અમદાવાદ(Ahmedabad): બોટાદ(Botad)ના બરવાળા(Barwala) અને અમદાવાદના ધંધુકા(Dhandhuka)માં 50થી વધુ લોકોનો ભોગ લેનારા લઠ્ઠાકાંડ(Lathakand)ની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા રિપોર્ટ(Report) તૈયાર...
રાજકોટ: રાજ્યના 14 જિલ્લાના પશુઓમાં લમ્પી સ્કીન વાયરસ (Lumpy Skin Disease ) ફેલાઈ ચૂક્યો છે. જેના કારણે એક પછી એક ઘણાં પશુઓના...
સુરત (Surat): સુરતના ભટાર વિસ્તારની એક શાળાના (School) ગર્લ્સ ટોયલેટમાંથી (Girls Toilet) મૃત ભ્રૂણ (Death Fetus) મળી આવતા ચકચાર મચી ગઈ છે....
ઉત્તરાખંડ(Uttarakhand): ઉત્તરાખંડમાં વરસાદ(Rain)ને કારણે આફત સર્જાઈ છે. ચમોલી(Chamoli) જિલ્લામાં નેશનલ હાઈવે(National Highway)નો એક ભાગ ધોવાઈ જતાં બદ્રીનાથ યાત્રા રોકી(bardinath yatra stop) દેવાઈ...
સુરત: (Surat) સુરતના સરથાણા વિસ્તારમાં ડાયમંડ (Diamond) કંપની ધરાવતા હીરાના વેપારી સાથે છેતરપિંડી (Cheating) થઈ છે. એક દંપતીએ પોતે મોટા ઉદ્યોગપતિ હોવાની...
અંબાજી: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામો સૌથી લોકપ્રિય યાત્રાધામ એટલે અંબાજી. બારેમાસ અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને નવરાત્રીમાં માતાજીના દર્શનાર્થીઓની સંખ્યા...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં આપેલા નિવેદનનાં પગલે હોબાળો મચી જવા પામ્યો છે. તો રાજ્ય પાસે પૈસા નહીં હોય....
સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પર ઇન્ટરનેશનલ એરકાર્ગોનું કોમ્પ્લેક્સનું (International Aircargo Complex) કોઈ પ્લાનિંગ ન હોવાનું આઈક્લાસે આરટીઆઈની (RTI) અરજીના જવાબમાં...
નવી દિલ્હી: ટ્વિટર(Tweeter) સોશિયલ નેટવર્કિંગ સાઇટ(Social networking site) છેલ્લા કેટલાક વખતથી વિવાદ(Controversy)માં આવતી રહે છે. શુક્રવારે જ દિલ્હી હાઇકોર્ટે(Delhi high Court) સ્મૃતિ(Smriti)...
સુરત (Surat) : રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધથી (Russia Ukraine War) પણ ઘણા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો હતો. નેશનલ મેડિકલ કમિશને (National...
વ્યારા: નવાપુરના (Navapur) વિસરવાડી (Visarvadi) ગામ પાસે ફરી એકવાર પુલ (Bridge) ઉપરથી પાણી ફરી વળતાં મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાતનો (Gujarat) સંપર્ક (Connect)...
સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના ગામમોમાં સાવલી પોલીસ તંત્ર એ કરી કાર્યવાહી.બોટાદજિલ્લા ના બરવાળા લઠ્ઠાકાંડ બાદ સાવલી પોલીસએ બુટલેગરોની ઊંઘ કરી...
સુરત (Surat) : બોટાદના લઠ્ઠાકાંડ (Laththakand) બાદ સમગ્ર રાજ્યમાં દારૂબંધી (Prohibition) અંગે સવાલો ઉઠી રહ્યાં છે. ભાજપની (BJP) ગુજરાત સરકારને (Gujarat Government)...
વડોદરા: ઇલોરાપાર્ક આમ્રકુંજ સોસાયટીમાં રહેતો અને કાન્હા ગ્રુપ સાથે સંકળાયેલો નવલ ઠક્કર કન્સ્ટ્રક્શનના વેપાર કરે છે. તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો...
વડોદરા : વડોદરા શહેરમાં પડેલા વરસાદના પગેલ ઠેર ઠેર પાણી ભરાય ગયેલા જોવા મળ્યા હતા. એ પાણી ઓસરી જતા ઠેર ઠેર હવે...
વડોદરા : ગુજરાત મિત્ર દ્વારા ગુરુવારના રોજ દબાણ મુદ્દે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમાં આજ રોજ પાલિકાના સ્થાયી અંધ્ય્ક્ષ ડો. હિતેન્દ્ર...
આણંદ : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા સંભવિત 13 સપ્ટેમ્બર,...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ ઉપર આવેલ શ્રી ડંકનાથ મહાદેવના અતિપ્રાચીન મંદિર બહાર છેલ્લાં ઘણાં વર્ષોથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. જેને પગલે...
નડિયાદ :ખેડા ભાજપ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનારા અર્જુનસિંહ ચૌહાણ સામેના આક્ષેપમાં શુક્રવારની મોડી સાંજે જિલ્લા પોલીસ વડાએ ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. આ...
આણંદ: આણંદ શહેરના એસટી બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાક અનિયમિત બસ રૂટના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે એબીવીપી...
વરસાદની મોસમને ખૂબસૂરત મોસમ ગણવામાં આવે છે. ઓછી ગરમી, વાતાવરણમાં ઠંડક, ચારે બાજુ હરિયાળી… પરંતુ બીજી બાજુ આ ઋતુમાં વાળને નુકસાન પણ...
નડિયાદ: નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ચુંટણી યોજાયાંના સાડા પાંચ મહિના બાદ ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં ચેરમેન...
સુરત (Surat) : કસ્ટમ (Custom) અને ડીઆરઆઈના (DRT) અધિકારીઓએ બુધવારની રાત્રે સુરત કસ્ટમ એરપોર્ટ (Surat Airport) પરથી એક પેસેન્જરને (Passenger) 6.45 કરોડ...
મહારાષ્ટ્રમાં સત્તાપલટો થયો તેને એક મહિનો વીતી ગયા પછી પણ સરકારની રચના નથી થઈ. તેના પરથી ખ્યાલ આવે છે કે સરકારમાં મહત્ત્વના...
નાણામંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં જી.એસ.ટી. કાઉન્સિલની 47મી બેઠક યોજાઈ દેશની સામાન્ય પ્રજા પર મોંઘવારીનો નવો વાર પડયો. એ દામયા પર ડામ પડે...
બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022(Commonwealth Games 2022)માં ભારત(India)ના ઘણા મોટા ખેલાડીઓ (players)ભાગ લઈ રહ્યા છે. જેમાં પીવી સિંધુ(PV Sindhu), બજરંગ પુનિયા(Bajrang Punia), વિનેશ...
સુનિલ બર્મને તેમના ચર્ચાપત્રમાં બહુ સચોટ વાતો કરી છે. દારૂબંધી અમલમાં છે એ ગુજરાતમાં પોલીસો અને નેતાઓ પણ દારૂ પીને છાકટા બની...
ઈઝરાયેલ: ઈઝરાયેલની (Israel) રાજનીતિમાં ઉથલપાથલના કારણે દેશ ફરી એક વખત પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની શક્યતા વધી ગઈ છે. 14 જૂન 2021ના...
એક મોટા બંગલામાં ઇન્ટીરીયર ડેકોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું. બંગલાના માલિક નવા નવા પૈસાદાર થયા હતા અને તેમણે સૂચના આપી હતી કે...
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાસ જણાવવાનું કે જે વૃધ્ધો ફેમીલી પેન્શન મેળવે છે તેઓ પાસે તેઓએ પુન:લગ્ન નથી કર્યા તેની ખાતરી કરાવતી પૂર્તિ...
મહિલા વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો, સ્મૃતિ મંધાનાએ 68 રન બનાવ્યા
વાઘોડિયાના દખેડા પાસે કાળમુખા ડમ્પરે દંપતીને કચડ્યું, પતિ-પત્ની બંનેનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત
દાવો: ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવશે નહીં અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે, યુએસ ડ્રાફ્ટ ડીલ પર કરાર થયો
પાંચ વર્ષના પુત્રની નજર સામે પિતા મહી નદીમાં ગરકાવ: લાછનપુર પાસે યુવક તણાતા શોધખોળ યથાવત
લગાનની પાર્ટીમાં ભાઈજાનનો ટ્રાન્સફોર્મેશન વાયરલ: નવા લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
દોઢ કરોડથી વધુનું વ્યાજ ચૂકવ્યા છતાં 47 કોરા ચેક અને સોનાના દાગીના પડાવી લીધા
પંઢરપુર મંદિર દર્શનથી પરત ફરી રહેલા ભક્તો પર કાળ તૂટી પડ્યો, પિકઅપ કૂવામાં પડતાં 14નાં મોત
જાપાને 20 વર્ષ બાદ ભારતીય કેરી પર લગાવ્યો પ્રતિબંધ, કેસર-આલ્ફોન્સો નિકાસને મોટો ફટકો
MP: આગની અફવાને કારણે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા, બીજી ટ્રેનની ટક્કરથી ચાર લોકોના મોત
વર્લ્ડ બ્લડ ડોનેશન ડે પર સાંસદ ડો.હેમાંગ જોશીનું રક્તદાન
અમદાવાદમાં 71 વર્ષીય નિવૃત્ત સલાહકાર સાથે 1.21 કરોડની સાયબર ઠગાઈ, શેરબજાર રોકાણના નામે છેતરાયા
કવાંટમાં પ્રસુતિ દરમિયાન સગર્ભા માતાનું મોત, આરોગ્ય તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો
100 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસથી ફસાયેલા શ્વાનને જીવતદાન, સાધલીમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સફળ
36 વર્ષ બાદ સ્કોટલેન્ડની ઐતિહાસિક જીત, પરંતુ રેફરીના નિર્ણયોએ સર્જ્યો વિવાદ
સુખસરમાં તલાટીઓની અનિયમિતતાથી અરજદારો પરેશાન
મેરાકુવામાં 19 સરદાર આવાસો પર જેસીબી ફેરવાયું, જવાબદાર કોણ? ગેરકાયદે ડિમોલેશન મામલે તપાસ તેજ
બંગાળ ભાજપ પ્રભારીના ઘરે TMCના બળવાખોર સાંસદોની બેઠક: 22 સાંસદોના સમર્થનનો દાવો
‘હું ગે નથી’, મૌની રોયનો ટ્રોલ્સને સણસણતો જવાબ, અંગત જીવન અંગે કરી સ્પષ્ટતા
ફ્રાન્સમાં PM મોદી ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા, ‘ભારત ઈનોવેટ્સ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
સોના-ચાંદી થયા સસ્તા: ઓલ ટાઈમ હાઈથી ભાવમાં મોટો ઘટાડો નોંધાયો
આરડી બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર બનશે ‘પંચમ દા’? ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી ચેલેન્જિંગ રોલમાં દેખાશે
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ ડૂબ્યું, US નેવીએ બચાવી 14 ક્રૂ સભ્યોની જાન
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
અમદાવાદ(Ahmedabad): બોટાદ(Botad)ના બરવાળા(Barwala) અને અમદાવાદના ધંધુકા(Dhandhuka)માં 50થી વધુ લોકોનો ભોગ લેનારા લઠ્ઠાકાંડ(Lathakand)ની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા રિપોર્ટ(Report) તૈયાર કરી લેવામાં આવ્યો છે અને આજે ગમે ત્યારે રાજ્ય સરકાર(Stat Government)ને સોંપી દેવામાં આવશે. રીપોર્ટમાં પોલીસ અને બૂટલેગરની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયાનો નિર્દેશ છે. લઠ્ઠાકાંડ વિશે આઈજીપી(IGP) સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં ત્રણ આઈપીએસ(IPS) અધિકારીઓની તપાસ ટીમ બનાવવામાં આવી હતી અને ત્રણ દિવસમાં જ રીપોર્ટ સોંપવા કહેવામાં આવ્યું હતું. સુત્રોનાં જણાવ્યા અનુસાર SITના રીપોર્ટમાં પાડોશી રાજયોમાંથી ઘુસતા દારૂને રોકવા વધુ કડક પગલા લેવા તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક પોલીસ તથા બૂટલેગરો વચ્ચે સાંઠગાંઠ તોડવા ભલામણ કરવામાં આવી છે.
પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠ
આ ઉપરાંત મિથેનોલ જેવા ઝેરી રસાયણોના વેચાણ અને કારોબાર નિયંત્રિત કરવા પણ સૂચવવામાં આવ્યું છે. લઠ્ઠાકાંડ ઝેરી રસાયણોને કારણે જ સર્જાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે લઠ્ઠાકાંડ ખુલ્લો પડ્યા બાદ દારૂની પોટલીઓ વેચાયા વગરની પડી હતી તેનો લેબ રિપોર્ટ કરાવવામાં આવતા તેમાં 99 ટકા મિથેનોલ હોવાનું બહાર આવ્યું હતું. SITના રીપોર્ટમાં એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે લઠ્ઠાકાંડમાં સસ્પેન્ડ થયેલા એક પોલીસ અધિકારીના કોલ રેકોર્ડની ચકાસણી કરવામાં આવતા તેમાં બૂટલેગર સાથે સંપર્ક હોવાનું બહાર આવ્યું છે. તેના આધારે બૂટલેગરો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠનો સંકેત મળી જાય છે.
બેદરકાર પોલીસ સામે ખાતાકીય તપાસ કરવા ભલામણ
સુત્રોના કહેવા પ્રમાણે લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા તમામ સામે અત્યંત આકરા પગલા લેવાની ભલામણ SIT દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં, બેદરકાર, લાપરવાહ રહેલા પોલીસ સામે પણ ખાતાકીય તપાસ યોજવા અને તેમાં કસૂરવાર સાબિત થવાના સંજોગોમાં તેઓની પોલીસ દળમાંથી હકાલપટ્ટી થવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત 148 લોકોના મોત નિપજાવનાર 2009ના લઠ્ઠાકાંડમાં આઈપીએસ અધિકારી જી.સી. રાયગરે સૂચવેલી ભલામણોનો પણ અમલ કરવા રીપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે. SITના અધિકારીઓ દ્વારા લઠ્ઠાકાંડમાં પકડાયેલા આરોપીઓ ઉપરાંત જેમના કાર્યક્ષેત્રમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે તેવા પોલીસની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
ફેકટરી માલિકો સાથે સાંઠગાંઠની શંકા : SITના રીપોર્ટના આધારે તપાસની શક્યતા
ગુજરાતભરમાં ખળભળાટ સર્જનારા લઠ્ઠાકાંડમાં હવે તપાસનો રેલો નશાબંધી અને આબકારી વિભાગ તરફ આવવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. નશાબંધી વિભાગ દ્વારા જ એવો ગર્ભિત નિર્દેશ કરવામાં આવ્યો છે કે ઝેરી રસાયણો વેચતી કંપનીઓનાં માલિકો સાથે નશાબંધી, અધિકારીઓની સાંઠગાંઠ છે. એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે લઠ્ઠાકાંડ વિશે SIT દ્વારા રીપોર્ટ સોંપવામાં આવે તેના આધારે નશાબાંધી વિભાગના કેટલાક અધિકારીઓ સામે પણ પગલા લેવામાં આવે તેવી શક્યતા છે. લઠ્ઠાકાંડ પાછળ ઝેરી કેમિકલ મિથેનોલનો ઉપયોગ જ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે તે અત્રે ઉલ્લેખનીય છે. પોલીસ દ્વારા જો કે એમ કહેવાયું છે કે સાદા પાણીમાં ઝેરી કેમિકલ ભોળવીને દેશી દારૂ રૂપે વેચી દેવામાં આવ્યો હતો પરંતુ સિનિયર પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે માનવીના મોત માટે જવાબદાર બનતું અને દારૂના સ્વરૂપે વેચાતુ કોઇપણ પ્રવાહી લઠ્ઠો જ હોય છે. દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ લઠ્ઠાકાંડમાં દોષિત લોકો સામે આકરા પગલા લેવાની અને સમગ્ર કેસ ઝડપથી ચલાવવાનું જાહેર કરવામાં આવ્યું છે.