યુ હતું કે, જડતી સ્કોર્ડના દિનેશ માજીર અને ઠાકોર જે કેદીઓને ફોન અપાવવાનું કામ કરે છે. સાથે જેલના ઉચ્ચ અધીકારીઓને રાજુ હપ્તા આપી ખુશ રાખી રહ્યો છે? બીજી બાજુ હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે મુસ્લીમ કેદીઓને અન્ય કરતા અલગ રાખવામાં આવે છે. કારણ તેઓએ ઈફતારી બહારની ટ્રસ્ટ તરફથી મળતી હોય છે. પરંતુ રાજુને તેનો પણ લાભ મળી રહે તેના કારણે ઉચ્ચ અધિકારીઓએ તેને મુસ્લીમ કેદીઓ સાથે રાખ્યો છે. જ્યારે અન્ય કેદીઓને આખી જેલમાં ફરવાની અનુમતી નથી પરંતુ રાજુ જ્યાં મનફાવે ત્યાં જઈ શકે છે. એ સાથે તેને મળવા આવતા સંબંધીઓ પણ ઉચ્ચ અધિકારીઓના કેબીનમાં બેસી રાજુની મુલાકાત લેતા હોય છે ?

કેદીઓને રૂા.10 થી 15 હજારમાં મોબાઇલ મળે છે
સુત્રાના જણાવ્યા મુજબ,જેલની જડતી સ્કોર્ડના દિનેશ માજીર, તથા ઠાકોર નામનો કર્મચારી જ્યારે જડતી કરતા કરતા કોઈ ફોન પકડે છે. ત્યારે પોતાના ખીસ્સા ગરમ કરવા તે ફોન અન્ય કેદીને રૂ.10થી 15 હજારમાં વેચી મારે છે. એ સાથે કેટલાક કેદીઓને પડીકી, સીગરેટ વગેરે જેવુ પણ પુરૂ પાડવાનું કામ તેઓ કરે છે. જો ઉચ્ચ અધીકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે ત્યારે મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. પરંતુ જેલના પણ ઉચ્ચ અધિકારીઓ તેઓના ખીસ્સા ગરમ કરવા રૂપિયાના વહીવટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

CCTV કેમેરા, જામરનો ઉપયોગ કરાતો નથી?
જેલની અંદર દરેક બેરેક તેમજ પુરે પુરી જેલમાં સીસીટીવી કેમેરા તેમજ જામર લગાવવામાં આવેલા છે. ત્યારે મોટો સવાલ એ પણ ઉભો થાય છે કે, કોઈ કેદી પાસે ફોન છે. તો તે ફોનનો ઉપયોગ કેવી રીતના કરી રહ્યો છે. અથવા જેલના સ્ટાફની મહેરબાનીના કારણે જેલમાં હોટલની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. અથવા જેલના ઉચ્ચ અધીકારીઓ દ્વારા તેમના હપ્તાબાજીના પ્રમાણને વધારવા હપ્તા ઉઘરાવી કેદીઓને સુવિધા પુરી પાડી રહ્યા છે?

દિવાલની બીજી બાજુથી વસ્તુઓ પહોંચાડાય છે
જેલના કર્મચારીઓની નિષ્કાળજીના કારણે જેલની દિવાલની બીજી બાજુ કોઈ પણ કેદીને કોઈ વસ્તુ પુરી પાડવા દિવાલ કુદાવી તેના પોટલાઓ બાંધી ફેંકવામાં આવે છે. તેમજ જેલના કર્મચારીઓ તે જાણતા હોવા છતાં અથવા તેઓની મીલીભગતથી આ પ્રવૃતિ ચાલતી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું. ત્યારે Dysp જેલ વી.આર.પટેલે પણ જણાવ્યુ હતું કે, આ પ્રવૃતિ ચાલી રહી છે.

કેટલાક CCTV કેમેરા અને જામર બગડી ગયા છે
જેલમાં દરેક બેરેકમાં સીસીટીવી કેમેરા તથા જામર તો લાગેલા છે. પરંતુ તે કેટલાક જુના થઈ ગયા હોવાના કારણે બગડી ગયા છે.
વી.આર.પટેલ, Dysp જેલ

Most Popular

To Top